Jio Value Plan: 90 દિવસ સુધી નો રિચાર્જ! દરરોજ 2જીબી ડેટા અને ફ્રી કોલિંગની મજા

રિલાયન્સ જિયો તરફથી 750 રૂપિયાથી ઓછી કિંમતમાં લાંબી વેલિડિટીવાળો પ્લાન ઓફર કરવામાં આવી રહ્યો છે. આ પ્લાનનો મહિનાનો ખર્ચ 233 રૂપિયા આવે છે, જેમાં ડેટા અને કોલિંગ સહિત અન્ય બેનિફિટ્સ મળે છે. 
 

Jio Value Plan: 90 દિવસ સુધી નો રિચાર્જ! દરરોજ 2જીબી ડેટા અને ફ્રી કોલિંગની મજા

નવી દિલ્હીઃ ભારતીય ટેલિકોમ માર્કેટમાં તમામ કંપનીઓ તરફથી પ્રીપેડ પ્લાન્સથી રિચાર્જ કરાવવાનો વિકલ્પ આપવામાં આવી રહ્યો છે. જો તમે રિલાયન્સ જિયોના યૂઝર્સ છો અને વેલ્યૂ પ્લાન શોધી રહ્યાં છો તો કંપનીનો એક પ્લાન 250 રૂપિયાથી ઓછાના મહિના ખર્ચમાં દરરોજ 2જીબી ડેટા, કોલિંગ અને એસએમએસનો લાભ આપી રહ્યો છે. 

સામાન્ય રીતે જો તમે રિચાર્જ પ્લાન્સ જુઓ તો 28 દિવસ કે પછી 84 દિવસની વેલિડિટી સાથે આવે છે. જિયો તરફથી 90 દિવસની વેલિડિટીવાળો પ્લાન ઓફર કરવામાં આવી રહ્યો છે. જેમાં ડેલી ડેટા સિવાય જિયો એપ્સનું એક્સેસ અને કોલિંગથી લઈને એસએમએસના બેનિફિટ્સ આપવામાં આવી રહ્યાં છે. 

જાણો કિંમત અને બેનિફિટ્સ
રિલાયન્સ જિયોનો વેલ્યૂ પ્લાન 749 રૂપિયાનો છે અને 90 દિવસની વેલિડિટી ઓફર કરે છે. આ રીતે દર મહિનાનો ખર્ચ 233 રૂપિયા જેટલો આવે છે. આ પ્લાનના બેનિફિટ્સની વાત કરીએ તો દરરોજ 2જીબી હાઈ સ્પીડ ડેટા મળે છે અને દરેક નેટવર્ક પર ફ્રી કોલિંગનો લાભ આપવામાં આવી રહ્યો છે. 

આ સિવાય યૂઝર્સને પ્લાનમાં દરરોજ 100 એસએમએસનો લાભ આપવામાં આવે છે. આ પ્લાનમાં જિયો ટીવી, જિયોસિનેમા અને જિયો ક્લાઉડનું ફ્રી એક્સેસ આપવામાં આવી રહ્યું છે.

અનલિમિટેડ 5જી ડેટાનો ફાયદો
રિલાયન્સ જિયો યૂઝર્સને 239 રૂપિયા કે તેનાથી વધુ કિંમતના પ્લાન્સનું રિચાર્જ કરાવવાની સ્થિતિમાં અનલિમિટેડ 5જી ડેટાનો ફાયદો આપી રહ્યું છે. 749 રૂપિયાના પ્લાનમાં પણ આ બેનિફિટ મળે છે. પરંતુ યૂઝર્સના ક્ષેત્રમાં 5જી કનેક્ટિવિટી હોવી જરૂરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news