Alcohol Side Effects: સ્વાસ્થ્ય જ નહીં ત્વચાને પણ નુકસાન પહોંચાડે છે દારૂ, જાણો સ્કિન પર તેની સાઇડ ઇફેક્ટ્સ

Alcohol Side Effects દારૂનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. તેના કારણે ઘણા ગંભીર નુકસાન સહન કરવા પડે છે. દારૂ સ્વાસ્થ્યની સાથે-સાથે સ્કીન પર પણ ગંભીર અસર પહોંચાડે છે.

 Alcohol Side Effects: સ્વાસ્થ્ય જ નહીં ત્વચાને પણ નુકસાન પહોંચાડે છે દારૂ, જાણો સ્કિન પર તેની સાઇડ ઇફેક્ટ્સ

નવી દિલ્હીઃ  Alcohol Side Effects: દારૂ સ્વાસ્થ્ય માટે કઈ રીતે નુકશાનકારક છે તે બધા જાણે છે. તેની થોડી માત્રા સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડે છે. આ કારણ છે કે ખુદ હેલ્થ એક્સપર્ટ પણ લોકોને દારૂથી દૂર રહેવાની સલાહ આપે છે. દારૂ કેન્સર, હાર્ટના રોગ સહિત ઘણી ગંભીર બીમારીઓનું  કારણ બની શકે છે. પરંતુ શું તમે જાણો છો કે તેના કારણે તમારી ત્વચા પણ પ્રભાવિત થાય છે. જો તમે દારૂની ત્વચા પર થતી ખરાબ અસરો વિશે અજાણ છો તો આજે અમે તમને તેના વિશે જણાવીશું.

ત્વચામાં પરિવર્તન અને ખંજવાળ
જો તમે લાંબા સમય સુધી દારૂનું સેવન કરો છો તો તેનાથી હેપેટાઇટિસ અને સિરોસિસ જેવી સ્થિતિઓનો ખતરો વધી જાય છે. આ શારીરિક સ્થિતિને કારણે કમળો, આંખોની આસપાસની ચામડી કાળી પડી જવી અને ત્વચામાં ખંજવાળ આવી શકે છે.

ત્વચા સંક્રમણ અને કેન્સરનો ખતરો
જો તમને દારૂ પીવાની ટેવ છે તો લાંબા સમય સુધી તેના સેવનથી તમારી ઇમ્યુનિટી સિસ્ટમ નબળી પડી શકે છે, જેનાથી તમે અન્ય બીમારીનો શિકાર થઈ શકો છો. આ ઉપરાંત, નબળી રોગપ્રતિકારક શક્તિ અને યુવી કિરણો પ્રત્યેની સંવેદનશીલતાને કારણે ત્વચાના કેન્સરનું જોખમ પણ વધે છે.

ઊંઘમાં સમસ્યા
દારૂ પીવાને કારણે તમારી ઊંઘ પણ પ્રભાવિત થાય છે, જેનાથી સ્લીપ પેટર્ન બગડે  છે. આવી સ્થિતિમાં, ઊંઘમાં ખલેલને કારણે ડાર્ક સર્કલ, ત્વચા પીળી, વિકૃતિકરણ અને કરચલીઓ જેવી સમસ્યાઓ વધી શકે છે.

ડિહાઇડ્રેશન
દારૂ પીવાથી વારંવાર યુરિનેશનની જરૂર પડે છે, જેના કારણે તમને ડિહાઇડ્રેશન થઈ શકે છે. જેથી ડ્રાઈ સ્કિન, ડૂબી આંખો, સ્થિતિસ્થાપકતા ગુમાવવી અને સૂકા હોઠ પણ થઈ શકે છે.

પલ્ફી ચહેરો
આલ્કોહોલ હિસ્ટામાઇનના પ્રકાશનમાં વધારો કરે છે, જેના કારણે ત્વચાની નીચેની રક્તવાહિનીઓ વિસ્તરે છે. સામાન્ય રીતે, આના કારણે ત્વચા લાલ અથવા સોજો દેખાવા લાગે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news