ભૂલથી બીજા ખાતામાં કે ખોટા નંબર પર પૈસા ટ્રાન્સફર થઈ જાય તો શું કરવું? જાણો

Digital Transaction: લોકો ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરતા સમયે ઘણું ધ્યાન રાખતા હોય છે. પરંતુ ઘણી વખતે ભૂલ થઈ જતી હોય છે. આ ભૂલથી તમારી મહેનતની કમાણી ખોટા એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જતી હોય છે. ત્યારે હવે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે, આ રૂપિયાને કઈ રીતે પરત લાવી શકાય છે.

ભૂલથી બીજા ખાતામાં કે ખોટા નંબર પર પૈસા ટ્રાન્સફર થઈ જાય તો શું કરવું? જાણો

Digital Transaction/ઝી બ્યૂરો, અમદાવાદઃ શું તમારાથી ક્યારેય ખોટા બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા છે, ડિજિટલ પેમેન્ટ ખોટા મોબાઈલ નંબર પર કર્યા છે. જો તમારી સાથે પણ આ પ્રકારની ઘટના બની છે તો આ સમાચાર તમારા માટે જ છે. ઘણી વખતે તમારી સાથે પણ આવુ થાય છે કે,ઓનલાઈન અથવા ડિજિટલ કોઈ વ્યક્તિને રૂપિયા ટ્રાન્સફર કરવા જાઓ અને તે રૂપિયા ખોટા વ્યક્તિના એકાઉન્ટમાં  ટ્રાન્સફર થઈ જતા હોય છે. આ રૂપિયાને પરત લેવા માટે ઘણી મગજમારી કરવી પડે છે. આ પ્રકારના ટ્રાન્ઝેક્શન માટે RBIએ Ombudsman Schemes 2021-22ની રિપોર્ટ જાહેર કરી છે. RBIના રિપોર્ટ મુજબ છેલ્લા એક વર્ષમાં ખોટા ડિજિટલ પેમેન્ટ અથવા ટ્રાન્ઝેક્શનની ઘણી ફરિયાદ આવી છે. ખોટા ટ્રાન્ઝેક્શનમાં પૈસા પરત ન કરવામાં સિસ્ટમ પાર્ટિસિપેન્ટ બેંકનો 6.1 ટકા રહ્યો છે. 

લોકો ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરતા સમયે ઘણું ધ્યાન રાખતા હોય છે. પરંતુ ઘણી વખતે ભૂલ થઈ જતી હોય છે. આ ભૂલથી તમારી મહેનતની કમાણી ખોટા એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જતી હોય છે. ત્યારે હવે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે, આ રૂપિયાને કઈ રીતે પરત લાવી શકાય છે.

બેંકને તરત માહિતી આપો-
જો તમે કોઈ ખોટા એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરો તો ત્યારે જ તમારે બેંકને આ મામલે માહિતી આપવી જોઈએ. કસ્ટમર કેરને ફોન કરીને તમામ જાણકારી આપવી જોઈએ. જો બેંક તમને ઈ-મેઈલ કરીને માહિતી આપવાનું કહે તો તે ઈમેઈલ પણ કરી દેવુ જોઈએ. બેંકને ટ્રાન્ઝેક્શનની તારીખ, સમય, એકાઉન્ટ નંબર સહિતની માહિતી આપી દેવી જોઈએ.

ખાતામાં સેવ કરાયેલી માહિતીને સુધારો-
તમે જેના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કર્યા છે, સૌપ્રથમ તે ચકાસી લો. એકાઉન્ટ નંબર અથવા IFSC કોડ ખોટો છે. તેની જાણકારી હોવી ખૂબ જરૂરી છે. જો તમને આ વિશે જાણકારી નથી તો પોતાની બેંકમાં જઈને બ્રાંચ મેનેજર સાથે સંપર્ક કરો. બેંક બ્રાંચ મેનેજરને ખોટા ટ્રાન્ઝેક્શન વિશે તમામ માહિતી આપો. અને આ રૂપિયા ક્યા ટ્રાન્સફર થયા છે, તેની તમામ માહિતી પોતાની પાસે રાખો. 

જો તમારા ખાતામાંથી રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર થયા છે તો તેને આવતા સમય લાગશે. આ પ્રકારના વ્યવહારને હલ કરવામાં કેટલિક વખત 2 મહિના સુધીનો પણ સમય લાગતો હોય છે. સાથે જ જે ખાતામાં રૂપિયા ટ્રાન્સફર થયા છે, તેમની સાથે સંપર્ક કરવાનો પણ પ્રયાસ કરવો જોઈએ. તેમની સહમતિથી જ તમને તમારા રૂપિયા પરત મળશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news