Reliance AGM 2023: ખુશખબર...આ તારીખે લોન્ચ થશે જિયો એર ફાઈબર, મુકેશ અંબાણીએ કરી જાહેરાત, જાણો વિગતો

Reliance AGM Live માર્કેટ કેપ દ્વારા દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભા (AGM) શરૂ થઈ ગઈ છે.મુકેશ અંબાણીએ કહ્યું કે Jio Airfiber માટે દરરોજ 150,000 કનેક્શન આપી શકાય છે. તેના લોન્ચિંગની તારીખની જાહેરાત પણ કરી. 

Reliance AGM 2023: ખુશખબર...આ તારીખે લોન્ચ થશે જિયો એર ફાઈબર, મુકેશ અંબાણીએ કરી જાહેરાત, જાણો વિગતો

Reliance AGM: માર્કેટ કેપ દ્વારા દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભા (AGM)ને RILના ચેરમેન મુકેશ અંબાણીએ આજે સંબોધિત કરી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ 46મી એજીએમની શરૂઆત કરી હતી. મુકેશ અંબાણીએ 15 ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનને ટાંક્યું હતું. આ સાથે શેરધારકોને સંબોધનમાં મુકેશ અંબાણીએ ચંદ્રયાન-3ની સફળતાનો ઉલ્લેખ કર્યો છે.  

નવી રિલાયન્સ ભારતના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ 
સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણનો ઉલ્લેખ કરતા મુકેશ અંબાણીએ કહ્યું કે નવું ભારત અટકતું નથી, થાકતું નથી અને હારતું નથી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પોતાના ગ્રહ, પૃથ્વી, દેશ અને કંપનીના તમામ રોકાણકારોનું ધ્યાન રાખે છે. નવી રિલાયન્સ ભારતના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છે.

Jio માટે રૂ. 1 લાખ કરોડનું રોકાણ લક્ષ્ય
RILના CMD મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે કંપની Jio માટે 1 લાખ કરોડ રૂપિયાના રોકાણનો લક્ષ્યાંક ધરાવે છે. Jio એ ન્યૂ ઈન્ડિયાના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનનું પ્રતીક છે અને તેણે તેના ધ્યેય તરફ મોટું પગલું ભર્યું છે. Jio 5G નું રોલઆઉટ એ વિશ્વની કોઈપણ કંપની દ્વારા સૌથી ઝડપી 5G રોલઆઉટ છે.

રિલાયન્સે 10 વર્ષમાં $150 બિલિયનનું રોકાણ કર્યું
મુકેશ અંબાણીએ કહ્યું કે રિલાયન્સે છેલ્લા 10 વર્ષમાં $150 બિલિયનનું રોકાણ કર્યું છે. 'અમે મોટે ભાગે અશક્ય લાગતા લક્ષ્યાંકો નક્કી કર્યા છે અને તેમને હાંસલ કર્યા છે.' તેમણે કહ્યું કે આ વિશ્વભરના અગ્રણી વ્યવસાયોની બરાબર છે.

જિયો એરફાઈબર લૉન્ચ તારીખની જાહેરાત થઈ
મુકેશ અંબાણીએ કહ્યું કે Jio Airfiber માટે દરરોજ 150,000 કનેક્શન આપી શકાય છે. તેના લોન્ચિંગની તારીખની જાહેરાત કરતા તેમણે કહ્યું કે Jio Airfiber 19 સપ્ટેમ્બરે લોન્ચ થશે. આ દિવસે ગણેશ ચતુર્થી પણ છે. અત્રે જણાવાનું કે જિયો એર ફાઈબર, 5જી નેટવર્ક અને સારી વાયરલેસ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઘરો અને ઓફિસોમાં વાયરલેસ બ્રોડબેન્ડ સર્વિસ આપશે. દૂરસંચારના ક્ષેત્રમાં જિયો એર ફાઈબર આવવાથી અનેક ફેરફાર જોવા મળી શકે છે. 

શાનદાર કનેક્ટિવિટી
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીની સામાન્ય સભામાં મુકેશ અંબાણીએ કહ્યું કે 1 કરોડથી વધુ પરિસર અમારી ઓપ્ટિકલ ફાઈબર સર્વિસ જિયો ફાઈબર સાથે જોડાયેલા છે. હજુ પણ લાખો પરિસર એવા છે જ્યાં વાયર કનેક્ટિવટી આપવી મુશ્કેલ છે. જિયો એર ફાઈબર આ મુશ્કેલી સરળ બનાવશે. તેના દ્વારા અમે 20 કરોડ ઘરો અને પરિસરો સુધી પહોંચવાની આશા રાખી રહ્યા છીએ. જિયો એર  ફાઈબર આવવાથી દરરોજ જિયો 1.5 લાખ નવા ગ્રાહકોને જોડી શકશે. 

જિયોનું શાનદાર નેટવર્ક
અત્રે જણાવવાનું કે જિયોનું ઓપ્ટિકલ ફાઈબર ઈન્ફ્રાસ્ટ્રક્ચર સમગ્ર ભારતમાં 15 લાખ કિમી સુધી ફેલાયેલું છે. ઓપ્ટિકલ ફાઈબર પર ગ્રહકો સરેરાશ પ્રતિ મહિને 280 જીબીથી વધુ ડેટાનો ઉપયોગ કરે છે. જે જિયોના પ્રતિ વ્યક્તિ મોબાઈલ ડેટાના વપરાશથી 10 ગણો વધુ છે. આ વાર્ષિક સામાન્ય સભામાં જિયો એર ફાઈબરની સાથે જ જિયો 'ટ્રુ 5જી ડેવલપર પ્લેટફોર્મ' અને જિયો 'ટ્રુ 5જી લેબના લોન્ચ'ની પણ જાહેરાત કરવામાં આવી. 

જાણો Jio Air Fiberની ખાસ વિશેષતાઓ
મુકેશ અંબાણીએ કહ્યું કે 9 મહિનામાં 96 ટકા ગામડાઓમાં Jio સેવાઓ ઉપલબ્ધ થશે. ભારતના વિકાસમાં Jio 5G અને Jio Bharatનો મોટો ફાળો રહેશે. Jio Air Fiber આ એપિસોડમાં એક મોટું ગેમચેન્જર હશે - તેની ખાસ વિશેષતાઓ

• 20 કરોડ ઘરો અને પરિસર સુધી પહોંચવાની યોજના
• દરરોજ 1.5 લાખ કનેક્શન લગાવવામાં આવશે.
• આકાશ અંબાણીએ 'Jio True 5G ડેવલપર પ્લેટફોર્મ' અને 'Jio True 5G લેબ' લોન્ચ કરવાની જાહેરાત કરી
• Jioનું ઓપ્ટિકલ ફાઈબર ઈન્ફ્રાસ્ટ્રક્ચર 1.5 લાખ કિલોમીટરમાં ફેલાયેલું છે

 લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news