શું તમે આ કાર બુક કરવા જઈ રહ્યા છો? તો પહેલા જાણી લેજો વેઈટીંગ પીરીયડ

Toyota Innova Hycross: ટોયોટા ઈનોવા હાઈક્રોસ ખૂબ જ પોપ્યુલર છે. તેની સારી માગ પણ છે. હવે તે દેશમાં સૌથી વધુ વેચાતી પાવરફુલ હાઇબ્રિડ કાર બની ગઈ છે.
 

શું તમે આ કાર બુક કરવા જઈ રહ્યા છો? તો પહેલા જાણી લેજો વેઈટીંગ પીરીયડ

Toyota Innova Hycross Waiting Period: ટોયોટા ઇનોવા હાઇક્રોસ ખૂબ જ લોકપ્રિય બની છે. તે દેશમાં સૌથી વધુ વેચાતી પાવરફુલ હાઇબ્રિડ કાર છે. તે ડિસેમ્બર 2022 માં લોન્ચ કરવામાં આવી હતી. આ પછી માર્ચ 2023 માં તેના 5,700 એકમોનું વેચાણ થયુ હતુ, જે એક મહિનામાં તેનું સૌથી વધુ વેચાણ હતું. તેણે Mahindra XUV700, Tata Harrier, Tata Safari અને MG Hector જેવી કારને પણ પાછળ છોડી દીધી હતી.

No description available.

ઇનોવા હાઇક્રોસ પર રાહ વેઈટીંગ પીરીયડ

ઇનોવા હાઇક્રોસ માટે બુકિંગ ચાલુ છે. પરિણામે તેનો વેઈટીંગ પીરીયડ ઘણો વધી ગયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, MPVના મજબૂત હાઇબ્રિડ વેરિઅન્ટ પર 100 અઠવાડિયા (અંદાજે 1 વર્ષ 9 મહિના) સુધીનો વેઇટિંગ પિરિયડ છે જ્યારે સામાન્ય પેટ્રોલ વેરિઅન્ટ પર 30 અઠવાડિયા સુધીનો વેઇટિંગ પિરિયડ છે. 

વર્તમાન ઇનોવા હાઇક્રોસ મોડલ લાઇનઅપ G, GX, VX, ZX અને ZXX (O) ટ્રિમ્સમાં ઉપલબ્ધ છે, જેની કિંમત રૂ. 18.55 લાખથી રૂ. 29.99 લાખ (એક્સ-શોરૂમ) વચ્ચે છે. તેમાં 2.0L, 4-સિલિન્ડર એટકિન્સન સાઇકલ (સ્ટ્રોંગ હાઇબ્રિડ) અને 2.0L પેટ્રોલ એન્જિનનો વિકલ્પ મળે છે.

પેટ્રોલ એન્જિન, 172bhp અને 205Nmનું ઉત્પાદન કરે છે, જે CVT ઓટોમેટિક ગિયરબોક્સ સાથે જોડાયેલું છે. બંને પાવરટ્રેન ફ્રન્ટ-વ્હીલ ડ્રાઇવ (FWD) સિસ્ટમ સાથે ઉપલબ્ધ છે.

ઉલ્લેખનીય છે કે, મારુતિ સુઝુકી ટૂંક સમયમાં ટોયોટા ઈનોવા હાઈક્રોસનું રિબેજ્ડ વર્ઝન રજૂ કરશે. તેના મોટાભાગના ફીચર્સ, કમ્પોનન્ટ્સ અને પાવરટ્રેન ઈનોવા હાઈક્રોસ જેવા જ હશે. તે 7-સીટર અને 8-સીટર લેઆઉટમાં ઉપલબ્ધ થશે.

આ પણ વાંચો:
વાવાઝોડાના લેટેસ્ટ અપડેટ : ગુજરાત બાદ હવે રાજસ્થાન પર મોટી ઘાત, જાણો ક્યાં પહોંચ્યુ
શક્તિશાળી બિપરજોયની 'આફ્ટર ઈફેક્ટ', લેન્ડફોલ બાદ હવે આ પડકારનો સામનો થશે

બિપરજોયે ગુજરાતમાં મચાવ્યો કહેર, 940 ગામડાઓમાં વીજળી ગૂલ, 22 લોકો ઘાયલ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news