લીવ ઇનમાં રહેતી યુવતી ગર્ભવતી થતા પ્રેમી તરછોડીને ભાગી ગયો, નંબર મિત્રોને આપતો ગયો અને...

પ્રેમિકા અને અમદાવાદનો પ્રેમી છેલ્લા 3 માસથી લીવ ઇનમાં રહેતા હતા. જો કે બંન્નેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતુ જો કે લગ્ન પ્રુર્વે જ પ્રેમીએ તેનો ફોન અચાનક ઉપાડવાનો બંધ કરી દીધો હતો. આ અંગે મહિલા હેલ્પલાઇનમાં જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા સમાધાન કરાવીને પ્રેમિકાને સુરત ખાતેમોકલી આપવામાં આવી હતી. 

Updated By: Feb 5, 2021, 11:39 PM IST
લીવ ઇનમાં રહેતી યુવતી ગર્ભવતી થતા પ્રેમી તરછોડીને ભાગી ગયો, નંબર મિત્રોને આપતો ગયો અને...
પ્રતિકાત્મક તસવીર

સુરત: પ્રેમિકા અને અમદાવાદનો પ્રેમી છેલ્લા 3 માસથી લીવ ઇનમાં રહેતા હતા. જો કે બંન્નેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતુ જો કે લગ્ન પ્રુર્વે જ પ્રેમીએ તેનો ફોન અચાનક ઉપાડવાનો બંધ કરી દીધો હતો. આ અંગે મહિલા હેલ્પલાઇનમાં જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા સમાધાન કરાવીને પ્રેમિકાને સુરત ખાતેમોકલી આપવામાં આવી હતી. 

વંશવાદ યથાવત્ત: મોટા નહી પરંતુ ઘરડા માથા કપાયા, જો કે તેમના સંબંધીઓને ટિકિટ આપી સાચવી લેવાયા

સુરતમાં રહેતી એક યુવતી અમદાવાદમાં રહેતા બોયફ્રેન્ડ સની સાથે છેલ્લા 3 મહિનાથી લીવ ઇનમાં રહેતી હોવાનાં કારણે આવતી જતી હતી. બંન્ને વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાયા હતા. બંન્નેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. યુવતી ગર્ભવતી થઇ જતા તેણે પોતાના મિત્રને ફોન કર્યો હતો. સનીએ જો કે આ સમાચાર બાદ ફોન ઉપાડવાનું બંધ કર્યું હતું. ત્યાર બાદ પોતાના મિત્રને નંબરો આપી આ યુવતી સાથે અશ્લીલ વાતો કરવા અને ગાળો આપવા માટે જણાવ્યું હતું. 

ઠાસરાના ડાકોર કપડવંજ હાઇવે પર ટ્રકચાલક લૂંટાયો, મિનિટોમાં 31 લાખ રૂપિયાની લૂંટ થતા ચકચાર

જેથી યુવતીએ ગભરાઇને ગર્ભપાતની ગોળીઓ લઇ લીધી હતી. થોડા દિવસ બાદ યુવકે યુવતીને ફોન કરીને સમગ્ર ઘટનાક્રમ સાંભળ્યા બાદ અમદાવાદ બોલાવી હતી. અમદાવાદ આવેલી યુવતી સોનોગ્રાફી કરાવવા એકલી હોસ્પિટલે ગઇ હતી. જેથી ગુસ્સે ભરાયેલો યુવક હોસ્પિટલમાં ચપ્પુ લઇને ઘસી ગયો હતો. ગભરાયેલી યુવતીએ આખરે મહિલા હેલ્પલાઇનમાં ફોન કરીને મદદ માંગી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube