Aston Martin DBX 707: વિશ્વની સૌથી પાવરફુલ SUV ભારતમાં લોન્ચ, 707bhpનો પાવર, જાણો કિંમત
Most powerful luxury SUV: ભારતમાં સૌથી દમદાર એસયૂવી લોન્ચ થઈ છે. આ એટલી દમદાર છે કે 3.3 સેકેન્ડમાં 100 કિમીની ઝડપે દોડવા લાગે છે. ભારતમાં તેની કિંમત 4.63 કરોડ છે.
Trending Photos
Aston Martin DBX 707 Price and Features: દુનિયાની સૌથી પાવરફુલ લગ્ઝરી એસયૂવી Aston Martin DBX 707 ભારતમાં લોન્ચ થઈ છે. આ કંપની ભારતમાં પહેલા વેચાઈ રહેલી Aston Martin DBX નું વધુ પાવરફુલ વર્ઝન છે. આ એટલી પાવરફુલ છે કે 0થી 100ની સ્પીડ માત્ર 3.3 સેકેન્ડ્સમાં મેળવી લે છે. આ સિવાય તેનું એન્જિન પણ 707 બીએચપીની અવિશ્વસનીય પાવર જનરેટ કરે છે. તે Lamborghini Urus પણ ઝડપી છે અને આ સૌથી લગ્ઝરી સુપર એવયૂવી છે, જેને તમે ખરીદી શકો છો. ગ્લોબલ માર્કેટમાં તેનો મુકાબલો Bentley Bentayga, Ferrari Purosangue અને Lamborghini Urus ની સાથે રહે છે.
દમદાર છે પરફોર્મંસ
ભારતમાં તેની કિંમત 4.63 કરોડ રૂપિયા (એક્સ-શોરૂમ, ભારત) નક્કી કરવામાં આવી છે. એસ્ટન માર્ટિન ડીબીએક્સ 707 એક 4.0 લીટર વી8 એન્જિન આપવામાં આવ્યું છે. તે 707 બીએચપી અને 900 એનએમનો પીક ટોર્ક જનરેટ કરે છે. એન્જિનને 9-સ્પીડ વેટ ક્લચ ગિયરબોક્સની સાથે જોડવામાં આવ્યું છે. આ એસયૂવી 3.3 સેકેન્ડમાં 100 કિમી પ્રતિ કલાકની ઝડપથી દોડે છે, જે Ferrari Purosangue ની બરાબર અને લેમ્બોર્ગિની ઉરૂસથી 0.3 સેકેન્ડ ઝડપી છે. તેની ટોપ સ્પીડ પણ 311 કિમી પ્રતિ કલાકની છે.
ડિઝાઇનની વાત કરીએ તો એસ્ટન માર્ટિન ડીબીએક્સ 707માં એક મોટો ફ્રંટ ગ્રિલ અને એક એર ઇન્ટેક અને ડીઆરએલની નવી ડિઝાઇન આપવામાં આવી છે. એસ્ટન માર્ટિન ડીબીએક્સ 707માં સોફ્ટ-ક્લોઝ ડોર પણ સામેલ છે. પાછળની તરફ રૂફ વિંગ માટે એક નવો લિપ સ્પોઇલર છે, જ્યારે નવા એગ્ઝોસ્ટના ડિફ્યૂઝરમાં એક ગ્લોસ બ્લેક ટ્રીટમેન્ટ જોડવામાં આવી છે. ઇન્ટીરિયરમાં સ્વિચગિયર માટે એક ડાર્ક ક્રોમ ફિનિશ છે. આ સિવાય સ્પોર્ટ સીટ્સ, ફ્રંટ અને રિયરમાં 16-વે ઇલેક્ટ્રોનિક એડઝસમેન્ટની સાથે હીટિંગ ફંક્શન પણ મળે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે