ટોપ ફેશન બ્રાંડે 88 હજાર રૂપિયામાં આવું જીન્સ, સોશિયલ મીડિયા પર થઇ ગયો Memes નો ઢગલો
લક્સરી ફેશન બ્રાંડ ગૂચી (Gucci) ને પોતાના નવા ક્લેક્શનને ટ્રોલિંગનો શિકાર થવું પડ્યું છે, બ્રાંડએ નવા ડેનિમ કનેક્શનમાં 'દાગ જેવી ઇફેક્ટ' (Stain Effect) વાળા જીન્સ અને ઓવરઓલ્સ ડ્રેસ લોન્ચ કર્યા છે.
Trending Photos
નવી દિલ્હી: લક્સરી ફેશન બ્રાંડ ગૂચી (Gucci) ને પોતાના નવા ક્લેક્શનને ટ્રોલિંગનો શિકાર થવું પડ્યું છે, બ્રાંડએ નવા ડેનિમ કનેક્શનમાં 'દાગ જેવી ઇફેક્ટ' (Stain Effect) વાળા જીન્સ અને ઓવરઓલ્સ ડ્રેસ લોન્ચ કર્યા છે. તેમાં Overalls ની કિંમત $1,400 (1 લાખ રૂપિયાથી વધુ) બતાવવામાં આવી છે.
તો બીજી તરફ કિંમત $1,200 (88 હજાર રૂપિયાથી વધુ) છે. આ ગારમેન્ટ્સ બ્રાંડના વિંટર કલેક્શનનો ભાગ છે અને કંપનીએ પોતાની સત્તાવાર વેબસાઇટ પર તે કપડાંઓને 'Specifically treated for a stained-like, distressed effect' (દાગ-ધબ્બાવાળી ઇફેક્ટ આપવા માટે ખાસરૂપથી તૈયાર કરવા) માટે પરિભાષિત કર્યા છે.
તેમાં આગળ કહેવામાં આવ્યું છે કે જીન્સ અને ઓવરઓલ્સ 'સામાન્ય વાદળી રંગના વોશ્ડ કાર્બનિક ડેનિમ છે, જે ડાધ જેવી ઇફેક્ટ સાથે સાથે છે. તેમાં એ પણ કહેવામાં આવ્યું છે કે તેનું મેન્યુફેક્ચરિંગની પ્રક્રિયા 'બાયઓડાયવર્સિટી અને ઇકોસિસ્ટમ' સન્માન કરનાર છે.
ધૂંટણ પાસે દાગની ઇફેક્ટવાળા ડેનિમને લઇને ટ્વિટર યૂઝર્સને બ્રાંડને જોરદાર નિશાન બનાવી. લોકોએ ના ફક્ત આઇડિયાની મજાક ઉડાવી પરંતુ તેની કિંમતને લઇને પણ કોમેન્ટ કર્યા. એક યૂઝરે લખ્યું કે 'ગૂચી પાગલ થઇ ગઇ છે. એવામાં ઘાસવાળા દાગવાળી જીન્સ તો હું મારા બગીચામાં મફતમાં મેળવી શકું છું???
Gucci is gone mad with these grass stained jeans. £600 when I can do it for free in my garden????? pic.twitter.com/XWcJf36xbi
— 𝕜𝕚𝕞𝕫𝕚𝕟𝕙𝕠 (@kfjoanes) September 22, 2020
એક અન્ય યૂઝરે લખ્યું 'ગૂચીની એક જીન્સ ખરીદો અથવા પછી 30 ડોલરની જીન્સ ખરીદીને બહાર જઇને આળોટતા આવો.
Gucci Debuts $1,200 Jeans Designed with Grass Stains Around the Knees https://t.co/SvK2HSonRX
— People (@people) September 21, 2020
એક એક યૂઝરે લખ્યું 'તો તેનાથી અમીર લોકો મહેનત કર્યા વિના મહેનત કરનારાઓનો લુક મેળવી શકે છે.
આ પહેલીવાર નથી કે જ્યારે ગૂચી આવા યૂઝ કરેલા કપડાંનો લુક (Worn-looking) વાળા કપડાં આટલી ઉંચી કિંમતમાં વેચી રહી છે. પીપુલ પત્રિકાના અનુસાર, 2019માં ગૂચીએ સ્ક્રીન સ્નીકર્સ લોન્ચ કર્યા હતા. જેની કિંમત $870 હતી. આ 'વિંટેજ સ્પોર્ટ્સવેર' જેવા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે