Video: અદ્ધભત ટેક્નોલોજી, ભલે કેટલો પણ હોય ટ્રાફિક જામ, ફટાકથી દોડશે રસ્તા પર આ બસ

જનસંખ્યા વધારો દરેક દેશની મોટી સમસ્યા છે, ખાસ કરીને દિલ્હી, મુંબઇ, કોલકાતા જેવા મેટ્રો શહેરોમાં આ સમસ્યા જોવા મળી રહી છે.

Dushyant karnal Dushyant karnal | Updated: Sep 10, 2018, 12:06 PM IST
Video: અદ્ધભત ટેક્નોલોજી, ભલે કેટલો પણ હોય ટ્રાફિક જામ, ફટાકથી દોડશે રસ્તા પર આ બસ
ફોટો સાભારઃ દાહિર ઇનસેટના ફેસબુક પેજ પરથી

નવી દિલ્હી: જનસંખ્યા વધારો દરેક દેશની મોટી સમસ્યા છે, ખાસ કરીને દિલ્હી, મુંબઇ, કોલકાતા જેવા મેટ્રો શહેરોમાં આ સમસ્યા જોવા મળી રહી છે. દરેકની ઇચ્છા હોય છે કે તેની પોતાની એક કાર હોય, જે ટ્રાફિક જામની સ્થિતિ વધારે છે. પરંતુ જો કોઇ એવી ટ્રાંસપોર્ટ સિસ્ટમ આવી જાય જેના દ્વારા રસ્તા પર વાહન ઝડપી દોડી શકે અને તેમે આ એડવાન્સ ટ્રાસપોર્ટ સિસ્ટની મદદથી ઓફિસ અથવા અન્ય સ્થળે કલાકોની જગ્યાએ મિનિટોમાં પહોંચી જોઓ તો કેટલું સારુ રહેશે. આનાથી ના તો માત્ર સમય બચવાની સાથે ઇધણ ખર્ચમાં પણ ફાયદો થશે.

હા, અમે વાત કરી રહ્યાં છીએ ‘એડવાન્સ ગાયરોસ્કોપિક પબ્લિક ટ્રાંસપોર્ટ વાહનો’ની. જો આ વાહનો આપણા રસ્તાઓ પર દોડાવવામાં આવે તો ના માત્ર રોડ દુર્ધટનાઓ ઓછી થશે ઉલટાનું રસ્તા રસ્તા પર ચાલવાનું વધુ સુરક્ષીત થઇ જશે. એવો દાવો એક મીડિયા રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.

ગોયરોસ્કોરપિક પબ્લિક ટ્રાંસ્પોર્ટ સિસ્ટમ શું છે?
હકિકતમાં આ એક લાર્જ પોડ છે જે ફ્લેક્સિબલ પગ પર ચાલે છે. એટલે કે આ એક્સપેંડ (ખુલી) પણ થઇ શકે અને એલાંગેટ (ઉભા) પણ રહી શકે છે. સીધી ભાષામાં સમજાવવામાં આવે તો એવી બસ જે ટ્રાફિક જામવાળા સ્થળ પર વાહનો ઉપરથી ક્રોસ કરી જાય અને ક્યાંક દુર્ધટના હોય તો ઓટોમેટીક રોકાઇ જાય. આ સમૂચી બસ ગોયરાસ્કોપ (એક પોલ) પર ઉભી હોય છે.

ગાયરાસ્કોપિક પોડ એક બસના રૂપમાં હશે. જેમાં પ્લેન જેવા સીટિંગ અરેંજમેંટ હશે. જેમાં સેલૂન અને લાઉંજની સાથે ટીવી પણ લગાવવામાં આવ્યું હશે. આમાં મુસાફરી કોઇ સાદી બસ જેવી જ સુરક્ષિત હશે. આ ટેકનોલોજીનો ઉપયોગ એરોપ્લેન અને સ્પેશિપમાં કરવામાં આવે છે. આ ઓટોપાયલોટ મોડ પર કામ કરે છે. તેનો આકાર નાના-મોટા બંને રીતે થઇ શકે છે. આ રસ્તા પર વાહનોની ઉંચાઇથી ઉપર પણ ચાલી શકે છે. આ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે તો રસ્તા પર કોઇ મેટ્રો પિલરથી પણ ઓછી જગ્યામાં ચાલી શકે છે.

કોણે બનાવી આ ટેકનોલોજી
ઇન્ડિયા ટાઇમ્સના સમાચાર મુજબ આ ટેકનોલોજીને દાહિર ઇનસેટે વિકસિક કરી છે. આ કંપનીએ ગોપરોસ્કોપિક ટ્રાંસ્પોર્ટનો આઇડીયા આપ્યો એટલેકે ભવિષમાં મુસાફરી કરવાની સવારી છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ ટેકનોલોજી પરીક્ષણમાં સફળ રહી છે. જોકે હજુ આ ટેકનોલોજીનો ડિજીટલ પ્રોટોટાઇફ માત્ર ઓટોકેડ પર જ છે.

gyroscope bus

(ફોટો સાભારઃ દાહિર ઇનસેટના ફેસબુક પેજ પરથી)

કતરમાં ગાયરોસ્કોપિક ટ્રાંસપોર્ટની ચાલી રહી છે વાત
એક મીડિયા રિપોર્ટ અનુસાર કતર 2022માં વલ્ડ કપ પહેલા તેમના ત્યાં 20 ગાયરોટ્રન સ્થાપિત કરવા માંગ છે. આ વિષય પર વાતચીત ચાલી રહી છે. દાહિર ઇનસેટ કંપની રૂસમાં પણ આ ટેકનોલોજીને સ્થાપિત કરવા ઇચ્છે છે. જોકે, ત્યાં કેટલાક એવા રૂટ પર આ અત્યાધુનિક ટ્રાંસ્પોર્ટ જોવા મળી શકે છે. મસલન માસ્કોના ડાયનામો મેટ્રો સ્ટેશનથી લઇને શેરેમેતેવયો એરપોર્ટના રૂટ પર જોવા મળશે. દાહિર ઇનસેટના કંસ્ટ્રક્શન એન્ટરપ્રેન્યોર દાહિર સેમ્યોનોવનો દાવો છે કે આ ટ્રાંસપોર્ટ સિસ્ટમ એકદમ સુરક્ષીત છે. ગાયરોટ્રેન જો કોઇ વયક્તિની સાથે અઠડાય તો તેને નુકસાન પહોંચી શકતું નથી.