કેવી છે અફઘાનિસ્તાનનાં તાલિબાનરાજમાં બનેલી પહેલી 'સુપરકાર'? આ લોકોએ આ શું બનાવ્યું?

Taliban Ruled Afghanistan Unveils First Supercar: જો કે આ કાર હજુ વ્યાવસાયિક ધોરણે ઉત્પાદન માટે તૈયાર નથી થઈ, પાંચ વર્ષમાં ફક્ત તેનું પ્રોટોટાઈપ જ તૈયાર કરવામાં આવ્યું છે. આ સુપરકારને કાબુલનાં અફઘાનિસ્તાન ટેક્નિકલ વોકેશનલ ઈન્સ્ટીટ્યુટ (ATVI) અને ઓટોમોબાઈલ ઉત્પાદક ENTOP દ્વારા તૈયાર કરવામાં આવી છે. કારને તૈયાર કરવામાં 30 જેટલા એન્જિનીયર છેલ્લા પાંચ વર્ષથી મહેનત કરી રહ્યા હતા.

કેવી છે અફઘાનિસ્તાનનાં તાલિબાનરાજમાં બનેલી પહેલી 'સુપરકાર'? આ લોકોએ આ શું બનાવ્યું?

Taliban Ruled Afghanistan Unveils First Supercar: લિબાનના શાસકોને પોતાના એન્જિનિયરોએ તૈયાર કરેલી સુપર કારથી ઘણી અપેક્ષાઓ છે, તેઓ આ કાર થકી દુનિયાભરમાં પોતાની ઈમેજને બદલવા માગે છે.  અફઘાનિસ્તાનના તાલીબાની શાસકો સામાન્ય રીતે વિચિત્ર ફતવા જાહેર કરવા અને મહિલાઓ પ્રત્યેનાં પોતાના અમાનવીય વ્યવહાર માટે ચર્ચામાં રહે છે. જો કે હવે આ જ તાલીબાનરાજ વધુ એક કારણથી ચર્ચામાં છે. તાલિબાનના રાજમાં અફઘાનિસ્તાને પોતાની પહેલી સુપરકાર બનાવી છે, જેને માડા 9 (Mada 9) નામ અપાયું છે. વાત માની ન શકાય તેવી છે, પણ સાચી છે. 

આ પણ ખાસ વાંચોઃ

જો કે આ કાર હજુ વ્યાવસાયિક ધોરણે ઉત્પાદન માટે તૈયાર નથી થઈ, પાંચ વર્ષમાં ફક્ત તેનું પ્રોટોટાઈપ જ તૈયાર કરવામાં આવ્યું છે. આ સુપરકારને કાબુલનાં અફઘાનિસ્તાન ટેક્નિકલ વોકેશનલ ઈન્સ્ટીટ્યુટ (ATVI) અને ઓટોમોબાઈલ ઉત્પાદક ENTOP દ્વારા તૈયાર કરવામાં આવી છે. કારને તૈયાર કરવામાં 30 જેટલા એન્જિનીયર છેલ્લા પાંચ વર્ષથી મહેનત કરી રહ્યા હતા. કારને જોઈને અમેરિકા કે યુરોપની ઓટો કંપનીએ બનાવેલી સુપરકાર યાદ આવી જાય. સોશિયલ મીડિયા પર શેર કરાયેલો આ કારનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તાલિબાન સરકારનાં સત્તાધીશો તેમજ અન્ય લોકો ટોળે વળીને સુપરકારને જોઈ રહ્યા છે. 

 

— Suhail Shaheen. محمد سهیل شاهین (@suhailshaheen1) January 10, 2023

કેવું છે 'સુપરકાર'નું એન્જિન?
આ કારની ડિઝાઈનને અફઘાનિસ્તાન પોતાની ઓરિજનલ ડિઝાઈન ગણાવે છે. કારમાં ટોયોટાની સિડેન કાર કોરોલાનું એન્જિન છે. એન્જિન અને કારની બોડી સિવાયના અન્ય ફીચર્સ હજુ સામે નથી આવ્યા. જો કે કારનાં એન્જિનને એ રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે કાર હાઈ સ્પીડે દોડી શકે. સામાન્ય રીતે કોરોલામાં 1800 સીસીનું એન્જિન આવે છે. એન્જિનીયરો આ કારનું ઈલેક્ટ્રીક વર્ઝન બનાવવાની પણ તૈયારીમાં છે.

આ પણ ખાસ વાંચોઃ

તાલીબાનને 'સુપરકાર'થી ઘણી અપેક્ષાઓ-
આ સુપરકાર થકી હવે તાલીબાનના શાસકો પોતાની ઈમેજ બદલવા મથી રહ્યાં છે. તાલિબાન સરકારનાં ઉચ્ચ શિક્ષણ મંત્રી અબ્દુલ બાકી હક્કાનીએ કહ્યું છે કે, લોકો ધાર્મિક અને આધુનિક વિજ્ઞાનમાં રસ લેતા થાય, તે માટે આ કાર તાલિબાન સરકારની પ્રતિબદ્ધતા દેખાડે છે. 

ENTOPનાં સીઈઓ મોહમ્મદ રિઝા અહેમદીનું કહેવું છે કે, આ સુપરકાર લોકોમાં જ્ઞાનના મૂલ્યનો ફેલાવો કરશે, જેનાથી દુનિયાભરમાં અફઘાનિસ્તાનની પ્રતિષ્ઠામાં સુધારો થશે. કારના લોન્ચિંગની તારીખ હજુ જાહેર નથી કરાઈ, પણ તેને શરૂઆતમાં અફઘાનિસ્તાનમાં અને ત્યારબાદ વૈશ્વિક સ્તરે લોન્ચ કરવામાં આવશે.

આ પણ ખાસ વાંચોઃ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news