Jio નું સુપર બચત રિચાર્જ, 20 રૂપિયા ઓછા આપીને મળશે 42GB વધુ ડેટા
જિયોની પાસે અલગ-અલગ કિંમતવાળા અનેક રિચાર્જ પ્લાન હાજર છે. કિંમત પ્રમાણે તેના ફાયદા પણ અલગ છે, પરંતુ કેટલાક એવા પ્લાન છે, જેની કિંમતમાં થોડું અંતર છે પરંતુ બેનિફિટ્સમાં વધુ અંતર છે.
Trending Photos
નવી દિલ્હીઃ રિલાયન્સ જિયો (Reliance Jio) ની પાસે-પાસે અલગ-અલગ કિંમતના અનેક રિચાર્જ પ્લાન હાજર છે. કિંમત પ્રમાણે તેના ફાયદા પણ અલગ છે. પરંતુ કંપનીના કેટલાક એવા પ્લાન છે, જેની કિંમતમાં થોડું અંતર છે, પરંતુ તેમાં મળનાર બેનિફિટ્સમાં ઘણો તફાવત હોય છે. અહીં અમે તમને જિયોના એક રિચાર્જ પ્લાન વિશે જણાવી રહ્યાં છીએ, જેમાં 20 રૂપિયા ઓછા આપીને તમને એક્સ્ટ્રા 42 જીબી ડેટા મળી જશે.
જિયોનો 719 રૂપિયાનો પ્લાન
જિયોના આ પ્લાનમાં દરરોજ 2જીબીના ડેટાની સાથે 84 દિવસની વેડિડિટી મળે છે. અનલિમિટેડ વોઇસ કોલિંગની સાથે દરરોજ 100 એસએમએસ મળે છે. અન્ય બેનિફિટ્સની વાત કરીએ તો ત્રણેય જિયો પ્લાન્સની સાથે જિયો ટીવી, જિયો સિક્યોરિટી, જિયો સિનેમા અને જિયો ક્લાઉડનું ફ્રી એક્સેસ મળે છે.
જિયોનો 739 રૂપિયાનો પ્લાન
આ પ્લાન 84 દિવસની વેલિડિટીસાથે આવે છે અને તેમાં 1.5 જીબી દૈનિક ડેટાની સાથે કુલ 126જીબીનો ડેટા સામેલ છે. એકવાર દૈનિક ડેટા સમાપ્ત થયા બાદ સ્પીડ 64 કેબીપીએસ પર અનલિમિટેડ ડેટા ખતમ થઈ જશે. સાથે યૂઝર્સને અનલિમિટેડ કોલિંગનો લાભ મળશે અને દરરોજ 100 એસએમેસ મળશે. આ પ્લાન જિયો સાવન પ્રો, જિયો ટીવી, જિયો સિનેમા, જિયો સિક્યોરિટી અને જિયો ક્લાઉડની સાથે-સાથે અલગ-અલગ જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે.
20 રૂપિયા ઓછા આપી મેળવો 42જીબી ડેટા
જો આપણે બંને પ્લાન્સની તુલના કરીએ તો 20 રૂપિયા ઓછા આપી તમને 42જીબી ડેટા મળી શકે છે. 719 રૂપિયાવાળા પ્લાનમાં 84 દિવસ સુધી 2જીબી ડેટા મળે છે એટલે કે તમને 168 જીબી ડેટા મળે છે. તો 739 રૂપિયાના પ્લાનમાં 1.5 જીબી ડેટા મળે છે, તેમાં તમને 126 જીબી ડેટા મળે છે. આ પ્રમાણે જોવામાં આવે તો તમને 20 રૂપિયા ઓછા આપીને 42 જીબી ડેટા મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે