traffic jam

જીવરાજ પાર્ક બ્રિજ બંધ થતા જ ટ્રાફિક જામ સર્જાયો, કલાકો સુધી અટવાયા વાહનચાલકો

  • આ ફ્લાય ઓવર 6 જુલાઈથી 10 જુલાઈ દરમિયાન બંધ રહેશે. જેથી લોકોને પરિવહન માટે અન્ય રસ્તાઓનો ઉપયોગ કરવા સૂચના અપાઈ
  • જામ થયેલા ટ્રાફિકના નિયમન માટે સ્થાનિકો અને પોલીસ જવાનો મદદમાં જોડાયા છે. સવારથી ટ્રાફિક જામ સર્જાયેલો છે

Jul 7, 2021, 11:16 AM IST

ઓફિસોમાં 100 ટકા હાજરીથી રસ્તાઓ પર ફરી એ જ ભીડ જોવા મળી, ક્યાંક કોરોના ફરી ઉથલો ન મારે

  • સોમવારથી માર્કેટ અને ઓફિસોમાં ફરીથી રોનક આવી છે. ઓફિસો 100 ટકા સ્ટાફની સાથે ખૂલી ગઈ
  • સોમવારની આ ચહલપહલ ડરાવી દે તેવી હતી. કોરોનાની બીજી લહેરમાંથી ગુજરાત માંડ બેઠુ થયું છે

Jun 8, 2021, 07:32 AM IST

નાગરિકો સાવધાન! જો આમ જ ચાલશે તો ગુજરાતમાં ફરી લોકડાઉન માટે સરકાર બનશે મજબુર

શહેરમાં મિની લોકડાઉનમાં આંશિક છુટછાટ અપાયા બાદ આજે શહેરના મોટા ભાગની તમામ બજારોમાં દુકાનો ખુલી ગઇ હતી. બપોરનાં ત્રણ વાગ્યાની આસપાસ છુટછાટની મર્યાદા પુર્ણ થતા રસ્તા પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. કાલુપુરથી આસ્ટોડિયા જતા રસ્તા સહિત અનેક વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. ઘણા સમય બાદ અમદાવાદનાં રસ્તાઓ પર ટ્રાફીકના દ્રશ્યો જોવા મળ્યા હતા. 

May 21, 2021, 04:47 PM IST

Farmers Protest: કૃષિ મંત્રી નરેંદ્ર સિંહ તોમર બોલ્યા- આંદોલનથી લોકોને થઇ રહી છે મુશ્કેલી

કૃષિ કાયદાને લઇને સરકાર અને પ્રદર્શન કરી રહેલા ખેડૂતો વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. એકતરફ ખેડૂતોએ સરકાર પર ફૂટ પાડવાનો આરોપ લગાવ્યો છે તો બીજી તરફ સરકારનું કહેવું છે કે ખેડૂતોના આંદોલનથી સામાન્ય જનતાને મુશ્કેલી થઇ રહી છે.

Dec 2, 2020, 06:28 PM IST

Farmers Protest: DND પર ભારે ટ્રાફિકજામ, Delhi-Noida અવરજવરમાં મુશ્કેલી; જુઓ PHOTOS

કૃષિ કાયદા (Farm Laws)માં પરત લેવાની માંગ કરી રહેલા ખેડૂતોના પ્રદર્શન (Farmers Protest)ને આજે 8 દિવસ થઇ ગયા છે. ખેડૂતોનું કહેવું છે કે કૃષિ કાનૂન (Farm Laws)છે કે જ્યારે કેન્દ્ર સરકાર નવા કૃષિ કાયદા (Farm Laws)ને સ્થગિત કરવામાં આવ્યો છે, ત્યાં સુધી અમે અડગ રહીશું. 

Dec 2, 2020, 03:16 PM IST

લોકડાઉન 4 : રાજકોટમાં ઉદ્યોગો ધમધમતા થયા, ગોંડલ હાઇવે પર 5 કિલોમીટર લાંબી લાઇન

ગુજરાતમાં હવે લોકડાઉન 4 લાગુ થઇ ચુક્યું છે. કોરોનાની સ્થિતી કાબુમાં આવી રહી હોવાનો દાવો સતત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ સરકાર દ્વારા લોકડાઉનમાં સતત છુટછાટ આપવામાં આવી રહી છે. જો કે લોકો પણ કોરોના જાણે ખતમ થઇ ગયો હોય તે પ્રકારે લોકો બહાર નિકળી ગયા છે.

May 21, 2020, 11:52 PM IST
Cattle Torture Increased In Jamnagar PT8M8S

જામનગરમાં ઢોરના ત્રાસથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા

રાજ્યભરમાં અનેક જગ્યાઓથી રખડતા ઢોરના અહેવાલ આવી રહ્યા છે ત્યારે આ લિસ્ટમાં જામનગરનું પણ નામ સામેલ થઈ ગયું છે. જામનગરમાં ઢોરના ત્રાસથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શહેરના મુખ્ય માર્ગો તેમજ સર્કલમાં ઠેરઠેર રસ્તા વચ્ચે, શેરી ગલીઓમાં રખડતા ઢોરના કારણે અકસ્માતની ઘટનાઓ પણ બને છે. સાથે જ શાળાએ જતા બાળકોને પણ ભારે હાલાકી વેઠવી પડે છે. સમગ્ર મામલે શહેરીજનોએ ઝી 24 કલાક સાથે ખાસ વાત કરી અને તેમની વ્યથા જણાવી હતી.

Oct 5, 2019, 04:20 PM IST
Cattle Torture Increased In Palanpur PT6M30S

પાલનપુરમાં રખડતા ઢોરનો ત્રાસ

બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં રખડતા ઢોરોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે શહેરમાં જાહેર રોડ ઉપર અડિંગો જમાવીને બેસી જતાં ઢોરોના કારણે ટ્રાફિક જામ સર્જાય છે પાલનપુરના હાઇવે વિસ્તાર,કોઝી વિસ્તાર, ગુરુનાનક ચોક,દિલ્હીગેટ,ગઠામણ જેવા ભીડભાડ વાળા વિસ્તારમાં રખડતા પશુઓના ત્રાસના કારણે અનેક વાર અકસ્માતની ઘટનાઓ બની રહી છે જેના કારણે વાહન ચાલકો અને શહેરીજનો ઈચ્છી રહ્યા છે નગરપાલિકા રખડતાં ઢોરોને પકડીને પાંજરાપોળમાં મોકલી દે અથવા ઢોરોના માલિકોને દંડ ફટકારે અને એવી કોઈ વ્યવસ્થા કરે જેના કારણે જાહેર રોડ ઉપર ઢોર આવે નહિ.

Oct 5, 2019, 03:50 PM IST

હવામાન ખાતાની આગાહી જુઓ, આજથી ચાર દિવસ કેવો રહેશે વરસાદ

ગુજરાતમાં સર્વત્ર સારો વરસાદ વરસ્યો છે. ત્યારે હવે વરસાદનું જોર હવે ગુજરાતમાં નબળુ પડવા લાગ્યું છે. હવામાન ખાતાની માહિતી મુજબ, આજથી 4 દિવસ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. 

Aug 17, 2019, 03:52 PM IST
Rajkot: Traffic Jam Near Gondal Chokdi PT4M13S

રાજકોટ: ગોંડલ ચોકડી પાસે 3 કિલોમીટર સુધી ટ્રાફિકજામ

રાજકોટના ગોંડલ ચોકડી પાસે ટ્રાફિકજામ, 3 કિલોમીટર સુધી વાહનોની લાગી લાંબી લાઈનો. છેલ્લા 2 કલાકથી સર્જાયો છે ટ્રાફિકજામ. ટ્રાફિકજામને કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીમાં.

Aug 17, 2019, 01:10 PM IST

અમદાવાદ : વિશાળ લીમડાનું વૃક્ષ રીક્ષા પર પડતા ચાલકનું ઓન ધી સ્પોટ મોત

અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક અજીબ ઘટના બની હતી. મણિનગર જવાહર ચોક ચાર રસ્તા પર આવેલ વિશાળ લીમડાનું વૃક્ષ તૂટી પડ્યું હતું. લીમડાનું વિશાળ વૃક્ષ રોડ પરથી પસાર થઈ રહેલા રીક્ષા પર પડ્યું હતું. આ ઘટનામાં રીક્ષા ચાલકનું મોત નિપજ્યું હતું. અન્ય બે લોકો ઈજાગ્રસ્ત પણ બન્યા હતા. આ ઘટના બાદ પોલીસે મણિનગર જતો રસ્તો બંધ કરાવ્યો હતો. ફાયર વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ઝાડ નીચે દબાયેલ રિક્ષામાંથી મૃતદેહ બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. 

