આ છે વર્ષ 2022ના 5 સૌથી પોપુલર Smartphone, આજે પણ છે સૌથી વધુ ડિમાન્ડ
Top 5 Smartphones Under 35000: ભારતમાં 35 હજારથી ઓછી કિંમતવાળા ફોન ખૂબ પોપુલર છે. 35 હજાર રૂપિયાની પ્રાઇઝ રેંજમાં જુઓએ તો Nothing Phone 1, Pixel 6a, OnePlus Nord 2T સહિત ઘણા ધમાકેદાર સ્માર્ટફોન્સ છે. આવો જાણીએ આ 5 સ્માર્ટફોન્સ વિશે, જે ખૂબ ચર્ચામાં રહ્યા.
Trending Photos
Top 5 Smartphones Under 35000: ભારતમાં 35 હજારથી ઓછી કિંમતવાળા ફોન ખૂબ પોપુલર છે. આ પ્રાઇઝ રેંજમાં ટોપ ફીચર્સ સાથે અપર-મિડ રેંજ ડિવાઇસ મળી જાય છે. લિસ્ટમાં ઘણા એવા સ્માર્ટફોન્સ છે, જે સ્ટાઇલિશ ડિઝાઇનને અપનાવે છે. આ ઉપરાંત ફ્લેગશિપ કેમેરા સેંસર્સ મળે છે. 35 હજાર રૂપિયાની પ્રાઇઝ રેંજમાં જોઇએ તો Nothing Phone 1, Pixel 6a, OnePlus Nord 2T સહિત ઘણા ધમાકેદાર સ્માર્ટફોન્સ છે. આવો જાણીએ આ 5 સ્માર્ટફોન્સ વિશે જે ખૂબ ચર્ચામાં રહ્યા.
Nothing Phone 1
આ વર્ષના સૌથી સ્ટાઇલિશ ફોનની વાત કરવામાં આવે તો Nothing Phone 1 સૌથી પ્રથમ નંબર પર આવશે. આ ફક્ત લુકમાં જ નહી પરંતુ સોફ્ટવેર અને હાર્ડવેરના મામલે પણ બેસ્ટ ફોન છે. ફોનના 8GB RAM + 128GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 32,999 રૂપિયા છે. ફોનમાં Snapdragon 778G ચિપસેટ મળે છે. ફોનની તગડી બેટરી અને શાનદાર કેમેરા પણ મળે છે.
Google Pixel 6a
Pixel 6 ના મુકાબલે Google Pixel 6a સૌથી સસ્તો સ્માર્ટફોન છે. ફોનમાં 60hz ની ડિસ્પ્લે મળે છે. ફોનમાં ફ્લેગશિપ લેવલનો કેમેરા મળે છે. ફોનમાં 6.1-ઇંચની FHD+ ડિસ્પ્લે મળે છે. ફોનમાં પાછળની તરફ 12.2 MP નો પ્રાઇમરી કેમેરા અને 12MP નો સેકન્ડરી કેમેરા મળે છે. આ ઉપરાંત સામેની તરફ 8MP નો સેલ્ફી શૂટર મળે છે. આ ઉપરાંત ફોનમાં 4410mAh ની દમદાર બેટરી મળે છે. 6 GB RAM+ 128 GB સ્ટોરેજની કિંમત 29,999 રૂપિયા છે.
આ પણ વાંચો: સ્વેટર પહેરીને સૂવાના ગેરફાયદા, સુધારી દેજો ટેવ નહીંતર મુશ્કેલીમાં મુકાશો
આ પણ વાંચો: Dark Elbows: કોણીની કાળાશને સંતાડવા માટે પહેરો છો આખી બાંયના કપડાં, આ રીતે કરો દૂર
આ પણ વાંચો: જો ઉંઘમાં Sex ના સપના આવતા હોય તો આ જરૂરથી વાંચજો, નહીંતર પસ્તાશો
Xiaomi 11T Pro 5G Hyperphone
Xiaomi નો Xiaomi 11T Pro 5G Hyperphone ખૂબ ચર્ચામાં રહ્યો. ફોનમાં 120W હાઇપરચાર્જ ટેક્નોલોજી છે, જે 5000mAh બેટરીને 17 મિનિટમાં ફૂલ ચાર્જ કરી શકે છે. ફોનમાં 6.7 ઇંચ ડિસ્પ્લે, 108MP નો કેમેરા મળે છે. 8 GB RAM+128 GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 33,990 રૂપિયા છે.
iQOO Neo 6
iQOO Neo 6 પણ ખૂબ ચર્ચામાં રહ્યો. આ ફોનનું વેચાણ પણ ખૂબ થયું. ફોનમાં 6.2 ઇંચની ડિસ્પ્લે, 64MP નો શાનદાર કેમેરા અને 4700mAh ની તગડી બેટરી મળે છે. 8 GB RAM+128 GB સ્ટોરેજની કિંમત 28,999 રૂપિયા છે.
OnePlus Nord 2T
OnePlus Nord 2T ભારતમાં ખૂબ પોપુલર રહ્યો. OnePlus Nord 2 હિટ થયા બાદ OnePlus Nord 2T સુપરહિટ સાબિત થયો. ફોનમાં 6.7 ઇંચની ડિસ્પ્લે, 50MP નો કેમેરા અને 80W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 4,500mAh ની બેટરી મળે છે. 8GB RAM + 128GB સ્ટોરેજ ઓપ્શનની કિંમત 28,999 રૂપિયા છે.
આ પણ વાંચો: 'Free' માં ઘરે લઇ જાવ આ ઇલેક્ટ્રિક સ્કૂટર! કંપની અલગથી કરાવશે 10 હજારનો ફાયદો
આ પણ વાંચો: એકદમ ચમત્કારી છે હવનની રાખ, આ ઉપાયોને કરવાથી ઘરમાં થશે બરકત, થશે ધનવર્ષા
આ પણ વાંચો: દુનિયાની સૌથી પહેલી પોર્ન સ્ટારની દર્દનાક કહાની, વાંચીને રૂવાડાં ઉભા થઇ જશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે