અદભૂત ટ્રીક: 4GB મેમરી કાર્ડમાં સ્ટોર કરી શકશો 128GB ડેટા, બસ આટલું કરો
આજે આપણે બધા સ્માર્ટફોનનો ઉપયોગ કરીએ છીએ અને આપણો સ્માર્ટફોન એટલા બધા કામ કરે છે કે ફોનમાં સ્ટોરેજની સમસ્યા કોઈ નવી વાત નથી. જો તમે પણ તમારા ફોનમાં મેમરી કાર્ડના સ્ટોરેજથી પરેશાન છો, તો અમે તમારા માટે એક અદભૂત ટ્રીક લઈને આવ્યા છીએ, જેના દ્વારા તમે તમારા મેમરી કાર્ડની સ્ટોરેજ ક્ષમતા વધારી શકો છો.
Trending Photos
નવી દિલ્હી: આજે આપણે બધા સ્માર્ટફોનનો ઉપયોગ કરીએ છીએ અને આપણો સ્માર્ટફોન એટલા બધા કામ કરે છે કે ફોનમાં સ્ટોરેજની સમસ્યા કોઈ નવી વાત નથી. જો તમે પણ તમારા ફોનમાં મેમરી કાર્ડના સ્ટોરેજથી પરેશાન છો, તો અમે તમારા માટે એક અદભૂત ટ્રીક લઈને આવ્યા છીએ, જેના દ્વારા તમે તમારા મેમરી કાર્ડની સ્ટોરેજ ક્ષમતા વધારી શકો છો.
સ્ટોરેજ વધારવા માટે ડિલીટ કરવી પડશે ફાઇલ્સ
જ્યારે પણ આપણા સ્માર્ટફોનની મેમરી ભરાવવા લાગે છે ત્યારે ફોન ધીમો પડી જાય છે. આ સમસ્યાને ઉકેલવા માટે લગભગ દરેક વ્યક્તિ દ્વારા સલાહ આપવામાં આવે છે કે તમારા ફોનમાંથી જૂના ફોટા અને અન્ય મીડિયા ફાઇલો ડિલીટ કરી નાખો જેથી વધુ સ્ટોરેજ મળી જશે. કેટલીકવાર એક્સટર્ન મેમરી કાર્ડ મેમરી કાર્ડ લગાવવાથી પણ કામ થતું નથી. આજે જાણી લો, કેવી રીતે તમે તમારા 4GB મેમરી કાર્ડને ખૂબ જ સરળ રીતે 128GB સુધી વધારી શકો છો.
આ રીતે મેમરી કાર્ડની સ્ટોરેજ કેપિસિટી વધારો
જો તમે તમારા મેમરી કાર્ડની સ્ટોરેજ ક્ષમતા વધારવા માંગો છો, તો સૌથી પહેલા તમારા સ્માર્ટફોનમાં ES Explorer એપ ડાઉનલોડ કરો. આ એપ ડાઉનલોડ કર્યા પછી, 'ફાઇલ મેનેજર' ખોલો, 'સ્ટોરેજ ડિવાઇસ'ના વિકલ્પ પર જાઓ અને પછી 'મેમરી કાર્ડ' સિલેક્ટ કરો. આ કર્યા પછી, તમને સ્ક્રીન પર ઘણા બધા ફોલ્ડર્સ દેખાશે, જેમાંથી તમારે 'એંડ્રોઇડ ડેટા ફોલ્ડર' પર ક્લિક કરવાનું રહેશે. આ ફોલ્ડરમાં એક નવું ફોલ્ડર બનાવો અને તેનું નામ 'એક્સપાન્ડ' રાખો.
આગળ કરો આ કામ
ત્યારબાદ 'ES Not Edit Or' નામના ફોલ્ડર પર ક્લિક કરો અને આ ફોલ્ડર ઓપન થતાં જ તમને સ્ક્રીન પર એક ખાલી પેજ દેખાશે. આ ખાલી પેજને એડિટ કરો અને તેના પર 'મેક ઇટ લાર્જ' લખો. તમે જે પેજ પર 'Make it Large' લખ્યું છે, તેની જગ્યાએ 'Make it Large 131072MB' લખો અને પછી તેને સેવ કરો. તે પછી તમારા સ્માર્ટફોનને રીસ્ટાર્ટ કરો અને પછી મેમરી સ્ટોરેજ પર પાછા જાઓ. અહીં તમે જોશો કે તમારું સ્ટોરેજ 124.97GB થઈ ગયું છે.
આ કરતી વખતે આટલું ધ્યાન રાખો
જ્યારે તમે આ ટ્રિકનો ઉપયોગ કરવા જઈ રહ્યા હોવ ત્યારે કેટલીક બાબતોનું ધ્યાન રાખો. ધ્યાનમાં રાખો કે તમારા સ્માર્ટફોનની બેટરી કાં તો 100% અથવા ઓછામાં ઓછી 50% થી વધુ છે. તમારું 4GB અથવા 8GB મેમરી કાર્ડ ખાલી હોવું જોઇએ અને તમારા સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડનું 5.0 વર્જન અથવા તેનાથી ઉપરનું હોવું જરૂરી છે.
આ રીતે, તમે 4GB અથવા 8GBના મેમરી કાર્ડ પર ખર્ચ કરીને 128GB સુધી સ્ટોરેજ મેળવી શકો છો. આ કિસ્સામાં, તમારે ફોનના સ્ટોરેજને વધારવા માટે કોઈપણ એપ્લિકેશન અથવા ફાઇલોને ડિલીટ કરવી પડશે નહી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે