વાત ઝેરીલા સુલ્તાનની જેણે મંદિર તોડી બનાવી દરગાહ, 500 વર્ષ બાદ મોદીએ ફરકાવી ધજા
કહેવામાં આવે છે કે મોહમંદ બેગડાની ભૂખ રાક્ષસી હતી. તે એક દિવસમાં 35 કિલો ભોજન કરતો હતો. તેમાં મિઠાઇ, મીઠા ભાત અને મધ અને માખણનો સમાવેશ થાય છે. મોહમંદ બેગડા એક દિવસમાં 12 ડઝનથી વધુ કેળા ખાતો હતો.
Trending Photos
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે ગુજરાતના પાવાગઢ મંદિરમાં મહાકાલી માતાના મંદિરમાં 500 વર્ષ ધજા ફરકાવી છે. મૂળ મંદિર 11મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. 15મી સદીમાં તેના શિખરને મોહમંદ બેગડાએ નષ્ટ કરી દીધું હતું. મંદિરની ઉપર પીર સદનશાહની દરગાહ બનેલી છે. મોહમંદ બેગડા ઝેરીલા સુલ્તાન નામે પણ ઓળખાતો હતો. મોહમંદ બેગડા ગુજરાતનો છઠ્ઠો સુલ્તાન હતો. તેનું પુરૂ નામ અબુલ ફત નાસિર-ઉદ-દીન મોહમંદ શાહ પ્રથમ હતું. 13 વર્ષની ઉંમરમાં તે ગાદીએ બેઠ્યો હતો અને 52 વર્ષ (1459-1511 ઇ.સ) રાજ કર્યું. કટ્ટર ઇસ્લામી શાસક બેગડા ઝેર ખાવા માટે અને રાક્ષસી ભોજનનો શોખીન હતો.
મોહમંદ બેગડા ગુજરાતના સૌથી શક્તિશાળો શાસકોમાંથી એક હતો. ખૂબ ઓછા સમયમાં જૂનાગઢ અને પાવાગઢ જેવા વિસ્તારો પર તેણે કબજો જમાવી લીધો હતો. કહેવામાં આવી રહ્યું છે કે જીત પ્રાપ્ત કર્યા બાદ બંદી રાજા પાસે તે ઇસ્લામ કબૂલ કરાવતો હતો અને જો ના પાડે તો મોતને ઘાટ ઉતારી દેતો હતો.
મોહમંદ બેગડા પર પોતાના શાસનમાં પાવાગઢ પહાડી પર સ્થિત મહાકાલી મંદિર અને દ્રારકા મંદિર તોડાવવાનો આરોપ છે. 1472 માં મોહમંદ બેગડાએ જ દ્રારકા મંદિરને તોડવાનો આદેશ આપ્યો હતો, જેથી લોકોની આસ્થા હિંદુ ભગવાન પરથી ઓછી થઇ જાય. જોકે 15મી સદીમાં તેને ફરીથી બનાવવામાં આવ્યું.
મોહમંદ બેગાડી ઉપાધિ ગિરનાર જૂનાગઢ અને ચંપાનેર કિલ્લાને જીતવા બાદ મળી હતી. તેના રાજમાં અનેક અરબી-ગ્રંથો અને ફારસીમાં અનુવાદ કરવામાં આવ્યા હતા. તેના દરબારી કવિ ઉદયરાજ હતા, જે સંસ્કૃત કવિ હતા.
પોર્ટુગલ યાત્રી બાબોસા મોહમંદ બેગડાના શાસન દરમિયાન ગુજરાત આવ્યા હતા. બબોસાએ પોતાના પુસ્તક 'ધ બુક ડ્યૂરેટ બાબોસા વોલ્યૂમ 1' માં લખ્યું હતું કે બેગડાને બાળપણથી ઝેર પીવડાવવામાં આવ્યું હતું, કારણે કે તેના પિતા ઇચ્છતા ન હતા કે કોઇ તેને ઝેર આપીને મારી ન શકે.
બાળપણમાં બેગડાને ભોજનની સાથે ઓછી માત્રામાં ઝેર પણ આપવામાં આવતું હતું, જેથી તેને નુકસાન ન થાય. પછી મોહમંદ બેગડાનું શરીર ઝેરી બની ગયું. તે દરમિયાન મોહમંદ બેગડાના શરીર બેસનાર મચ્છર પણ મરી જતો હતો.
ઇટાલિયન યાત્રી લુડોવિકો ડિ વર્થેમાના પુસ્તક 'ઇટિનેરારિયો ડી લુડોઇકો ડી વર્થેમા બોલોગ્રીઝ' માં ઝેર ખાવાની વાતનો ઉલ્લેખ છે. વર્થેમા લખે ચે કે જ્યારે પણ મોહમંદ બેગડાએ કોઇ મારવા આવતું હતું તો તે વ્યક્તિના કપડાં ઉતરાવીને પાન ખાતા હતા અને થોડીવાર પછી તે વ્યક્તિ પર થૂંકતા હતા. અડધા કલાક બાદ તે વ્યક્તિનું મોત થઇ જતું હતું.
મોહમંદ બેગડાની મૂંછો પણ ખૂબ ચર્ચામાં રહી. તેને લઇને પોટુગલના પ્રવાસીઓ કહે છે કે તેની મૂંછો એટલી લાંબી અને રેશમી હતી કે તે તેને સાફાની માફક તેને પોતાના માથા પર બાંધતો હતો. કમર સુધી લાંબી દાઢીને તે ખૂબ સારી માનવો હતો તેના મંત્રીમંડળમાં એવા લોકોને મહત્વ આપતો હતો જેની મૂંછો અને દાઢી ખૂબ લાંબી હતી.
કહેવામાં આવે છે કે મોહમંદ બેગડાની ભૂખ રાક્ષસી હતી. તે એક દિવસમાં 35 કિલો ભોજન કરતો હતો. તેમાં મિઠાઇ, મીઠા ભાત અને મધ અને માખણનો સમાવેશ થાય છે. મોહમંદ બેગડા એક દિવસમાં 12 ડઝનથી વધુ કેળા ખાતો હતો. સ્પષ્ટ છે કે આ વાતોને વધારી ચઢાવીન કહેવામાં આવી છે, પરંતુ મોહમંદ બેગડાની ભૂખ તો આવી જ હતી જેના લીધે આવી ઘણી કહાનીઓ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે