29 સપ્ટેમ્બરે ભારતમાં લોન્ચ થશે Samsung નો ધમાકેદાર 5G ફોન, જાણો ખાસિયત

ફ્લિપકાર્ટ પર લાઇવ થયેલ માઇક્રોસાઇટ અનુસાર આ ફોન ભારતમાં 29 સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવશે. ફ્લિપકાર્ટ માઇક્રોસાઇટ પર આ ફોનની લોન્ચ ડેટ સિવાય તેના કેટલાક ખાસ ફીચર્સ અને ડિઝાઇન વિશે પણ જાણકારી આપવામાં આવી છે. 
 

29 સપ્ટેમ્બરે ભારતમાં લોન્ચ થશે Samsung નો ધમાકેદાર 5G ફોન, જાણો ખાસિયત

નવી દિલ્હીઃ Samsung આજકાલ પોતાના ગેલેક્સી F સિરીઝના નવા સ્માર્ટફોન F42 5G ને લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. ફ્લિપકાર્ટ પર લાઇવ થયેલ માઇક્રોસાઇટ અનુસાર આ ફોન ભારતમાં 29 સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવશે. ફ્લિપકાર્ટ માઇક્રોસાઇટ પર આ ફોનની લોન્ચ ડેટ સિવાય તેના કેટલાક ખાસ ફીચર્સ અને ડિઝાઇન વિશે પણ જાણકારી આપવામાં આવી છે. 

ફોનમાં 90Hz રિફ્રેશ રેટવાળી ડિસ્પ્લે
માઇક્રોસાઇટ અનુસાર સેમસંગના આ ફોનમાં વોટર-ડ્રોપ નોચ ડિઝાઇનવાળી ડિપ્સ્લે આપવામાં આવી છે. કંપનીએ કન્ફર્મ કરી દીધુ છે કે આ ફોનમાં ફુલ એચડી+ડિસ્પ્લે મળશે, જે 90Hz રિફ્રેશ રેટ સાથે આવશે. ફોનમાં કંપની કઈ સાઇઝની ડિસ્પ્લે ઓફર કરશે તેના વિશે હજુ જાણકારી આપવામાં આવી નથી. પરંતુ લીક રિપોર્ટ અનુસાર આ ફોન 6.6 ઇંચની LCD પેનલની સાથે આવી શકે છે. 

મળી શકે છે મીડિયાટેક ડાઇમેન્સિટી 700 ચિપસેટ
સેમસંગ ગેલેક્સી F42 5G સ્માર્ટફોન 6જીબી રેમ અને 128જીબીના ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવી શકે છે. તો પ્રોસેસર તરીકે કંપની તેમાં મીડિયાટેક ડાઇમેન્સિટી 700 ચિપસેટ ઓફર કરી શકે છે. ફોનમાં કંપની માઇક્રો-એસડી કાર્ડ અને સાઇટ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર પણ ઓફર કરવાની છે. 

મળશે 64 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો
ફોટોગ્રાફી માટે ફોનમાં એલઈડી ફ્લેશની સાથે ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવી શકે છે. તેમાં 64 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરાની સાથે એક 5 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ લેન્સ અને એક 2 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર આપવામાં આવી શકે છે. ઓછી રોશનીમાં ફોનથી સારા ફોટો લેવા માટે તેમાં નાઇટ મોડ પણ આપવામાં આવ્યો છે. 

12 5G બેન્ડ સપોર્ટ અને 5000mAh બેટરી
કંપનીએ કન્ફર્મ કરી દીધુ છે કે આ ફોનમાં 12 5G બેન્ડ સપોર્ટ મળશે. ફોનમાં 5000mAh ની બેટરી આપવામાં આવી છે. બેટરી કેટલા વોટના ફાસ્ટ ચાર્જિંગની સાથે આવશે તેના વિશે જાણકારી આપવામાં આવશે નહીં. ઓએસની જ્યાં સુધી વાત છે તો આ ફોન એન્ડ્રોયડ 11 આઉટ-ઓફ-ધ-બોક્સ પર બેસ્ડ One UI પર કામ કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news