Netflix નો સૌથી સસ્તો પ્લાન ભારતમાં ક્યારે થશે લોન્ચ? જાણો કેટલી હશે કિંમત

Netflix Ad Supported Plan: કંપનીએ સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો નથી કે તે ભારતમાં એડ સપોર્ટેડ પ્લાન લાવી રહી છે કે નહીં. જોકે, કંપનીએ શેરધારકોને મોકલેલા પત્રમાં સંકેત આપ્યો છે.
 

Netflix નો સૌથી સસ્તો પ્લાન ભારતમાં ક્યારે થશે લોન્ચ? જાણો કેટલી હશે કિંમત

Netflix: એવું લાગે છે કે Netflix ભવિષ્યમાં ભારતીય બજાર માટે એડ સપોર્ટેડ પ્લાન લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે. કંપની ટૂંક સમયમાં ભારતમાં એડ સપોર્ટેડ પ્લાન શરૂ કરી શકે છે. ક્યાંક કંપનીને એવું લાગી રહ્યું છે કે ઓછા ખર્ચે એડ સપોર્ટેડ પ્લાન લોન્ચ કરવાથી કંપનીની આવકમાં વધારો થશે. વાસ્તવમાં, Netflixના એડ સપોર્ટેડ પ્લાનની કિંમત અન્ય પ્લાન કરતા ઓછી હશે, પરંતુ આમાં યુઝર્સને સીરિઝ અથવા મૂવીની વચ્ચે જાહેરાતો જોવા મળશે, જે જોવાનો અનુભવ પણ બગાડી શકે છે.

શું એડ સપોર્ટેડ પ્લાન લોન્ચ થશે?
કંપનીએ સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો નથી કે તે ભારતમાં એડ સપોર્ટેડ પ્લાન લાવી રહી છે. જો કે, કંપનીએ શેરધારકોને મોકલેલા પત્રમાં સંકેત આપ્યો છે કે અમે ભારતીય બજારમાં આવા સબસ્ક્રિપ્શન પ્લાનિંગ કરી શકીએ છીએ કારણ કે ઓછી કિંમતની પ્લાનિંગ વધુ ગ્રાહકોને નેટફ્લિક્સ તરફ આકર્ષિત કરી શકે છે. કંપની ભારતમાંથી દર વર્ષે લાખો ગ્રાહકોને ઉમેરવાની સંભાવના જુએ છે.

શા માટે ભારત નેટફ્લિક્સ માટે મુખ્ય બજાર છે?
શેરધારકોને મોકલવામાં આવેલા પત્રમાં, નેટફ્લિક્સે દાવો કર્યો છે કે જ્યારે નેટફ્લિક્સે 2021માં ભારતમાં સબ્સ્ક્રિપ્શન પ્લાનમાં 60 ટકા સુધીનો ઘટાડો કર્યો, ત્યારે કંપનીએ વાર્ષિક 30 ટકા વૃદ્ધિ જોઈ. આ પ્લાનિંગ સાથે, કંપનીની આવક 2022 માં 19 ટકાથી વધીને 24 ટકા થવાની હતી. આથી, કંપનીનું કહેવું છે કે તેણે આવક અને યુઝર બેઝના સંદર્ભમાં વધુ સારો પ્રતિસાદ મેળવવા માટે 116 અન્ય દેશોમાં સમાન વ્યૂહરચના લાગુ કરી હતી.

કેટલા દેશોમાં ઉપલબ્ધ છે એડ સપોર્ટેડ પ્લાન?
Netflix એ ઘણા દેશોમાં એડ સપોર્ટેડ પ્લાન શરૂ કર્યો છે. અત્યારે 12 દેશોમાં ઉપલબ્ધ છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, કોરિયા, મેક્સિકો, સ્પેન, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સ સામેલ છે. કંપનીનું કહેવું છે કે તેણે તેના એડ સપોર્ટેડ પ્લાન માટે અત્યાર સુધી સારો રિસ્પોન્સ જોયો છે. એવી શક્યતા છે કે અમે ટૂંક સમયમાં ભારતમાં પણ એડ સપોર્ટેડ પ્લાન લાવી શકે છે.

આ પણ વાંચો:
અગ્નિસંસ્કારમાં ઓછા લાકડા માટે કૌભાંડીઓની વધુ એક તરકીબ, ચિતાઓમા હવે ગોઠવી દીધા પથ્થર
અમદાવાદના ગોતા વિસ્તારમાં અનોખો કિસ્સો: હવે ચાર પગવાળા દૂધ ચોરે મચાવ્યો આતંક
ટ્રેન પાછળ કેમ હોય 'X' ની સાઈન,  શું હોય છે 'LV' નો અર્થ? રસપ્રદ છે કારણ, ખાસ જાણો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news