One Plus નો કેમેરો જોઇ શકતો હતો કપડાંની આરપાર, કંપનીએ ભૂલથી ઓફર કરી દીધી હતી આટલી હાઇટેક ટેક્નોલોજી

Monochrome Filter:  કંપનીએ એક એવું કેમેરા ફિલ્ટર ઓફર કર્યું હતું જેને લોકો વચ્ચે હડકંપ મચાવી દીધો હતો. જો તમે આ વિશે જાણતા નથી તો આજે અમે તમને આ વિશે વિસ્તારપૂર્વક જણાવીએ. 

One Plus નો કેમેરો જોઇ શકતો હતો કપડાંની આરપાર, કંપનીએ ભૂલથી ઓફર કરી દીધી હતી આટલી હાઇટેક ટેક્નોલોજી

One Plus 8 Pro Monochrome Filter: ભારતમાં જ્યારે કોઇ નવો સ્માર્ટફોન લોન્ચ થાય છે તો કંપનીઓ પ્રયત્ન કરે છે કે તેમને સારામાં સારા ફીચર્સ ઓફર કરે. ઘણીવાર આ ફીચર્સ ગ્રાહકો માટે યૂઝફૂલ હોય છે તો ઘણીવાર તેનો કોઇપણ ઉપયોગ થતો નથી. જોકે ઘણીવાર કંપનીઓ પુરતા પ્રયત્ન કરવા છતાં પણ ફેલ થઇ જાય છે અને તેમના ફીચર્સમાં ગરબડી રહે છે. 

One Plus સાથે પણ આવું જ કંઇક થયું હતું ત્યારબાદ કંપનીને ઘણી સમસ્યા ઉભી થઇ હતી અને ખૂબ ટીકાનો સામનો કરવો પડ્યો હતો. જોકે કંપનીએ એક એવું કેમેરા ફિલ્ટર ઓફર કર્યું હતું જેને લોકો વચ્ચે હડકંપ મચાવી દીધો હતો. જો તમે આ વિશે જાણતા નથી તો આજે અમે તમને આ વિશે વિસ્તારપૂર્વક જણાવીએ. 

કપડાંની આરપાસ જોઇ શકતો હતો સ્માર્ટફોનનો કેમેરા
તમેન વિશ્વાસ નહી થાય પરંતુ એકવાર કંપનીએ વનપ્લસ 8 પ્રો સ્માર્ટફોનમાં એક એવું કેમેરા ફિલ્ટર ઓફર કરી દીધું હતું જેના લીધે કંપનીને ખૂબ ટીકાનો સામનો કરવો પડ્યો હતો. જોકે આ કેમેરા ફિલ્ટરનું નામ હતું મોનોક્રોમ અને તેમાં સમસ્યા હતી કે જ્યારે તમે તેની સામે કોઇ ઓબ્જેક્ટ રાખો છો તો કેમેરાની મદદથી તે ઓબ્જેક્ટની અંદરની વસ્તુ દેખાવવા લાગતી હતી.

એટલું જ નહી આ કેમેરા ફિલ્ટર આંશિકરૂપથી કપડાંની અંદર પણ જોઇ શકતો હતો. કંપનીએ રિવ્યૂ માટે જ્યારે લોકોને ફોન વહેંચવાના હતા તે દરમિયાન આ ભૂલ સામે આવી હતી. આ ભૂલને સુધારવા માટે કંપનીએ ઉતાવળમાં નવું અપડેટ જાહેર કરી દીધું અને લોકોને અપીલ કરી કે પોતાના સ્માર્ટફોનમાં નવું અપડેટ ડાઉનલોડ કરી લે. જ્યારે લોકોએ આ અપડેટને ડાઉનલોડ કર્યું ત્યારે આ કેમેરા ફિલ્ટરમાંથી છુટકારો મળ્યો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news