પશુપાલકોને સુમુલ ડેરીનું મોટું દિવાળી બોનસ, દૂધના ભાવમાં વધારો જાહેર કર્યો

પશુપાલકોને સુમુલ ડેરીનું બોનસ.. સુમુલ ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે 20 રૂપિયાનો વધારો કર્યો.. ગાયના દૂધમાં કરાયો રૂપિયા 10નો વધારો.. 1 નવેમ્બરથી નવો ભાવ થશે લાગુ.. 

પશુપાલકોને સુમુલ ડેરીનું મોટું દિવાળી બોનસ, દૂધના ભાવમાં વધારો જાહેર કર્યો

ચેતન પટેલ/સુરત :સુરતની ફેમસ સુમુલ ડેરીએ જિલ્લાના અઢી લાખ પશુપાલકોને મોટી દિવાળી ભેટ આપી છે. સુમુલ ડેરીએ સુરત અને તાપી જિલ્લાના 2.50 લાખ પશુપાલકોને દૂધના ભાવમાં વધારો જાહેર કર્યો છે. સુમુલ ડેરીએ ભેંસના દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે 20 રૂપિયા વધારો કર્યો છે. તો ગાયના ભાવમાં કિલો ફેટે રૂપિયા 10 નો ભાવ વધારો કર્યો છે. સમગ્ર સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોમાં આ ખબરથી ખુશીનો માહોલ છવાયો છે. નવો ભાવ વધારો 1 નવેમ્બર  2022થી લાગુ પડશે.

  • ગાયના ફેટમાં કિલોએ 740 હતા, તે વધીને 750 રૂપિયા થયા છે
  • ભેંસના કિલો ફેટે 760 હતા, તેમાં 20 રૂપિયાનો વધારો થતા 780 રૂપિયા થયા છે

સુમુલ ડેરીના ચેરમેન માનસિંગ પટેલે જણાવ્યું કે, સુરત જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ દ્વારા સંપૂર્ણ સહકારની ભાવનાથી દૂધ ઉત્પાદકોનું ધ્યાન રાખી અનેક ઐતિહાસિક નિર્ણયો કર્યો છે. સુમુલ ડેરી (Sumul Dairy)સાથે જોડાયેલા દૂધ (Milk) ઉત્પાદકોની આર્થિક પ્રગતિ થાય તે હેતુથી પશુપાલકોને મલી રહેલ દૂધના ભાવ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે પણ દેશમાં દૂધના સૌથી વધારે ભાવ સુમુલ ડેરી આપી રહી છે. જ્યારે સુમુલ ડેરી દ્વારા ભાવ વધારો કરવામાં આવ્યો છે. સમગ્ર સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. 

સતત ખર્ચાળ બનતા જતા પશુપાલન વ્યવસાયને ટકાવી રાખવા, દુધ ઉત્પાદકોને પ્રોત્સાહિત કરવા માટે સુરત અને તાપી જિલ્લાના 2.50 લાખ પશુપાલકોની માંગણીને ધ્યાનમાં રાખીને વધારો જાહેર કરાયો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news