બળવાખોર ધારાસભ્યોની પ્રથમ પસંદ રહી છે BJP, 5 વર્ષમાં 182 લોકો જોડાયા

ધારાસભ્યો બળવો કરે તો સૌથી વધુ ફાયદો ભાજપને થાય છે. 2016થી 2020 વચ્ચે 405 ધારાસભ્યોએ પાર્ટી છોડી હતી, જેમાંથી 182 ધારાસભ્યો બાદમાં ભાજપમાં સામેલ થઈ ગયા. આ પાંચ વર્ષમાં સૌથી વધુ નુકસાન કોંગ્રેસને થયું. 
 

બળવાખોર ધારાસભ્યોની પ્રથમ પસંદ રહી છે BJP, 5 વર્ષમાં 182 લોકો જોડાયા

નવી દિલ્હીઃ પહેલા કર્ણાટક, પછી મધ્યપ્રદેશ અને હવે મહારાષ્ટ્ર. ધારાસભ્યોના બળવાનો ખેલ હવે મહારાષ્ટ્રમાં શરૂ થઈ ગયો છે. શિવસેના ધારાસભ્ય અને ઉદ્ધવ સરકારમાં મંત્રી એકનાથ શિંદેએ બળવો કરી દીધો છે. તેનાથી મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી સરકાર સંકટમાં આવી ગઈ છે. જે કર્ણાટક અને મધ્યપ્રદેશમાં થયું તે મહારાષ્ટ્રમાં થશે તો ઠાકરે સરકારની વિદાય નક્કી છે. 

મહારાષ્ટ્ર વિધાનસભામાં કુલ 288 સીટો છે. એક ધારાસભ્યના નિધન બાદ હાલ 287 ધારાસભ્યો છે. સરકાર બનાવવા કે બચાવી રાખવા માટે 144 ધારાસભ્યોનું સમર્થન જરૂરી છે. હાલ મહાવિકાસ અઘાડી સાથે 153 ધારાસભ્યો છે. શિવસેનાના 55, એનસીપીના 53 અને કોંગ્રેસના 44 ધારાસભ્ય છે. પરંતુ એકનાથ શિંદે દાવો કરી રહ્યાં છે કે તેમની પાસે 40થી વધુ ધારાસભ્યો છે. જો આ બળવો કરનાર ભાજપની સાથે જાય તો મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન થઈ શકે છે. 

હકીકતમાં બળવો કરનાર ધારાસભ્યોની પ્રથમ પસંદગી ભાજપ રહે છે. આંકડા જણાવે છે કે 5 વર્ષમાં 405 ધારાસભ્યોએ પોતાની પાર્ટી છોડી. તેમાંથી આશરે 45 ટકા ધારાસભ્યો બાદમાં ભાજપમાં સામેલ થઈ ગયા. આ આંકડા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના છે. તેમાં 2016થી 2020 વચ્ચે પાંચ વર્ષમાં પાર્ટી છોડનાર અને બીજી પાર્ટીમાં સામેલ થનાર ધારાસભ્યોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. એડીઆરનો આ રિપોર્ટ પાછલા વર્ષે માર્ચમાં આવ્યો હતો. 

બળવાનો સૌથી વધુ ફાયદો ભાજપને
- માર્ચ 2021માં એડીઆરનો રિપોર્ટ જણાવે છે કે 2016થી 2020 વચ્ચે દેશભરમાં વિધાનસભાઓ દેશભરની વિધાનસભાઓના 406 ધારાસભ્યોએ પાર્ટી છોડી હતી. તેમાંથી 182 એટલે કે 45 ટકા ધારાસભ્યો ભાજપમાં સામેલ થઈ ગયા હતા. 

- રિપોર્ટ પ્રમાણે પાર્ટી છોડનાર 38 એટલે કે 9.4 ટકા કોંગ્રેસમાં જોડાયા હતા. જ્યારે 25 ધારાસભ્યો તેલંગણા રાષ્ટ્રીય સમિતિ અને 16 ધારાસભ્યો ટીએમસીમાં સામેલ થયા હતા. 16 ધારાસભ્યો નેશનલ પીપુલ્સ પાર્ટી, 14 જેડીયૂમાં, 11-11 ધારાસભ્યો બીએસપી અને ટીડીપીમાં સામેલ થયા હતા. 

- બળવાનો સૌથી મોટો ઝટકો કોંગ્રેસને લાગ્યો છે. કોંગ્રેસના 170 ધારાસભ્યોએ પાંચ વર્ષમાં પાર્ટી છોડી દીધી. જ્યારે ભાજપના 18 ધારાસભ્યો હતા. બીએસપી અને ટીડીપીના 17-17 ધારાસભ્યોએ પાર્ટી છોડી હતી. તો 5 વર્ષમાં શિવસેનાનો એકપણ ધારાસભ્ય નહોતો, જેણે પાર્ટીને અલવિદા કહ્યું હોય.

- 2016-2022 પાંચ વર્ષમાં 405 ધારાસભ્યોએ છોડી પાર્ટી... સૌથી વધુ ધારાસભ્યો ભાજપમાં થયા સામેલ

છેલ્લા પાંચ વર્ષમાં પાર્ટી છોડી અને પાર્ટીમાં જોડાનાર ધારાસભ્યોની વિગત

ભાજપ- 182
કોંગ્રેસ- 38
ટીઆરએસ- 25
ટીએમસી- 16
એનપીપી- 16
જેયીડૂ- 14
બીએસપી- 11
ટીડીપી-11
એનડીપીપી-10
શિવસેના- 9
અન્ય- 73
(સ્ત્રોત-એનડીઆર)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news