19 મેએ ભારતમાં લોન્ચ થશે વનપ્લસનો દમદાર ફોન, ઓછા બજેટમાં મળશે શાનદાર ફીચર્સ
હવે વનપ્લસે પુષ્ટિ કરી છે કે OnePlus Nord 2T 5G ને ભારતમાં 19 મેએ લોન્ચ કરવામાં આવશે. કંપનીએ પોતાની યૂટ્યૂબ ચેલન પર લોન્ચ ઇવેન્ટ વિશે જાણકારી આપી છે, તે પ્રમાણે સાંજે 7.30 કલાકે લોન્ચ થશે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતમાં વનપ્લસનો દમદાર ફોન લોન્ચ થવાનો છે. કંપનીએ પુષ્ટિ કરી છે કે OnePlus Nord 2T 5G ભારતમાં 19 મેએ લોન્ચ થઈ રહ્યો છે. કંપનીએ પોતાની યૂટ્યૂબ ચેનલ પર સત્તાવાર લોન્ચ ઇવેન્ટ વિશે જાણકારી આપી છે, જે પ્રમાણે 19 મેએ સાંજે 7.30 કલાકે ફોન લોન્ચ થશે.
OnePlus Nord 2T ના ભારતીય વેરિએન્ટને હાલમાં ediatek ડાઇમેન્શન 1300 SoC અને 8GB રેમની સાથે ગીકબેંચ પર સ્પોટ કરવામાં આવ્યો હતો. આ ડાઇમેન્શન 1300 ચિપસેટને રજૂ કરનાર ભારતની પ્રથમ ડિવાઇસ પણ હશે.
OnePlus Nord 2T ની ખાસિયત
OnePlus Nord 2T માં 6.43 ઇંચની ફુલ એચડી+રેઝોલ્યૂશન અને 90Hz રિફ્રેશ રેટવાળી ડિસ્પ્લે છે. AMOLED ડિસ્પ્લેમાં ફ્રંટ કેમેરા માટે સ્ક્રીનની ઉપર ડાબી તરફ ખુણામાં એક પંચ-હોલ કટઆઉટ છે. ડિવાઇસમાં 4500 એમએએચની બેટરી છે અને તે 80W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. તે એન્ડ્રોઇડ 12 બોક્સથી ચાલે છે અને તેના પર ઓક્સીજન ઓએસ 12.1ની એક પરત છે.
ફોનની પાછળ ત્રિપલ કેમેરા સેટઅપ છે. ફોનની પાછળ 50MP Sony IMX766 મુખ્ય કેમેરા સેન્સર છે અને તે ઓઆઈએસને સપોર્ટ કરે છે. સાથે તેમાં 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ કેમેરો અને 2 મેગાપિક્સલનું મોનોક્રોમ સેન્સર મળે છે. તો ફોનમાં સેલ્ફી અને વીડિયો કોલ માટે ફોનમાં 32 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો છે.
શું હોઈ શકે OnePlus Nord 2T ની કિંમત
OnePlus Nord 2T ને AliExpress પર 8GB + 128GB વેરિએન્ટ માટે 399 યુરો (લગભગ 32100 રૂપિયા) ની કિંમતમાં લિસ્ટ કરવામાં આવ્યો હતો. તેથી આશા કરવામાં આવી રહી છે કે ભારતમાંતેની કિંમત ઓછી હશે. આ ડિવાઇસ ભારતમાં 25,000 રૂપિયાથી 30 હજાર રૂપિયા વચ્ચે લોન્ચ થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે