Top Selling Cars: કાર લેવી હોય તો આંખો બંધ કરીને આ કાર લઈ લો, દર મહિને 35 હજાર લોકો લાવી રહ્યાં છે ઘરે

Top Selling Cars: ભારતીય બજારમાં એસયુવીની (SUV) માંગ અને વેચાણ વધી રહ્યું છે પરંતુ તેમ છતાં કેટલીક હેચબેક કાર તેમની પ્રતિષ્ઠા જાળવી રહી છે.

Top Selling Cars: કાર લેવી હોય તો આંખો બંધ કરીને આ કાર લઈ લો, દર મહિને 35 હજાર લોકો લાવી રહ્યાં છે ઘરે

Top-2 Best Selling Cars: ભારતીય બજારમાં એસયુવીની  (SUV) માંગ અને વેચાણ વધી રહ્યું છે પરંતુ તેમ છતાં કેટલીક હેચબેક કાર તેમની પ્રતિષ્ઠા જાળવી રહી છે. કેટલીક હેચબેક કાર છે જેમનું વેચાણ સારું થઈ રહ્યું છે. આટલું જ નહીં, આ કાર્સ વેચાણ ચાર્ટમાં ટોપ પર રહે છે. આ કાર એટલી લોકપ્રિય છે કે તે દર મહિને સૌથી વધુ વેચાતી કારમાં સૌથી આગળ રહે છે. સપ્ટેમ્બર 2023ની વાત કરીએ તો મારુતિ બલેનો અને વેગનઆર સૌથી વધુ વેચાતી કાર છે. ગયા મહિને બલેનો 18,417 યુનિટના વેચાણ સાથે ટોચ પર રહી હતી અને વેગનઆર 16,250 યુનિટના વેચાણ સાથે નંબર-2 પર રહી હતી.

મારુતિ બલેનો પહેલી પસંદ

મારુતિ સુઝુકી બલેનો એ પ્રીમિયમ હેચબેક કાર છે, જેની એક્સ-શોરૂમ કિંમત (દિલ્હીમાં) રૂ. 6.61 લાખથી રૂ. 9.88 લાખની વચ્ચે છે. બલેનો બજારમાં Hyundai i20, Tata Altroz ​​અને Toyota Glanza સાથે સ્પર્ધા કરે છે. તેમાં 1.2-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન છે, જે 90 bhp અને 113 Nm જનરેટ કરે છે. કંપની બલેનોને CNG વર્ઝનમાં પણ વેચે છે.

આ સાથે 5-સ્પીડ મેન્યુઅલ અને 5-સ્પીડ AMT ગિયરબોક્સ વિકલ્પ ઉપલબ્ધ છે. જેમાં હેડઅપ ડિસ્પ્લે, 360 ડિગ્રી કેમેરા, રીઅર એસી વેન્ટ્સ, રીઅર ફાસ્ટ ચાર્જિંગ યુએસબી પોર્ટ (રેગ્યુલર અને ટાઇપ સી) અને એલઇડી ફોગ લેમ્પ્સ જેવી ઘણી સુવિધાઓ છે.

મારુતિ વેગનઆરનો પણ દબદબો

વેગનઆરને તેની કેબિન સ્પેસ અને આરામ માટે વધુ પસંદ કરવામાં આવે છે. તેની ટોલ બોય ડિઝાઇન તેના વેચાણમાં મહત્વનો ભાગ ભજવે છે. તે સારા હેડરૂમ અને લેગરૂમ આપે છે. વેગનઆરમાં 1.0 લિટર K-સિરીઝ એન્જિન અને 1.2-લિટર એન્જિનનો વિકલ્પ છે. 1.2 લિટર પેટ્રોલ એન્જિન 88.5 bhp અને 113 Nm જનરેટ કરે છે.

તેની એક્સ-શોરૂમ કિંમત (દિલ્હીમાં) 6.75 લાખ રૂપિયાથી શરૂ થાય છે. તેમાં 7-ઇંચ ટચસ્ક્રીન ડિસ્પ્લે, 4-સ્પીકર મ્યુઝિક સિસ્ટમ, સ્ટીયરિંગ માઉન્ટેડ ઓડિયો અને ફોન કંટ્રોલ અને 14-ઇંચના એલોય વ્હીલ્સ જેવી ઘણી સુવિધાઓ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news