Royal Enfield Classic 350 નું નવું જનરેશન મોડલ જલદી થશે લોન્ચ, મળશે આ નવા ફીચર્સ
હાઈ પર્ફોર્મેન્સ બાઈક બનાવતી દેશની અગ્રણી ટુ-વ્હીલર ઉત્પાદક કંપની રોયલ એનફિલ્ડ, પોતાની નવી જનરેશનની ક્લાસિક 350 (Classic 350) લોન્ચ કરવા માટે તૈયાર છે. રિપોર્ટ અનુસાર, લાંબી રાહ જોયા બાદ રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 બાઈક આગામી 31 ઓગસ્ટના રોજ બજારમાં વેચાણ માટે લોન્ચ થઈ શકે છે. દેશની સિલેક્ટેડ ડીલરશીપ પર પણ બાઈકની બિનસત્તાવાર બુકિંગ શરૂ થઇ ગઈ છે. આપને જણાવી દઈએ કે ક્લાસિક 350 કંપનીનું સૌથી વધુ વેચાતું મોડલ છે.
Trending Photos
નવી દિલ્લીઃ હાઈ પર્ફોર્મેન્સ બાઈક બનાવતી દેશની અગ્રણી ટુ-વ્હીલર ઉત્પાદક કંપની રોયલ એનફિલ્ડ, પોતાની નવી જનરેશનની ક્લાસિક 350 (Classic 350) લોન્ચ કરવા માટે તૈયાર છે. રિપોર્ટ અનુસાર, લાંબી રાહ જોયા બાદ રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 બાઈક આગામી 31 ઓગસ્ટના રોજ બજારમાં વેચાણ માટે લોન્ચ થઈ શકે છે. દેશની સિલેક્ટેડ ડીલરશીપ પર પણ બાઈકની બિનસત્તાવાર બુકિંગ શરૂ થઇ ગઈ છે. આપને જણાવી દઈએ કે ક્લાસિક 350 કંપનીનું સૌથી વધુ વેચાતું મોડલ છે. હવે કંપની આ મોટરસાઈકલનું નેક્સ્ટ જનરેશન મોડલ લોન્ચ કરશે. જોકે કંપનીએ આ બાઈકના લોન્ચિંગ અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરી નથી. નવા 2021 રોયલ એનફિલ્ડ ક્લાસિક 350ની ડિઝાઈન હાલના મોડલની સરખામણીએ તદ્દન નવી હશે. જાહેર કરેલી તસ્વીરો મુજબ આ બાઈકમાં Meteor 350નું સ્ટાઈલ એલિમેન્ટ જોવા મળી શકે છે.
પહેલા કરતા આરામદાયક હેન્ડલિંગ:
પાવર માટે, બાઈકમાં નવું 348cc, સિંગલ-સિલિન્ડર, એર-કૂલ્ડ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ એન્જિન 19.2 hpનો પાવર અને 27 Nmનો ટોર્ક જનરેટ કરે છે. તેમાં નવું 5-સ્પીડ ગિયરબોક્સ પણ આપવામાં આવ્યું છે. નવી મોટરસાઈકલ વર્તમાન મોડલ કરતા થોડો વધારે પાવર મેળવશે. તસ્વીરો દર્શાવે છે કે નવા 2021 ક્લાસિક 350માં જોવા મળતી ઈન્ડિકેટર લાઈટ્સની ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, નવી મોટરસાઈકલમાં LED લાઈટ મળી શકે છે. હેલોજન લાઈટ વર્તમાન મોડલમાં ઉપલબ્ધ છે. નવી 2021 રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 કંપનીના નવા જે પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે. આ બાઈક સિંગલ ડાઉનટ્યૂબ ફ્રેમને બદલે ટ્વિન ડાઉનટ્યૂબ ફ્રેમ પર તૈયાર કરવામાં આવી છે. આ કારણે બાઈકની સાઈડ પ્રોફાઇલ પહેલા કરતા સારી દેખાય છે. આ ફ્રેમનો ઉપયોગ કંપનીના મિટીઓર 350માં પણ કરવામાં આવ્યો હતો, જે ગયા વર્ષે નવેમ્બરમાં લોન્ચ કરવામાં આવી હતી. આ કારણે બાઇકનું હેન્ડલિંગ અને પરફોર્મન્સ પહેલા કરતા વધુ સારું બન્યું છે.
