અમદાવાદ એરપોર્ટ પર 'ગ્રીન' કાર વોશની અનોખી સુવિધા શરૂ, માત્ર 20 મિનિટમાં સાફ થઈ જશે કાર
અમદાવાદ એરપોર્ટ પર હવે કાર વોશની ખાસ સુવિધા શરૂ કરવામાં આવી છે. અહીં ક્લીન કાર્ટ દ્વારા માત્ર 20 મિનિટમાં કાર વોશ કરી આપવામાં આવશે. જેમાં માત્ર 1.5 લીટર પાણીનો ઉપયોગ થશે.
Trending Photos
અમદાવાદઃ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અનેક નવી સુવિધાઓ શરૂ કરવામાં આવી છે. હવે આ એરપોર્ટ પર ગ્રીન કાર વોશની અનોખી સુવિધા શરૂ કરવામાં આવી છે. સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર ઈન્ટરિેશિલ એરપોટટ પર કાર વોશ માટે ઇકોફ્રેન્ડલી સર્વિસ શરૂ કરવામાં આવી છે. આ સુવિધા દ્વારા એરપોર્ટ પર આવતા વ્યક્તિ માત્ર 20 મિનિટમાં પોતાની કાર વોશ કરાવી શકશે. ક્લીન કાર્ટ દ્વારા એરપોર્ટ પર આ સુવિધા શરૂ કરવામાં આવી છે.
અમદાવાદ એરપોર્ટ પર શરૂ થઈ સુવિધા
અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતનું સૌથી મોટું એરપોર્ટ છે અને અહીં સતત ટ્રાફિક રહે છે. એરપોર્ટ પર કાર વોશની નવી સુવિધા શરૂ કરવામાં આવી છે. અહીં ઈન્ટરિેશિલ એરપોટટ પર કાર વોશ માટે ઇકોફ્રેન્ડલી સર્વિસ શરૂ કરવામાં આવી છે. જેમાં માત્ર 20 મિનિટમાં કાર વોશ થઈ જશે. એરપોર્ટ પર પીકઅપ અને ડ્રોપીંગ માટે આવતા લોકો આ સુવિધાનો લાભ લઈ શકશે. અહીં માત્ર 20 મિનિટમાં 1.5 લીટર પાણીથી કાર વોશ કરવામાં આવશે.
એરપોર્ટ પાર્કિંગમાં પાર્ક કરેલી કારને અહીં વોશ કરાવી શકાશે. મુસાફરો કાર પાર્ક કરીને જઈ શકશે અને તે પરત ફરશે ત્યારે તેની કાર સાફ થઈ ગઈ હશે. કાર વોશની સુવિધા માટે પ્રી-બુકિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તમામ લોકો આ સુવિધાનો લાભ ઉઠાવી શકશે. અહીં કાર વોશ કરવા માટે લગભગ 1.5 લીટર પાણી સાથે બાયો-ડગ્રેડેબલ ક્લિનિંગ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવામાં આવશે. આ માટે સ્પેશિયલ કિટ વિકસિત કરવામાં આવી છે. કાર વોશ કરવા માટે એરપોર્ટમાં ક્વોલીટિ પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે