Amit Shah's Security Breach: ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં ચૂક, TRS નેતાએ કાફલા આગળ ઊભી રાખી દીધી કાર

Amit Shah's Hyderabad Visit: તેલંગણાના હૈદરાબાદમાં ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં ચૂકનો ગંભીર મામલો સામે આવ્યો છે. TRS નેતા શ્રીનિવાસે અમિત શાહના કાફલા આગળ પોતાની કાર રોકી. સુરક્ષાકર્મીઓએ જબરદસ્તીથી TRS નેતા શ્રીનિવાસની કારને હટાવી. જો કે હવે TRS નેતાનું કહેવું છે કે તેઓ તણાવમાં હતા.

Amit Shah's Security Breach: ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં ચૂક, TRS નેતાએ કાફલા આગળ ઊભી રાખી દીધી કાર

Amit Shah's Hyderabad Visit: તેલંગણાના હૈદરાબાદમાં ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં ચૂકનો ગંભીર મામલો સામે આવ્યો છે. TRS નેતા શ્રીનિવાસે અમિત શાહના કાફલા આગળ પોતાની કાર રોકી. સુરક્ષાકર્મીઓએ જબરદસ્તીથી TRS નેતા શ્રીનિવાસની કારને હટાવી. જો કે હવે TRS નેતાનું કહેવું છે કે તેઓ તણાવમાં હતા. કાર કાફલા આગળ અટકી ગઈ હતી. પોલીસકર્મીઓએ ટીઆરએસ નેતા શ્રીનિવાસની અટકાયત કરી છે. 

અમિત શાહના કાફલા આગળ ઊભી રાખી કાર
એવું કહેવાય છે કે ટીઆરએસ નેતા શ્રીનિવાસે હૈદરાબાદમાં ગૃહમંત્રી અમિત શાહના કાફલા સામે કાર ઊભી રાખી દીધી હતી. જો કે બાદમાં સુરક્ષાકર્મીઓએ તેમને અને તેમની કારને જબરદસ્તીથી ગૃહમંત્રી અમિત શાહના કાફલાના રસ્તેથી હટાવી દીધી. 

TRS નેતાએ આપ્યું આ કારણ
ટીઆરએસ નેતા શ્રીનિવાસે કહ્યું કે કાર આમ જ ઊભી રહી ગઈ. હું તણાવમાં હતો. હું પોલીસ અધિકારી સાથે વાત કરીશ. તેમણે કારમાં તોડફોડ કરી. હું જઈશ, આ બિનજરૂરી તણાવ છે. 

— Zee News (@ZeeNews) September 17, 2022

અત્રે જણાવવાનું કે ગૃહમંત્રી અમિત શાહ હૈદરાબાદ પ્રવાસે છે. અહીં અમિત શાહે હૈદરાબાદ મુક્તિ દિવસ પર આયોજિત સમારોહને સંબોધિત કરતા કહ્યું કે જો સરદાર પટેલ ન હોત તો હૈદરાબાદને મુક્ત કરાવવામાં અનેક વર્ષો વીતી જાત. તેમણે કહ્યું કે સરકાર પટેલ જાણતા હતા કે જ્યાં સુધી નિઝામના રઝાકારોને હરાવવામાં નહીં આવે ત્યાં સુધી અખંડ ભારતનું સપનું સાકાર થશે નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news