Aug 11, 2019, 01:18 PM IST

વડોદરાના માથે ફરી પૂરનો ખતરો, લોકોના ઘરોમાં ઘૂસ્યા વિશ્વામિત્રીના પાણી

વડોદરામાં ઉપરવાસમાં વરસાદને પગલે આજવા ડેમમાંથી પાણી છોડાતા વડોદરાના માથે ફરીથી પાણીનું સંકટ છે. ગઈકાલે વિશ્વામિત્રીની સપાટી ભયજનક લેવલ ક્રોસ કરી ગઈ હતી, જેણે કારણે રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ત્યારે હવે વડોદરામાં ફરીથી ધીમીધારે વરસાદની શરૂઆત થઈ છે. જેને પગલે વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ વિશ્વામિત્રીની સપાટી 30.25 ફૂટે પહોંચી ગઈ છે. જેને પગલે અનેક ઘરોમાં વિશ્વામિત્રી નદીના પાણી ઘૂસી ગયા છે. 

Aug 11, 2019, 09:18 AM IST

Breaking : મોરબીમાં દીવાલ પડતા 7ના મોત, પોરબંદરમાં 3 માછીમારો ડૂબ્યા

મોરબીમાં દીવાલ નીચે દબાઈ જવાની ઘટનાથી સાત લોકોના મોત થયા છે. મોરબી બાપયાસ પાસે આવેલા મચ્છુનગર પાસે દીવાલ તૂટી પડી હતી. જેની નીચે કેટલાક લોકો દબાઈ ગયા હતા. આ ઘટનામાં 7 લોકોના મોત નિપજ્યા છે, તો બીજી તરફ 10 લોકોને દીવાલ નીચેથી કાઢવામાં આવ્યા હતા. આ ઘટના બાદ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક દોડતી થઈ હતી. તાત્કાલિક રેસ્ક્યૂ કામગીરી હાથ ધરાઈ હતી. આ ઘટનામાં મૃત્યુ આંક હજુ વધે તેવી શક્યતા છે. 

Aug 10, 2019, 04:02 PM IST

11ના મોત, 6000નું સ્થળાંતર : ગુજરાતના માથે હજી પણ આગામી 48 કલાક ભારે વરસાદનું સંકટ

રાજ્યમાં ગઈકાલથી સર્વત્ર વરસાદી માહોલ છે. ત્યારે હજી પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં હજી પણ ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. ગુજરાતમાં હજુ પણ આગામી 48 કલાક ભારે પડી શકે છે. આ 48 કલાકમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.

Aug 10, 2019, 03:03 PM IST

વડોદરામાં વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી ક્રોસ કરી, લોકોના ઘરોમાં પાણી ઘૂસવાની શરૂઆત થઈ

વડોદરામાં વરસાદે બીજો રાઉન્ડ શરૂ કરતા જ વિશ્વામિત્રી નદીની સપાટી 25 ફૂટ પર પહોંચી ગઈ છે. શહેરમાં મોડી રાતથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે જેના પગલે શહેરીજનો ચિતિંત થયા છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે આજવા સરોવર ડેમની સપાટી વધીને 212.90 ફૂટ થઈ છે. આજવા સરોવરમાંથી વિશ્વામિત્રી નદીમાં 10 હજાર કયુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યુ છે જેના પગલે વિશ્વામિત્રી નદીની સપાટી વધીને 25 ફૂટ થઈ છે. વડોદરામાં 24 કલાકમાં વરસ્યો સવા ચાર ઈંચ વરસાદ વરસી પડ્યો છે. જેના પગલે તંત્રએ સ્કુલ કોલેજોમાંથી વિધાર્થીઓને છોડી મૂકવાના આદેશ કર્યા હતા. જોકે, હાલ વરસાદે વિરામ લીધો છે. 

