ભાજપના અનેક નેતાઓ અમારા સંપર્કમાં, ગમે ત્યારે અમારી સાથે જોડાઇ શકે તેવો કોંગ્રેસનો દાવો

સ્થાનિક સ્વરાજ અને મહાનગરપાલિકા ચૂંટણીએ તમામ રાજકીય પક્ષ ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે. જેમાં ભાજપે તમામ ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ત્યારે અમદાવાદમાં કોંગ્રેસે 48 વોર્ડમાંથી અમુક જ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ત્યારે કોંગ્રેસનાં ઉમેદવારની બીજી યાદી બહાર પડાઇ હતી. કોંગ્રેસનાં કેટલાક નેતાઓ દાવો કરી રહ્યા છે કે, ભાજપના નારાજ કાર્યકર્તાઓ અમારા સંપર્કમાં છે અને તેઓ ગમે ત્યારે કોંગ્રેસમાં આવી શકે છે. જો  તેઓ કોંગ્રેસમાં આવે તો તેમને યોગ્ય ન્યાય આપવામાં આવશે. 
ભાજપના અનેક નેતાઓ અમારા સંપર્કમાં, ગમે ત્યારે અમારી સાથે જોડાઇ શકે તેવો કોંગ્રેસનો દાવો

અમદાવાદ : સ્થાનિક સ્વરાજ અને મહાનગરપાલિકા ચૂંટણીએ તમામ રાજકીય પક્ષ ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે. જેમાં ભાજપે તમામ ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ત્યારે અમદાવાદમાં કોંગ્રેસે 48 વોર્ડમાંથી અમુક જ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ત્યારે કોંગ્રેસનાં ઉમેદવારની બીજી યાદી બહાર પડાઇ હતી. કોંગ્રેસનાં કેટલાક નેતાઓ દાવો કરી રહ્યા છે કે, ભાજપના નારાજ કાર્યકર્તાઓ અમારા સંપર્કમાં છે અને તેઓ ગમે ત્યારે કોંગ્રેસમાં આવી શકે છે. જો  તેઓ કોંગ્રેસમાં આવે તો તેમને યોગ્ય ન્યાય આપવામાં આવશે. 

કોંગ્રેસના નેતાઓનો દાવો છે કે, ભાજનપા કાર્યકરો તેમની પાર્ટીના નવા નિયમોને લઇને નારાજ છે. તેમની પાર્ટી દ્વારા મહત્વ નહી અપાતા અમારો સંપર્ક કરી રહ્યા છે. અમદાવાદનાં કેટલાક વિસ્તારોમાં કોંગ્રેસના ઉમેદવારોની પેનલ ન બે તો કોંગ્રેસ NCP જોડે ગઠબંધન કરી શકે છે. જો કે તેઓએ પણ દાવો કર્યો છે કે, ભાજપના કાર્યકર ્મારી સાથે જોડાય તો અમે મજબુત ઉમેદવારો તક આપી શકીએ છીએ. તેમાં કોંગ્રેસી કાર્યકરો પણ અમારો ચોક્કસ સાથ આપશે. તેઓ પણ પક્ષ મજબુત બને તેવો પ્રયાસ કરશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી હતી. જેમાં અનેક મોટા ઉમેદવારોના અને ખાસ કરીને મોટા માથાઓના નામ કપાતા ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. જો કે ભાજપ પોતાનાં વલણ પર અક્કડ છે. ત્યારે આ મોટા માથાઓ કોંગ્રેસમાં જોડાઇએ ભાજપને ડેમેજ કરી શકે તેવી શક્યતાઓ પણ છે. તેવામાં કોંગ્રેસનાં ઉમેદવારો એનસીપીમાં જાય તેવી વકીને ધ્યાને લેતા હાલ તો તમામ રાજકીય પક્ષોમાં ચલક ચલાણું જેવી સ્થિતી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news