મોબાઈલમાંથી અગત્યની ફાઈલ ડિલિટ થઈ ગઈ છે? આ ટિપ્સથી તમામ ડોક્યુમેન્ટ મળશે પરત!

કોમ્પ્યુટર સિસ્ટમની જેમ હવે મોબાઈલમાં પણ રિસાયકલ બિન ઉપ્લબ્ધ છે. કોઈ પણ ફાઈલ મોબાઈલમાંથી ડિલિટ થઈ ગઈ હોય તો હવે ચિંતાની જરૂર નથી. રિસાયકલ બિનની એપ ડોઉનલોડ કરો અને તમામ ફાઈલ પરત મેળવો. 

મોબાઈલમાંથી અગત્યની ફાઈલ ડિલિટ થઈ ગઈ છે? આ ટિપ્સથી તમામ ડોક્યુમેન્ટ મળશે પરત!

નવી દિલ્લીઃ કોમ્પ્યુટરમાં એક ફોલ્ડર ખુબ જ મહત્વનું હોય છે. અને છે રિસાયકલ બિન. જે પણ ફાઈલ ડિલિટ કરી હોય તે તમામ ફાઈલ રિસાયકલ બિનમાં આવે છે. રિસાયકલ બિનમાં આવેલી ફાઈલને જો પાછી મેળવવી હોય તો તે પણ શક્ય છે. પરંતુ જો રિસાયકલ બિનમાંથી પણ ડિલિટ કરો તો તે ફાઈલ હંમેશા માટે ડિલિટ થઈ જાય છે. આ રિસાયકલ બિનની મુખ્ય ભૂમિકા છે. જે અત્યાર સુધી માત્ર કોમ્પ્યુટર સિસ્ટમ કે પછી લેપટોપમાં જ મળતી હતી. પરંતુ હવે આ સુવિધા આપના સ્માર્ટફોનમાં પણ ઉપ્લબ્ધ છે.

કોમ્પ્યુટર સિસ્ટમની જેમ હવે મોબાઈલમાં પણ રિસાયકલ બિન ઉપ્લબ્ધ છે. કોઈ પણ ફાઈલ મોબાઈલમાંથી ડિલિટ થઈ ગઈ હોય તો હવે ચિંતાની જરૂર નથી. રિસાયકલ બિનની એપ ડોઉનલોડ કરો અને તમામ ફાઈલ પરત મેળવો. કોમ્પ્યુટરની જેમ સ્માર્ટફોનમાં પણ રિસાયકલ બિનનું ફીચર જોઈએ તો સૌથી પહેલા આ ગુગલ પ્લે સ્ટોરમાં જાઓ. અને રિસાયકલ બિન સર્ચ કરશો તો  આપને ઘણી બધી એપ્સ મળશે. રિસાયકલ બિનની એપની ખાસ વાત એ છે કે તેમા પણ કોમ્પ્યુટરની જેમ જ કોઈ પણ ફાઈલ ડિલિટ કરી હશે તો તે રિસાયકલ બિનમાં જતી રહેશે. તે પરંમન્ટ ડિલિટ નહીં થાય.

આ સાથે જ એપમાં ઘણા બધા ફીચર્સ એડ કરવામાં આવ્યા છે. જેનો ઉપયોગ કરવાથી કામ સરળ બની જશે. રિસાયકલ બિનમાં કોઈ ફાઈલ કે ફોલ્ડર શેર કરવાના ઓપ્શન પણ છે. જયારે તમે ગુગલ પ્લે સ્ટોરમાં રિસાઈકલ બિન સર્ચ કરશો ત્યારે ‘ડમ્પસ્ટર’ નામની એપ અને ‘રિસાઈકલ બિન’ એપ આવશે. આ બંને એપ સારી છે. ફોનમાં રિસાઈકલ બિનનું આઇકોન પણ કોમ્પ્યુટર જેવું જ છે. સામાન્ય રીતે કોમ્પ્યુટરના રિસાઈકલ બિનમાં ડિલિટ થયેલી ફાઈલ પાછી નથી આવતી. પણ આમાં એવું નથી. તમે ડિલિટ કરેલી ફાઈલને રિ-સ્ટોરના ઓપ્શનમાં જઈને ફરીવાર લાવી શકો છો.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news