Samsung Galaxy S20 FE 4G લોન્ચ, જાણો ભાવ તથા ખાસિયત

Samsung Galaxy S20 FE 4G સ્માર્ટફોનમાં 6.5 ઇંચ એચડી+સુપર ઇનફિનિટી ઓ-ડિસ્પ્લે આપવામાં આવી છે. 

Samsung Galaxy S20 FE 4G લોન્ચ, જાણો ભાવ તથા ખાસિયત

નવી દિલ્હીઃ સેમસંગે કેટલીક માર્કેટમાં પોતાનો નવો સ્માર્ટફોન  Samsung Galaxy S20 FE 4G લોન્ચ કરી દીધો છે. જર્મની, મલેશિયા અને વિયતનામમાં લોન્ચ થયેલા આ ફોનમાં ક્વાલકોમ સ્નૈપડ્રેગન 865 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોન મોડન નંબર SM-G780G ની સાથે આવે છે. આ પહેલા કંપનીએ SM-G780F મોડલ નંબરની સાથે ઓરિજનલ ગેલેક્સી એસ20  FE વેરિએન્ટ લોન્ચ કર્યું હતું. પરંતુ જૂનો ફોન સ્નૈપડ્રેગનની જગ્યાએ એક્સીનોસ 990 પ્રોસેસરની સાથે આવતો નહતો. નવો ગેલેક્સી એસ20 FE 4G પાછલા વર્ષે ભારતમાં લોન્ચ થયેલ ગ્લોબલ વેરિએન્ટ જેવો જ છે. 

Samsung Galaxy S20 FE 4G: કિંમત
સેમસંગ ગેલેક્સી 20 FE 4G ના 8 જીબી રેમ તથા 128 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 2,999 MYR (આશરે 41300 રૂપિયા) છે. ફોનને મલેશિયામાં સેમસંગના ઓફિશિયલ રિટેલ પાર્ટનર  Shopee પર બ્લૂ, ઓરેન્જ અને વોયલેટ કલરમાં લિસ્ટ કરવામાં આવ્યો છે. આ સિવાય હેન્ડસેટ જર્મની અને વિયતનામમાં પણ ઉપલબ્ધ છે. સૌથી પહેલા Android Headlines એ આ વિશે જાણકારી આપી છે. 

Samsung Galaxy S20 FE 4G: સ્પેસિફિકેશન્સ
સેમસંગ ગેલેક્સી એસ20 FE 4G માં ચિપસેટ સિવાય બધા સ્પેસિફિકેશન્સ ઓરિજનલ વેરિએન્ટ જેવા છે. નવા મોડલમાં સ્નેપડ્રેગન 865 પ્રોસેસર તથા 8 જીબી રેમ આપવામાં આવી છે. નવા વેરિએન્ટમાં 128 જીબી ઈનબિલ્ટ સ્ટોરેજ છે. ફોનમાં 6.5 ઇંચ એચ-ડી+સુપર એમોલેડ ઇનફિનિટી-ઓ ડિસ્પ્લે છે, જેનો રિફ્રેશ રેટ 120 હર્ઝ્ટ છે. ફોનમાં 12 મેગા પિક્સલ પ્રાઇમરી, 12 મેગાપિક્સલ અલ્ટ્રા-વાઇડ અને 8 મેગાપિક્સલ ટેલિફોટો લેન્ચ આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં અપર્ચર એફ/2.2 ની સાથે 32 મેગાપિક્સલ ફ્રન્ટ સેન્સર મળે છે. 

સેમસંગ ગેલેક્સી એસ20 FE 4G ને પાવર આપવા માટે 25 વોલ્ટ ફાસ્ટ ચાર્જિંગની સાથે 4500mAh બેટરી આપવામાં આવી છે. નવા ફોનનું ડાયમેન્શન  159.8x74.5x8.4 મિલીમીટર અને વઝન 190 ગ્રામ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news