ભારતમાં બંધ થઇ રહી છે Payment App, ફટાફટ Deactivate કરો પોતાનું Account
અમારી સહયોગી zeenews.com ના અનુસાર દુનિયાના સૌથી મોટા પેમેંટ એપ્સમાં એક PayPal એ ભારતમાં પોતાનું લોકલ ઓપરેશનને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. એટલે કે ભારતમાં ઘરેલૂ ખરીદારી માટે તમે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકશે નહી.
Trending Photos
નવી દિલ્હી: હાલ ભારતમાં ડિજિટલ પેમેંટ (Digital Payment) યૂઝર્સ વધી રહ્યા છે. તમામ મોટી કંપનીઓ લોકોને ડિજિટલ પેમેંટ (Digital Payment) માટે પ્રોત્સાહિત કરી રહી છે. પરંતુ આ દરમિયાન એક મોટી પેમેંટ એપએ ભારતમાં પોતાની સેવા બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જાણકારોનું કહેવું છે કે એપ બંધ કરતાં પહેલાં તમને ફટાફટ પોતાનું એકાઉન્ટ પણ અહીંથી ડિએક્ટ્વિએટ કરી લેવું જોઇએ.
PayPal બંધ કરશે લોકલ ઓપરેશન
અમારી સહયોગી zeenews.com ના અનુસાર દુનિયાના સૌથી મોટા પેમેંટ એપ્સમાં એક PayPal એ ભારતમાં પોતાનું લોકલ ઓપરેશનને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. એટલે કે ભારતમાં ઘરેલૂ ખરીદારી માટે તમે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકશે નહી. કંપનીએ પોતાની ઘરેલૂ ચૂકવણી સેવાઓને 1 એપ્રિલથી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. તમે આંતરરાષ્ટ્રીય લેણદેણ માટે અત્યારે પણ PayPal નો ઉપયોગ કરી શકે છે.
પોતાનું એકાઉન્ટ ડિએક્ટિવેટ કરી લે
જાણકારોનું કહેવું છે કે જો PayPal માં તમારું કોઇ એકાઉન્ટ છે તો તેને ડિએક્ટિવેટ કરાવી શકે છે. પહેલાં PayPal ની સાઇટમાં જાવ. હવે અહીં સેટિંગ પર ક્લિક કરો Account options પર જાવ. અહીં તમારા બેંક એકાઉન્ટ નંબર નાખો. હવે નવા પેજ પર Close Account પર ક્લિક કરી દો. જો આ રીતે તમારું એકાઉન્ટ ડિએક્ટિવેટ થતું નથી તો ઇમેલ દ્રારા એકાઉન્ટ બંધ કરવા માટે કહેવામાં આવી શકે છે.
સમારોનું માનીએ તો દુનિયામાં PayPal ના 1909 દેશોમાં લગભગ 100 મિલિયન મેંબર એકાઉન્ટ છે. તે પહેલાં ખબર પડે છે કે આ વેબસાઇટ પર ભારતના જ નહી આખી દુનિયાના લોકો વિશ્વાસ કરે છે. PayPal એ ભારતમાં વર્ષ 2017થી કામ કરવાનું શરૂ કરી દીધું. PayPal એક વેબસાઇટ છે કે જેની મદદથી ઓનલાઇન પેમેંટ કરવામાં આવે છે. આ વેબસાઇટની મદદથી કોઇ પણ વ્યક્તિ સરળતાથી પૈસાની લેણદેણૅ આંતરરાષ્ટ્રીય સ્તર પર કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે