પેટ્રોલ-ડીઝલના વધતા ભાવની ચિંતા છોડો, ફક્ત 62 રૂપિયે લીટરમાં મળશે હવે વૈકલ્પિક ઈંધણ!

કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ મોટું નિવેદન આપ્યું છે. 

 પેટ્રોલ-ડીઝલના વધતા ભાવની ચિંતા છોડો, ફક્ત 62 રૂપિયે લીટરમાં મળશે હવે વૈકલ્પિક ઈંધણ!

મુંબઈ: કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ વાહનોમાં ઈથેનોલને અન્ય ફ્યૂલની સરખામણીએ ઉત્તમ વિકલ્પ ગણાવતા તેના ઉપયોગ પર ભાર મૂક્યો છે. ગડકરીએ કહ્યું કે આવનારા દિવસોમાં 'ફ્લેક્સ-ફ્યૂલ એન્જિન' ફરજિયાત કરી દેવાશે. મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બેંકના એક કાર્યક્રમમાં બોલતા ગડકરીએ એક રશિયન ટેક્નિકનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેના દ્વારા પેટ્રોલ અને ઈથેનોલના 'કેલોરિફિક વેલ્યૂ' ને બરાબર કરી શકાય છે. ફ્લેક્સ ફ્યૂલ- ગેસોલીન, મેથનોલ કે ઈથેનોલના કોમ્બિનેશનથી બનેલું એક પ્રકારનું વૈકલ્પિક ઈંધણ છે. 

તો શું તમામ પેટ્રોલ પંપ ઈથેનોલ પંપમાં ફેરવાઈ જશે?
જો આમ બન્યું તો તમામ પેટ્રોલ પંપને ઈથેનોલ પંપોમાં ફેરવવામાં આવી શકે છે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ મહારાષ્ટ્ર સરકારને પશ્ચિમી મહારાષ્ટ્રમાં 100 ટકા ઈથેનોલ પર ચાલતી ઓટો રિક્ષાને પરમીશન આપવાની અપીલ કરી. આ બાજુ કેન્દ્ર સરકારે બુધવારે 2025 સુધીમાં 20 ટકા ડોપિંગ (પેટ્રોલ સાથે ઈથેનોલને મેળવવાનું સ્તર) મેળવવાના પોતાના લક્ષ્યાંક હેઠળ ડિસેમ્બરથી શરૂ થનારા વિપણન વર્ષ 2021-22 માટે પેટ્રોલમાં બ્લેન્ડિંગ માટે શેરડીમાંથી કાઢવામાં આવેલા ઈથેનોલની કિંમતમાં 1.47 રૂપિયા પ્રતિ લીટર સુધી વધારો કર્યો છે. 

આ કંપનીઓએ કરી લીધી છે તૈયારી
પેટ્રોલમાં ઈથેનોલના વધુ મિશ્રણથી ભારતને પોતાના ઓઈલ આયાત ખર્ચમાં ઘટાડો કરવામાં મદદ મળશે તથા શિરડીના ખેડૂતોની સાથે સાથે ખાંડની મિલનોને પણ લાભ થશે. વ્હીકલ મેન્યુફેક્ચરર કિર્લોસ્કર અને ટોયેટાના પ્રતિનિધિઓ સાથેની પોતાની હાલની બેઠકનો ઉલ્લેખ કરતા નીતિન ગડકરીએ કહ્યું કે તેમણે ફ્લેક્સ (લચીલા) એન્જિનવાળી કારો તૈયાર કરી છે. ફ્લેક્સનો અર્થ છે જેમાં 100 ટકા પેટ્રોલ કે ઈથેનોલનો ઉપયોગ થઈ શકે. જેને યુરો 6 માપદંડો પ્રમાણે બનાવવામાં આવ્યા છે. હું ફ્લેક્સ એન્જિન ફરજિયાત કરવા જઈ રહ્યો છું. 

આટલી હશે કિંમત
ગડકરીએ હળવા અંદાજમાં કહ્યું કે પેટ્રોલનો ઉપયોગ ન કરો. ઈંધણના વધતા ભાવ પર તમારે આંદોલન કરવાની જરૂર નથી. ઈથેનોલની કિમત 62 રૂપિયા હશે અને તે આયાતનો એક વિકલ્પ હશે અને તે સતત પ્રભાવી અને પ્રદૂષણમુક્ત છે. વાહનો માટે ગ્રીન ટેક્નોલોજીના ઉપયોગ પર ભાર મૂકતા ગડકરીએ કહ્યું કે દિલ્હીમાં એક લીલા રંગની હાઈડ્રોજન કારનો ઉપયોગ કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news