Aug 10, 2019, 11:25 AM IST

રાજકોટમાં ધોધમાર વરસાદ : ન્યારી ડેમમાંથી પાણી છોડાતા 19 ગામોને એલર્ટ કરાયા

ગુજરાતમાં હાલ સર્વત્ર વરસાદ છે, જેમાં રાજકોટ પણ બાકાત નથી. રાજકોટમા 24 કલાકમાં 162 એમએમ વરસાદ પડ્યો છે. હજી પણ રાજકોટ શહેર જિલ્લામાં ધોધમાર વરસાદ ચાલુ છે. જેને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. રાજકોટમાં આજે ભારે વરસાદને લઈને શહેરની અનેક સ્કૂલ અને કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે. શહેર અને જિલ્લામાં સ્કૂલોના સંચાલકોએ વરસાદને પગલે આ નિર્ણય લીધો છે.

Aug 10, 2019, 10:53 AM IST

મોન્સૂન બ્રેકિંગ : બરવાળામાં 15 ઈંચ, મહુધા-ધંધુકામાં 13 ઈંચ, કડી-ગઢડામાં 12 ઈંચ, રાણપુર-ગળતેશ્વરમાં 10 ઇંચ વરસાદ

રાજ્યમાં સાર્વત્રિક મેઘ મલ્હાર યથાવત. રાજ્યના 228 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ. બરવાળામાં 15 ઇંચ, મહુધા-ધંધુકામાં 13 ઈંચ, કડી-ગઢડામાં 12 ઈંચ, રાણપુર-ગલતેશ્વર માં 10 ઇંચ વરસાદ

Aug 10, 2019, 10:22 AM IST

અમદાવાદ : બોપલમાં સુધા ફ્લેટની દિવાલ પડી, 4 લોકોના મોત

અમદાવાદમાં ગઈકાલ સાંજથી શરૂ થયેલ વરસાદ અટકવાનુ નામ નથી લેતો. અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. ત્યારે અમદાવાદના બોપલમાં દિવાલ ધરાશાયી થઈ છે. બોપલના સુધા ફ્લેટની દિવાલ પડતાં ચાર લોકોનાં મોત થયા છે. ત્યારે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

Aug 10, 2019, 09:11 AM IST

સમગ્ર ગુજરાત વરસાદના બાનમાં, અમદાવાદ પણ પાણી પાણી, 26 ટ્રેન કેન્સલ કરાઈ

ભારે વરસાદે સમગ્ર ગુજરાતને બાનમાં લઈ લીધું છે. ગુજરાતભરમાં હાલ ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતના ભાગ્યે જ કોઈ એવા વિસ્તાર હશે, જ્યાં વરસાદ નહિ હોય. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 239 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં અમદાવાદમાં છેલ્લા ૨૪ કલાકમાં 8 ઈંચ વરસાદ પડ્યો છે. જેને કારણે મેગા સિટીમાં અનેક સ્થળોએ પાણી ભરાયા છે. રાજકોટમાં પણ વરસાદ અનરાધાર 7 ઇંચ વરસાદ વરસ્યો છે. ભાવનગર પંથક પણ 7 ઈંચ વરસાદથી જળબંબાકાર બન્યું છે. તો બોટાદ પંથકમાં 10 થી 15 ઇંચ વરસાદ ખાબક્યો છે.

Aug 10, 2019, 08:28 AM IST

વડોદરાના માથે ફરી પૂરનો ખતરો, વિશ્વામિત્રીની સપાટી વધી, વિદ્યાર્થીઓને છોડી દેવાના આદેશ અપાયા

વડોદરામાં તાજેતરમાં જ ભારે વરસાદને પગલે પૂરની પરિસ્થિતિ ઉદભવી હતી. ત્યારે હવે ગઈકાલ સાંજથી ફરી વડોદરામાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે વડોદરામાં વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ વિશ્વામિત્રી નદીની સપાટી 15 ફૂટ પર પહોંચી ગઈ છે. જેને પગલે જિલ્લા કલેક્ટર દ્વારા તમામ શાળા-કોલેજના વિદ્યાર્થીઓને તાત્કાલિક છોડવાના આદેશ આપવામાં આવ્યા છે.

Aug 9, 2019, 02:22 PM IST