200 કિમીની ઝડપે આવ્યું વાવાઝોડું અને એવો કહેર મચાવ્યો...1000 થી વધુ લોકોનાં મોત, દફન કરવાની જગ્યા નથી

Cyclone Chido in France: ચક્રવાત ચિડોએ હિંદ મહાસાગરમાં ફ્રાન્સના મુસ્લિમ પ્રભુત્વવાળા ટાપુ પર ભારે તબાહી મચાવી છે. 1000 થી વધુ લોકોના જીવ લીધા છે. જ્યારે હજુ સુધી ચોક્કસ આંકડા સામે આવ્યા નથી.

200 કિમીની ઝડપે આવ્યું વાવાઝોડું અને એવો કહેર મચાવ્યો...1000 થી વધુ લોકોનાં મોત, દફન કરવાની જગ્યા નથી

Mayotte Cyclone Chido: 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવેલા ચક્રવાત ચિડોએ ફ્રાન્સના માયોટ ટાપુ પર એવી તબાહી મચાવી છે કે અહીંના લોકો કહી રહ્યા છે કે આ પરમાણુ બોમ્બ ફેંકાય ત્યારે જેવી તબાહી થાય એવી તબાહી છે. અહીંના ઘરો, હોસ્પિટલો અને બજારોને છોડો આખે આખા મહોલ્લા સાફ થઈ ગયા છે.  શનિવારે મોડી રાત્રે આવેલા આ વાવાઝોડાને કારણે સેંકડો લોકોના મોત થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મૃત્યુઆંક 1 હજારથી વધુ હોઈ શકે છે.

છેલ્લા 90 વર્ષનું સૌથી ભયાનક તોફાન
છેલ્લા 90 વર્ષોમાં માયોટ ટાપુએ જોયેલું આ સૌથી મોટું તોફાન અને ભયંકર વિનાશ છે. ફ્રેન્ચ ટીવી રિપોર્ટ્સ અનુસાર, આ દુર્ઘટનામાં સેંકડો લોકોના મોત થયા છે. 

ખૂબ જ ગરીબ અને મુસ્લિમ વિસ્તાર
માયોટ ટાપુ પર રહેતા લોકો ખૂબ જ ગરીબ છે અને તે મુસ્લિમ બહુમતીવાળો આ વિસ્તાર છે. અહીં ગેરકાયદેસર વસાહતીઓની સંખ્યા ઘણી વધારે છે. જેના કારણે રહેવાસીઓની વસ્તીનો સાચો ડેટા ઉપલબ્ધ નથી. આ કારણે ચક્રવાતને કારણે થયેલા મૃત્યુ અને ઘાયલોની ચોક્કસ સંખ્યા નક્કી કરવી ખૂબ જ મુશ્કેલ બની રહી છે.

— Genesis Watchman Report (@ReportWatchman) December 15, 2024

મૃતદેહોને દફનાવવા માટે જગ્યા નથી...
આ પહેલાં રવિવારે ગૃહ મંત્રાલયે ઓછામાં ઓછા 11 લોકોના મોત અને 250થી વધુ લોકોના ઘાયલ થવાની પુષ્ટિ કરી હતી. પરંતુ બાદમાં કાટમાળ હટાવવાની સાથે જ આંકડો ઝડપથી વધી ગયો. એક સ્થાનિક રહેવાસીએ કહ્યું, “સાચું કહું તો આપણે જે અનુભવી રહ્યા છીએ તે એક દુર્ઘટના છે. ટાપુની હાલત પરમાણુ યુદ્ધ પછીના દ્રશ્ય જેવી છે. મેં મારી નજર સામે આખો મહોલ્લો ગાયબ થતો જોયો છે.'' બધે કાટમાળ છે. વીજ પુરવઠો ઠપ્પ છે.

મુસ્લિમ સમુદાયમાં મૃત્યુ પછી 24 કલાકની અંદર મૃતદેહને દફનાવવો પડે છે, પરંતુ અહીં સ્થિતિ એટલી ખરાબ છે કે આટલા મોટા પાયે મૃતદેહોને દફનાવવા શક્ય નથી.

ગેંગ વોર-અશાંતિ બાદ હવે તોફાનનો કહેર
સરકારી એજન્સીના જણાવ્યા અનુસાર માયોટમાં 1 લાખથી વધુ ગેરકાયદેસર વસાહતીઓ રહે છે. 75 ટકાથી વધુ વસ્તી અત્યંત ગરીબ છે. આ ઉપરાંત, તે દાયકાઓથી ગેંગ વોર અને સામાજિક અશાંતિ સાથે સંઘર્ષ કરી રહી છે. હવે તોફાને બાકી રહેલું કામ પણ પૂર્ણ કરી લીધું છે.

— Disaster News (@Top_Disaster) December 14, 2024

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને કહ્યું, "મારી સંવેદનાઓ માયોટમાં રહેલા અમારા દેશવાસીઓ સાથે છે. જેમણે સૌથી ભયાનક થોડા કલાકો સહન કર્યા છે." કેટલાક લોકોએ સર્વસ્વ ગુમાવ્યું છે, પોતાનો જીવ ગુમાવ્યો છે.

માયોટની વસ્તી 3 લાખથી વધુ 
ફ્રેન્ચ હવામાન સેવા અનુસાર, ચિડોને કારણે 220 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે પવન ફૂંકાયો હતો, જેના કારણે માયોટમાં અનેક મકાનોને નુકસાન થયું હતું. આફ્રિકાના પૂર્વ કિનારાથી લગભગ 800 કિલોમીટર દૂર બે મુખ્ય ટાપુઓમાં ફેલાયેલા માયોટની વસ્તી 3 લાખથી વધુ છે. કેટલાક સ્થળોએ સમગ્ર વિસ્તાર નાશ પામ્યો હતો. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે ઘણા વૃક્ષો ઉખડી ગયા હતા અને હોડીઓ પલટી કે ડૂબી ગઈ હતી. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને કહ્યું કે તેઓ સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news