6GB રેમ અને 50MP કેમેરા સાથે બે દમદાર સ્માર્ટફોન લોન્ચ, ઓફર પ્રાઇઝ માત્ર 8,200 રૂપિયા

UMIDIGI એ પોતાના લેટેસ્ટ સ્માર્ટફોન UMIDIGI G1 Max અને C1 Max ના વૈશ્વિક લોન્ચની જાહેરાત કરી છે. અલીએક્સપ્રેવ શોપિંગ ફેસ્ટિવલ દરમિયાન આ બંને ફોન મોટા ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ થશે. 

6GB રેમ અને 50MP કેમેરા સાથે બે દમદાર સ્માર્ટફોન લોન્ચ, ઓફર પ્રાઇઝ માત્ર 8,200 રૂપિયા

નવી દિલ્હીઃ UMIDIGI એ પોતાના લેટેસ્ટ સ્માર્ટફોન UMIDIGI G1 Max અને C1 Max ના વૈશ્વિક લોન્ચની જાહેરાત કરી છે. અલીએક્સપ્રેસ શોપિંગ ફેસ્ટિવલ દરમિયાન સ્માર્ટફોન મોટા ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ થશે. આ સિવાય બ્રાન્ડ એક ગિવઅવે ઈવેન્ટ પણ આયોજીત કરી રહી છે જેમાં ગ્રાહકોને ફ્રીમાં UMIDIGI સ્માર્ટફોન જીતવાની તક મળશે. તો આવો એક નજર કરીએ આ ફોનની કિંમત, ઓફર અને સ્પેસિફિકેશન પર...

ફોનમાં શું છે ખાસ, જાણો
UMIDIGI G1 Max અને C1 Max માં 6.52 ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે છે. ડિસ્પ્લે 1600x720 પિક્સેલ રેઝોલ્યૂશનની સાથે આવે છે અને 60Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. બંને ફોન મેટ કંપોઝિટ મટેરિયલથી બનેલી બોડી અને ઘણા કલર્સમાં આવે છે. ફોન યુનીસોક T610 ઓક્ટા-કોર ચિપસેટથી લેસ છે અને બંને ફોન  6GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજની સાથે આવે છે, જેને માઇક્રોએસડી કાર્ડની મદદથી 256GB સુધી વધારી શકાય છે. 

ફોટોગ્રાફી માટે બંને ફોન 50MP પ્રાઇમરી કેમેરા અને બે મેગાપિક્સલના ડેપ્થ સેન્સર સાથે આવે છે. સેલ્ફી માટે ફોનમાં 8 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો છે. ફોન 10W ચાર્જિંગ સપોર્ટની સાથે5150mAh બેટરીથી લેસ છે અને ચાર્જિંગ માટે તેમાં ટાઈપ-સી પોર્ટ મળે છે. આ સ્ટોક એન્ડ્રોયડ 12 ઓએસ પર કામ કરે છે અને ડ્યુઅલ 4G સિમ અને ગ્લોબલ બ્રાન્ડને સપોર્ટ કરે છે. અન્ય ફીચર્સમાં એક સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર, એઆઈ ફેસ આઈટી, 3.5 મિમી હેડફોન જેક વગેરે સામેલ છે. 

કિંમત અને ઉપલબ્ધતા
UMIDIGI G1 Max સ્ટેરી બ્લેક અને ગેલેક્સી બ્લૂ કલરમાં જ્યારે C1 Max સ્ટેરી બ્લેક અને મેટ સિલ્વર કલર ઓપ્શનમાં ઉપલબ્ધ થશે. સ્માર્ટફોનને 166.65 ડોલર (લગભગ 13800 રૂપિયા) માં વેચવામાં આવશે, પરંતુ અલીએક્સપ્રેસ પર વર્લ્ડ પ્રીમિયર સેલ દરમિયાન માત્ર $99.99 (લગભગ 8200 રૂપિયા) ના ડિસ્કાઉન્ટ પ્રાઇઝ પર ઉપલબ્ધ હશે. નોંધનીય છે કે આ સેલ 1 નવેમ્બર, 2022થી શરૂ થશે. પરંતુ તમે ઝડપથી ચેકઆઉટ માટે સેલ શરૂ થતા પહેલા પ્રોડક્ટને કાર્ટમાં જોડી શકો છો. 

ફ્રીમાં ફોન જીતવાની તક
UMIDIGI ने G1 Max અને C1 Max સ્માર્ટફોનના વૈશ્વિક લોન્ચના ભાગરૂપે એક ગિવઅવે ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ગિવઅવે હેઠળ તમારી પાસે એક ફ્રી G1 Max કે C1 Max, A13 Pro Max 5G, કે BISON 2 સ્માર્ટફોન જીતવાની તક છે. નોંધનીય છે કે ગિવઅવે માત્ર સત્તાવાર UMIDIGI વેબસાઇટ પર ચાલી રહ્યું છે. તમે પણ આ ઇવેન્ટમાં ભાગ લઈ શકો છો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news