આ કાર્પેટમાં છુપાયેલો છે એક મોબાઇલ ફોન, કોઇ શોધી શક્યું નહી, શું તમારી બાજ નજર છે?

સોશિયલ મીડિયા પર દરરોજ હજારો તસવીરો વાયરલ થાય છે. ઘણીવાર જૂની તસવીરો પણ ફરી વાયરલ થઈ જાય છે. કેટલીક તસવીરો જોઈને તમને પણ નવાઈ લાગશે. આજે પણ એક જૂનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટામાં એક ફોન છુપાયેલો છે, બહુ ઓછા લોકો આ ફોટામાં ફોન શોધી શક્યા છે.

આ કાર્પેટમાં છુપાયેલો છે એક મોબાઇલ ફોન, કોઇ શોધી શક્યું નહી, શું તમારી બાજ નજર છે?

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર દરરોજ હજારો તસવીરો વાયરલ થાય છે. ઘણીવાર જૂની તસવીરો પણ ફરી વાયરલ થઈ જાય છે. કેટલીક તસવીરો જોઈને તમને પણ નવાઈ લાગશે. આજે પણ એક જૂનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટામાં એક ફોન છુપાયેલો છે, બહુ ઓછા લોકો આ ફોટામાં ફોન શોધી શક્યા છે. વાયરલ થઈ રહેલી આ તસવીર ફેસબુક પર શેર કરવામાં આવી છે. જો તમારી આંખો તીક્ષ્ણ છે, તો આ ફોટામાં ફોન શોધો.

કાર્પેટ પર મૂકવામાં આવ્યો છે મોબાઈલ ફોન
ફોટામાં જોઈ શકાય છે કે કાર્પેટ પર એક ટેબલ છે. કાર્પેટ ખૂબ જ સુંદર લાગે છે, પરંતુ તમારે આ કાર્પેટ પર ફોન શોધવો પડશે. જો તમારી પણ બાજ નજર છે, તો તમે ચોક્કસપણે આ કાર્પેટમાં છુપાયેલ ફોન શોધી શકશો. તમારે ફક્ત તમારી આંખો પર કંસ્ટ્રેંટ રાખવાનું છે અને કાર્પેટમાં છુપાયેલ ફોન શોધવાનો છે. આ ફોટો 2016થી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

જુઓ ફોટો-
આ ફોટો ફેસબુક પર Jei Yah Mei નામના યુઝર હેન્ડલથી શેર કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં આ ફોટોને લગભગ 1 લાખ 52 હજાર લોકોએ લાઈક કર્યો છે, જ્યારે આ ફોટોને 22 હજારથી વધુ લોકોએ શેર કર્યો છે.

જો શોધી શક્યા નથી તો ચાલો અમે આપીએ એક હિંટ
જો તમે તેને શોધી શક્યા નથી, તો ચાલો તમને જણાવીએ કે કાર્પેટમાં મોબાઈલ ફોન ક્યાં છુપાયેલો છે. મોબાઈલનું બેક કવર કાર્પેટની ડિઝાઈન જેવું જ હોવાથી મોબાઈલ ફોન સરળતાથી જોઈ શકાશે નહીં. જો તમે ટેબલની જમણી બાજુ જોશો તો તમને ચોક્કસપણે મોબાઇલ ફોન દેખાશે, કારણ કે તે ફોન સીધો નહીં પણ ઊંધો રાખવામાં આવ્યો છે. મોબાઈલનો કેમેરો પણ દેખાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news