ક્લાસિક 350 નવી જનરેશન મોડલમાં બેલેન્સર શાફ્ટ ઉમેરવામાં આવ્યું છે, જેના કારણે બાઈકનું વાઈબ્રેશન ઓછું થયું છે. આ રાઈડરને આ બાઈકમાં વર્તમાન મોડલ કરતાં વધુ સારી સવારીનો અનુભવ કરાવે છે. જો કે, નવી બાઈક સંપૂર્ણપણે તેની પરંપરાગત ડિઝાઇન પર આધારિત છે. પરંતુ તેમાં કેટલાક મોટા ફેરફારો જોવા મળશે. તેમાં ક્રોમ બેઝલ્સ સાથે રેટ્રો-સ્ટાઈલ્ડ સર્ક્યુલર હેડલેમ્પ્સ, ટીયર ડ્રોપ શેપમાં ફ્યુઅલ ટેન્ક, રાઉન્ડ શેપ રીઅર વ્યૂ મિરર્સ, ક્રોમ પ્લેટેડ એક્ઝોસ્ટ (સાઇલેન્સર) અને આકર્ષક ફેન્ડર્સ આપવામાં આવ્યા છે. સાઈડ પેનલ અને ફ્યુઅલ ટેન્કમાં સી આકારના ગ્રાફિક્સ આપવામાં આવ્યા છે, જ્યારે ફેન્ડરમાં નવી સ્ટ્રીપ્સ આપવામાં આવી છે.
ટ્રિપર નેવિગેશન સહિતના ફીચર્સ:
રિપોર્ટ અનુસાર, 2021ની રોયલ એનફિલ્ડ ક્લાસિક 350માં ફ્યુઅલ ગેજ, ઓડોમીટર અને ટ્રિપર નેવિગેશન પોડ વિશેની માહિતી માટે ડિજિટલ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. RE Meteor 350 બાઈકમાં કંપની આ ફીચર્સ આપી ચૂકી છે. રોયલ એનફિલ્ડની ટ્રિપર નેવિગેશન સિસ્ટમને રોયલ એનફિલ્ડ એપ દ્વારા સ્માર્ટફોન સાથે જોડાયેલા હોય ત્યારે ટર્ન બાય ટર્ન નેવિગેશન બતાવે છે. 2021 રોયલ એનફિલ્ડ ક્લાસિક 350ને મિટીઓર 350ની જેમ સેમી-ડિજિટલ સ્પીડોમીટર સાથે ટ્રિપર ડિસ્પ્લે મળે છે. આ સુવિધાની મદદથી રાઇડર નેવિગેશન કરી શકે છે. આ ડિસ્પ્લે ટર્ન બાય ટર્ન દિશા વિશે માહિતી આપે છે. ટ્રીપર નેવિગેશન ગૂગલ સાથે કનેક્ટેડ રહેશે. આવી સ્થિતિમાં, કોઈપણ રાઈડર માર્ગ ગુમાવ્યા વિના સરળતાથી કોઈ પણ અજાણી જગ્યાએ પહોંચી શકે છે. આ ફીચરની સૌથી ખાસ વાત એ છે કે રાઈડરના સ્માર્ટફોનમાં નેટવર્ક સિગ્નલની સમસ્યા હોય ત્યારે પણ તે સારી રીતે કામ કરવાનું ચાલુ રાખશે. આ સુવિધા એડવેન્ચર રાઈડિંગના પ્રેમીઓ માટે ખૂબ ઉપયોગી થશે.
નોબ સ્ટાઈલ ઈગ્નીશન:
કંપનીએ મિટીઓર 350માં નોબ સ્ટાઈલ ઇગ્નીશન સ્વીચ આપી હતી. 2021 રોયલ એનફિલ્ડ ક્લાસિક 350માં આ નોબ સ્ટાઇલ ઇગ્નીશન સ્વીચનો ઉપયોગ કરી શકાય છે. આ સ્વીચનો દેખાવ એકદમ આકર્ષક છે, તે પરંપરાગત ઇગ્નીશન સ્વીચથી ઉપયોગમાં તદ્દન અલગ પણ છે. અંગૂઠાની મદદથી ઇગ્નીશન સ્વીચની નોબ ચાલુ અથવા બંધ કરી શકાય છે. જેના કારણે મોટરસાઇકલ ક્ષણભરમાં સ્ટાર્ટ થઇ જાય છે.
પહેલા કરતા વધુ સેફ્ટી ફીચર્સ:
આ સિવાય નવી 2021 રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 મોટરસાઈકલમાં અન્ય ઘણી સુવિધાઓ આપવામાં આવી છે. નવી ક્લાસિક 350ને પુશોડર-વાલ્વ સિસ્ટમને બદલે SOHC સેટઅપ મળશે. નવી ડ્યુઅલ ક્રેડલ ચેસિસ સિવાય, ન્યુ જનરેશન ક્લાસિક 350ને ટ્વીન પિસ્ટન ફ્લોટિંગ કેલિપર્સ સાથે 300 એમએમ ફ્રન્ટ ડિસ્ક બ્રેક અને સિંગલ પિસ્ટન ફ્લોટિંગ કેલિપર સાથે 270 એમએમ રીઅર ડિસ્ક બ્રેક મળે છે. રોયલ એનફિલ્ડ નવા ક્લાસિક 350માં ડ્યુઅલ ચેનલ ABS સિસ્ટમ આપી રહી છે. આથી બાઈકની સલામતીમાં સુધારો થશે. તેમજ ચેસીસ પહેલા કરતા વધુ સારી રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે