TRP ગેમઝોનમાંથી મળ્યાં સળગેલા માનવ અંગો, ઉપલેટાનો ધોબી પરિવારના પાંચનો કોઈ અત્તોપત્તો નથી

Rajkot fire latest update : રાજકોટ અગ્નિકાંડમાં એક નહિ, અનેક પરિવારો લાપતા છે, ઉપલેટાનો ધોબી પરિવાર પણ ગાયબ, પરિવારના 5 લોકો હજુ સુધી મળી શક્યા નથી

TRP ગેમઝોનમાંથી મળ્યાં સળગેલા માનવ અંગો, ઉપલેટાનો ધોબી પરિવારના પાંચનો કોઈ અત્તોપત્તો નથી

Rajkot Fire Tragedy : રાજકોટના અગ્નિકાંડમાં એક જ પરિવારના 5 લોકોને ગુમાવનાર ચૌહાણ પરિવારના મોભીએ અશ્રુભીનિ આંખે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેઓએ આરોપીઓને કડક સજા આપવાની માગ સાથે કહ્યું, જામીન મળશે તો અપરાધીઓને મારી નાખીશ. ત્યારે રાજકોટમાં TRP ગેમ ઝોનમાં લાગેલી આગમાં વધુ એક પરિવાર હોમાયો છે. આગમાં ઉપલેટાના ધોબી પરિવારના ચાર સભ્યો મિસિંગ છે. 

આગમાં 9 નિર્દોષ બાળકો સહિત 28 લોકોના દર્દનાક મૃત્યુ નિપજ્યા છે, જેમાં ઉપલેટાના ધોબી સમાજના પાંચ લોકો લાપતા બન્યા છે. ઉપલેટા શહેરના ઢાંકની ગારી વિસ્તારમાં રહેતો સ્મિત મનીષભાઈ વાળા નામનો 21 વર્ષનો યુવક પણ ગેમ ઝોનમાં ફરવા ગયો હતો. તેની સાથે રાજકોટમાં રહેતા તેના માસીના દીકરા હિમાંશુ દયાળજીભાઈ પરમાર ( 21 વર્ષ) તેમજ તેના મામા માસીના પરિવારની અન્ય બે મહિલા સહિત ત્રણ સગા સંબંધીઓ મળી કુલ પાંચ લોકો ગેમઝોનમાં ગયા હતા. ત્યારે રાજકોટના ગેમઝોની આગમાં ઉપલેટાનો આ યુવક પણ તેના અન્ય ચાર સગા સંબંધી સાથે ગુમ થયો છે.

બસ સ્ટેન્ડ પાસે ઢાંકની ગારી વિસ્તારમાં મેઈન રોડ પર દુકાન ઘરાવતા મનીષભાઈ વાળાનો નાનો પુત્ર સ્મિત વાળા રાજકોટ ગયો હતો. સ્મિતના મોટા ભાઈના બે માસ પહેલા જ લગ્ન થયા હતા, જે રાજકોટ રહે છે. સ્મિત તેના પિતાની સાથે દુકાનમાં બેસતો હતો. તેમજ ઓર્ડર પ્રમાણે પ્રસંગમાં ડી.જેનુ કામ કરતો હતો. ત્યારે સ્મિત તેના ચારેય સંબંધી સાથે લાપતા થયો છે. 

દુખદ સ્થિતિ એ છે કે, હાલ સ્મિતના માતાપિતાને આ દુઃખદ ઘટના અંગે જાણ કરવામાં આવી નથી. હાલ, રાજકોટ રહેતો તેનો પરિવાર તેની ઓળખવિધિ માટે વ્યસ્ત બન્યો છે. 

કાટમાળમાંથી માનવ અંગો મળ્યા
રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં ઘટનાસ્થળ પરથી કેટલાક માનવ આવશેષો મળી આવ્યા છે. ndrf, સ્થાનિક પોલીસ અને ફાયરબ્રિગેડની તપાસ દરમ્યાન માનવ આવશેષો મળતા ચકચાર મળી છે. માનવ અવશેષો સાથે એક વીંટી પણ મળી આવી છે. NDRF દ્વારા પોતાના સ્નિફર ડોગને કામે લગાડવામાં આવ્યા હતા. નિપુણ શ્વાનની મદદથી માનવ અંગોની ઉપસ્થિતિ મેળવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. હજીપણ કોઈ માનવ અવશેષ મળે એની સંભાવનાએ છેલ્લા તબક્કાના પ્રયાસ યથાવત છે.

ગેમઝોનની સંચાલકના ઓફિસમાંથી મળ્યો દારૂ
રાજકોટ trp મોલ ગેમિંગ ઝોન સંચાલકોની ઓફિસમાંથી તપાસ દરમિયાન બિયરના ટીન મળી આવ્યા છે. એક બે નહીં પરંતુ પુરા 8 ટીન બિયર મળી આવતા અનેક પ્રશ્નો ઉઠ્યા છે. બ્રાન્ડેડ કંપનીના બિયરના ટીન મળી આવતા પોલીસમાં દોડધામ મચી ગઈ છે. કાયદેસરની પરમીટ દ્વારા બિયર ખરીદાયા હોવાની શક્યતા છે. ત્યારે કોના નામની પરમીટ છે, કોના ઉપયોગ માટે ગેમિંગ ઝોન ઓફિસમાં ટીન લવાયા એ તપાસનો વિષય બન્યો છે. બારકોડ સ્ટીકર મારફતે સરકારી વેચાણ સ્થળ અને પરમીટ ધારકની તમામ વિગત મળી શકે છે. પોલીસ દ્વારા બિયરના ટીન સીઝ કરવામાં આવ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news