6.13 લાખની આ SUV માટે લોકોમાં જબરદસ્ત ક્રેઝ, ખરીદવા માટે રીતસરની થઈ રહી છે પડાપડી

ભારતમાં કાર ગ્રાહકો વચ્ચે કોમ્પેક્ટ એસયુવીની ભારે ડિમાન્ડ જોવા મળી રહી છે. લોકો હવે નાની હેચબેકમાં પૈસા રોકવા કરતા કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટની ગાડીઓ ખરીદવાનું પસંદ કરે છે. જાણો ભારતીય બજાર પર કઈ એસયુવી રાજ કરે છે. 

6.13 લાખની આ SUV માટે લોકોમાં જબરદસ્ત ક્રેઝ, ખરીદવા માટે રીતસરની થઈ રહી છે પડાપડી

ભારતમાં કાર ગ્રાહકો વચ્ચે કોમ્પેક્ટ એસયુવીની ભારે ડિમાન્ડ જોવા મળી રહી છે. લોકો હવે નાની હેચબેકમાં પૈસા રોકવા કરતા કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટની ગાડીઓ ખરીદવાનું પસંદ કરે છે. જેનો અંદાજો એ વાતથી પણ લગાવી શકાય કે 2024ના પહેલા છ મહિનામાં એકલી એસયુવી ગાડીઓની ભાગીદારી 52 ટકા જોવા મળી. અત્રે જણાવવાનું કે આ દરમિયાન કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટની કાર ટાટા પંચે પહેલું સ્થાન મેળવ્યું. વર્ષના પહેલા છ મહિનામાં ટાટા પંચનું કુલ વેચાણ 1,10,308 યુનિટ રહ્યું. જ્યારે ગત વર્ષે આ મહિનામાં પંચનું વેચાણ માત્ર 67,117 યુનિટ્સ જ હતું. 

એસયુવીના વેચાણમાં બીજા નંબરે હુંડઈ ક્રેટા આવી. ક્રેટા આ દરમિયાન 10.64 ટકાના વાર્ષિક ગ્રોથ સાથે 91,348 યુનિટ વેચાઈ. જ્યારે બરાબર એક વર્ષ પહેલા આ દરમિયાન હુંડઈ  ક્રેટાના 82,566 યુનિટનું વેચાણ થયું હતું. 

બ્રેઝા અને ફ્રોન્ક્સનો પણ જલવો
એસયુવીના વેચાણની આ યાદીમાં જોઈએ તો ત્રીજા નંબરે મારુતિ સુઝૂકીની બ્રેઝા રહી. બ્રેઝાએ 9.68 ટકાના વાર્ષિક ગ્રોથ સાથે કુલ 90,135 યુનિટનું વેચાણ નોંધાવ્યું. જ્યારે વેચાણની આ યાદીમાં ચોથા નંબરે મહિન્દ્રા સ્કોર્પિયો રહી. સ્કોર્પિયોના આ દરમિયાન 63.97 ટકાના વાર્ષિક ગ્રોથ સાથે કુલ 85,326 યુનિટ વેચાયા. 

યાદીમાં પાંચમા નંબરે ટાટા નેક્સન જોવા મળી જેણે 8.20 ટકાના વાર્ષિક ઘટાડા સાથે કુલ 80,326 યુનિટનું વેચાણ નોંધાવ્યું. છઠ્ઠા નંબરે મારુતિ સુઝૂકીની ફ્રોન્ક્સ રહી. જેણે 189.05 ટકાના વાર્ષિક ગ્રોથ સાથે કુલ 76,997 યુનિટનું વેચાણ નોંધાવ્યું. 

ગ્રાન્ડ વિતારાનું કેવું રહ્યું પ્રદર્શન
વેચાણની આ યાદીમાં સાતમા નંબરે મારુતિ સુઝૂકીની ગ્રાન્ડ વિતારા આવી. જેના 14.08 ટકાના વાર્ષિક વધારા સાથે 62,738 યુનિટ વેચાયા. આઠમા નંબરે હુંડઈની વેન્યુ આવી જેણે 6.68 ટકાના વાર્ષિક ઘટાડા સાથે કુલ 58,715 યુનિટ્સનું વેચાણ નોંધાવ્યું. 

આ સિવાય આ યાદીમાં નવમાં નંબરે મહિન્દ્રાની બોલેરો છે જેના કુલ 55,352 યુનિટ્સ વેચાયા અને દસમા નંબરે કિઆ સોનેટ રહી જેણે આ વખતે 0.35 ટકાના વાર્ષિક વધારા સાથે કુલ 54,322 યુનિટનું વેચાણ નોંધાવ્યું.   

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news