IPL માં ચીયરલીડર હતી આ દિગ્ગજ ખેલાડીની બહેન! પૈસા માટે ચોગ્ગા-છગ્ગા પર લગાવતી હતી ઠુમકા

IPL 2023: શું તમે જાણો છોકે, એવો પણ મહાન ક્રિકેટર રહી ચુક્યો છે જેની દુનિયાભરમાં બોલબાલ હતા. આવા મહાન ખેલાડીની બહેન એક સમયે આઈપીએલમાં ચોગ્ગા છગ્ગા પર ઠુમકા લગાવતી હતી. તેની બહેન હતી આઈપીએલમાં ચીયરલીડર.

IPL માં ચીયરલીડર હતી આ દિગ્ગજ ખેલાડીની બહેન! પૈસા માટે ચોગ્ગા-છગ્ગા પર લગાવતી હતી ઠુમકા

Indian Premier League 2023: એક સમય હતો ત્યારે દુનિયાભરમાં હતી આ ખેલાડીની બોલબાલા. આજે પણ દુનિયાભરમાં ઓલટાઈમ ગ્રેટ ઓલરાઉન્ડરમાં સામેલ છે આ મહાન ખેલાડીનું નામ. શું તમે પણ જાણો છોકે, આ ખેલાડીની બહેન આઈપીએલમાં ચોગ્ગ છગ્ગા પર ઠુમકા લગાવીને કમાતી હતી પૈસા...આ ખેલાડીની બહેન આઈપીએલમાં કેમ કરતી હતી ચીયરલીડર તરીકે કામ? આવી અનેક રોચક વાતી વિશે જાણીએ.

આ આર્ટિકલમાં વાત થઈ રહી છે, દુનિયાના ઓલટાઈમ ગ્રેટ ઓલરાઉન્ડરર્સના લીસ્ટમાં સામેલ સાઉથ આફ્રિકન ક્રિકેટર જેક કાલિસની. જેક કાલિસ અને સચિન તેંડુલકર પણ સારા મિત્રો રહી ચુક્યા છે. ત્યારે ભાગ્યે જ કોઈને ખબર હશે કે કાલિસની બહેન આઈપીએલમાં ચીયરલીયર તરીકે કરતી હતી કામ...

 

No description available.

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં દર વખતની જેમ આ વખતે પણ ચાહકોને એક કરતા વધુ મેચ જોવા મળી રહી છે. IPL વિશ્વની સૌથી મોટી લીગ છે, અહીં રમવું દરેક ખેલાડીનું સપનું હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આ લીગમાં એક ખેલાડીની બહેન પણ ચીયરલીડર રહી છે. તે ચેન્નાઈ સુપર કિંગ્સના ચીયર લીડિંગ ગ્રુપનો એક ભાગ હતી.

આ પણ ખાસ વાંચોઃ  કેમ આજે પણ રેખા સાથે નજર નથી મિલાવી શકતા અમિતાભ? જાણો બચ્ચને એવું તો શું કર્યું હતું
આ પણ ખાસ વાંચોઃ  સામે આવ્યું રેખાની સુંદરતાનું વર્ષોથી છુપાયેલું રાજ! આખી જિંદગી કરતી આવી છે આ કામ
આ પણ ખાસ વાંચોઃ  Jaya Bachchan એ લખેલી આ ફિલ્મે અમિતાભને બનાવ્યા બોલીવુડના શહેનશાહ! બની ગઈ લાઈફ
​આ પણ ખાસ વાંચોઃ  Amitabh Bachchan: આ એક લોચાના કારણે જ બચ્ચને કરવા પડ્યાં હતા જયા જોડે લગ્ન!
 

No description available.

દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ જેક્સ કાલિસને વિશ્વના સર્વકાલીન શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંના એક ગણવામાં આવે છે. તે વિશ્વનો એકમાત્ર એવો ક્રિકેટર છે જેણે ટેસ્ટ અને ODI ફોર્મેટમાં 10,000 થી વધુ રન બનાવ્યા છે અને 250 થી વધુ વિકેટ પણ લીધી છે. જેક કાલિસ 2009 IPL દરમિયાન ચર્ચામાં આવ્યો જ્યારે તેની બહેન જેનીન કાલિસ ચીયરલીડર તરીકે IPLમાં ભાગ લઈ રહી હોવાનું બહાર આવ્યું.

No description available.

જેનીન કાલિસ 2009 IPL દરમિયાન ચીયરલીડર તરીકે ભારત આવી હતી. એક ઈન્ટરવ્યુમાં તેણે જણાવ્યું કે તે આ કામ શોખ માટે કરે છે અને તેના વિશે કોઈ શું વિચારે છે તેનાથી તેને કોઈ ફરક પડતો નથી. તે મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સના ચીયરલિડિંગ ગ્રુપનો ભાગ હતી. જેનીન કાલિસ વ્યવસાયે ફિઝિયોથેરાપિસ્ટ છે અને લંડનમાં રહે છે. તેણીએ હવે ચીયરલીડિંગ છોડી દીધું છે. તે હવે પરિણીત છે અને એક પુત્રીની માતા પણ છે.

No description available.

જેક કાલિસે તેની ટેસ્ટ કારકિર્દીમાં 166 મેચ રમી છે અને 55.37ની એવરેજથી 13289 રન બનાવ્યા છે. જ્યારે ODI કારકિર્દીમાં તેણે 328 મેચ રમી છે અને 44.36ની એવરેજથી 11579 રન બનાવ્યા છે. ટેસ્ટ કરિયરમાં તેણે 166 મેચમાં 292 વિકેટ લીધી હતી. તે જ સમયે, ODI કારકિર્દીમાં, તેણે 328 મેચમાં 273 વિકેટ લીધી. તેની T20 કારકિર્દીમાં, તેણે 25 મેચ રમી, જેમાં 666 રન બનાવ્યા અને 12 વિકેટ લીધી.

ઉલ્લેખનીય છેકે, આઈપીએલની પ્રથમ સિઝન 2008માં રમાઈ હતી. આઈપીએલના ઈતિહાસમાં રાજસ્થાન રોયલ્સ ટાઈટલ જીતનારી પ્રથમ ટીમ બની હતી. પ્રખ્યાત લેગ સ્પીનર વો્નની આગેવાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 3 વિકેટે હરાવી જીત મેળવી હતી.

આ પણ ખાસ વાંચોઃ  કોહલી-ગાંગુલીની દુશ્મનીના દ્રશ્યો દુનિયાએ જોયા, સપનેય નહોતું વિચાર્યું કે આવું થશે!
આ પણ ખાસ વાંચોઃ  IPL 2023: ચાલુ મેચમાં ચાલી જેવો ઝઘડો! આ ખેલાડી પર બગડ્યું BCCI, વાયરલ થયો વીડિયો
આ પણ ખાસ વાંચોઃ  ચાલુ મેચમાં કોહલી જોડે બાખડ્યો પંડ્યાં! માથે ચઢ્યો છે કેપ્ટનશીપનો ઘમંડ, Video Viral
આ પણ ખાસ વાંચોઃ  ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ અચાનક લીધો મોટો નિર્ણય, હવે તે બીજા દેશમાં રમતો દેખાશે!

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news