12 મિનિટમાં 50% ચાર્જિંગ, ભારતમાં Realme સૌથી દમદાર ફોન લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
Realme GT Neo 3T સ્માર્ટફોન લોન્ચ કરી દેવામાં આવ્યો છે. નવો GT Neo 3T ભારતમાં સૌથી સસ્તો સ્માર્ટફોન છે જે 80W ફાસ્ટ ચાર્જિંગ સાથે આવે છે, તે માત્ર 12 મિનિટમાં 50 ટકા સુધી ફોન ચાર્જ કરી શકે છે.
Trending Photos
નવી દિલ્હીઃ Realme એ આખરે ભારતીય બજારમાં Realme GT Neo 3T સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. નવો GT Neo 3T ભારતનો સૌથી સસ્તો સ્માર્ટફોન છે જે 80W ફાસ્ટ ચાર્જિંગની સાથે આવ્યો છે, અને તે માત્ર 12 મિનિટમાં 50% સુધી ફોન ચાર્જ કરી શકે છે. સ્માર્ટફોનને જૂનમાં ગ્લોબલી લોન્ચ કરવામાં આવ્યો હતો. GT Neo 3T ની ખાસિયત તેમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 870 પ્રોસેસર અને 8જીબી રેમ છે. તેમાં 120Hz AMOLED ડિસ્પ્લે, 64MP કેમેરા સેટઅપ છે. તે ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ 2022 દરમિયાન ભારે છૂટની સાથે ભારતમાં સેલ કરવામાં આવશે.
Realme GT Neo 3T: ભારતમાં કિંમત, લોન્ચ ઓફર અને ઉપલબ્ધતા
ભારતમાં GT Neo 3T ને ત્રણ કોન્ફિગરેશનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ત્રણેય વેરિએન્ટની કિંમત.
6GB + 128GB વેરિએન્ટની કિંમત 29,999 રૂપિયા
8GB + 128GB ની કિંમત 31,999 રૂપિયા
8GB + 256GB ની કિંમત 33,999 રૂપિયા
The #realmeGTNeo3T has:
👉80W SuperDart Charge
👉Snapdragon 870 5G
👉120Hz E4 AMOLED display
Available in
👉6GB+128GB, ₹29,999
👉8GB+128GB, ₹31,999
👉8GB+256GB, ₹33,999
Offers up to ₹7000 on 1st sale at 12 PM, 23rd Sept. on https://t.co/HrgDJTI9vv & @Flipkart#NEOSpeedAwakens pic.twitter.com/qkjtVS80cI
— realme (@realmeIndia) September 16, 2022
રિયલમી જીયો નિયો 3ટીનો પ્રથમ સેલ 23 સપ્ટેમ્બરથી એક્સક્લુસિવ રીતે ફ્લિપકાર્ટ અને રિયલમી સ્ટોર પર શરૂ થશે. લોન્ચ ઓફર હેઠળ રિયલમી Flipkart Big Billion Days દરમિયાન એક્સિસ અને આઈસીઆઈસીઆઈ બેન્ક કાર્ડ પર 7000 રૂપિયા સુધીની છૂટ આપવામાં આવી રહી છે.
ડિસ્કાઉન્ટ બાદ સ્માર્ટફોનના ત્રણેય વેરિએન્ટની કિંમત 22,999 રૂપિયા, 24,999 રૂપિયા અને 26999 રૂપિયા થઈ જશે. Realme GT Neo 3T ત્રણ કલર ઓપ્શન- ડ્રિફ્ટિંગ વ્હાઇટ, ડેશ યેલો અને શેડ બ્લેકમાં આવે છે.
Realme GT Neo 3T સ્પેસિફિકેશન અને ફીચર્સ
GT Neo 3T માં 6.62 ઇંચની ફુલ HD+ AMOLED ડિસ્પ્લે પેલન છે, જેમાં 120Hz રિફ્રેશ રેટ, 360Hz ટચ સ્પેલિંગ રેટ છે. ડિસ્પ્લમાં પેલન પંચ હોલ નોચ છે અને તેમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 પ્રોટેક્શન પણ છે.
જીટી નિયો સિરીઝના સ્માર્ટફોનમાં ઓક્ટા-કોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 870 પ્રોસેસર છે. સ્માર્ટફોન Android 12 પર આધારિત Realme ના Realme UI 3.0 ની સાથે પ્રી-લોડેડ આવે છે. Realme GT Neo 3T 5000mAh ની બેટરી અને 80W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટથી લેસ છે. આ ચાર્જિંગ અને ડેટા ટ્રાન્સફર માટે ટાઈપ-સી પોર્ટ પર નિર્ભર છે.
નિયો 3ટી ત્રિપલ રિયર કેમેરા સેટઅપ છે, જેમાં 64MP નું પ્રાઇમરી શૂટર, 8MPનો અલ્ટ્રા-વાઇડ એન્ગલ લેન્સ, 2MP નો મેક્રો સેન્સર અને એક એલઈડી ફ્લેશ છે. જીટી સિરીઝ સ્માર્ટફોનમાં વીડિયો કોલિંગ અને સેલ્ફી માટે 16MP નો ફ્રંટ શૂટર સપોર્ટ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે