તહેલકો મચાવી દેશે WhatsApp નું નવું ફીચર, ગ્રાહકોને મળશે મોટો ફાયદો

New Feature : WhatsApp ટૂંક સમયમાં યૂઝર્સ માટે એક નવું ફીચર લઇને આવી શકે છે જે તેમના અનુભવને પહેલાં કરતાં વધુ સારો બનાવશે. 

તહેલકો મચાવી દેશે WhatsApp નું નવું ફીચર, ગ્રાહકોને મળશે મોટો ફાયદો

WhatsApp Feature Update: WhatsApp સમયાંતરે પોતાના યૂઝર્સ માટે નવા અપડેટ્સ લઇને આવી રહ્યું છે જેથી તેમનો એક્સપિરિયન્સ એકદમ સારો થઇ શકે તેમને કેટલાક એવા જ યૂનિક ફીચર્સ મળી શકે જે ચેટીંગને વધુ મજેદાર અને મીનિંગ ફૂલ બનાવી દે. તમને જણાવી દઇએ કે એકવાર ફરીથી કંપની WhatsApp યૂઝર્સને ભેટ આપવાની તૈયારી કરી રહી છે અને તેમના માટે કેવું ફીચર લઇને આવી રહ્યું ચેહ જે તમને એક નવો પાવર આપશે જેના કારણે હવે તમારે ગ્રુપમાં મેસેજ આવતાં ચીડ નહી ચડે કારણ કે જ્યારે ગ્રુપમાં ઘણા બધા મેસેજ આવે છે તો તેના કારણે તમારે ઘણી બધી મુશ્કેલીઓ વેઠવી પડે છે પરંતુ હવે એવું પણ નહી થાય. 

મોટા ગ્રુપ પર નોટિફિકેશનના લીધે નહી થવું પડે પરેશાન
જો તમે કોઇ એવા ગ્રુપમાં જોડાયેલા છો જેમાં ઘણા બધા મેંમ્બર્સ છે તો સ્પષ્ટ છે કે હંમેશા મેસેજ આવતાં જ રહે છે અને તેના નોટિફિકેશન તમારા સ્માર્ટફોન પર મળતા રહે છે. WhatsApp પર કદાચ જ કોઇ યૂઝર હશે જે કોઇ ગ્રુપમાં જોડાયેલા નહી હોય અને તમે આ સમસ્યાને સારી રીતે સમજી શકો છો. જ્યારે ગ્રુપમાં વારંવાર મેસેજ આવે છે અને તેના નોટિફિકેશન તમને મળે છે તો ચીડ ચડે તે સામાન્ય વાત છે પરંતુ હવે એવું નહી થાય કારણ કે કંપની હવે એક દમદાર ફીચર લઇને આવી રહ્યું છે.  

આપમેળે મ્યૂટ થઇ જશે નોટિફિકેશન 
મળતી માહિતી અનુસાર WhatsApp પર એક નવું દમદાર ફીચર આવી રહ્યું છે જે વધુ મેંબર્સવાળા ગ્રુપ આવનાર મેસેજના નોટિફિકેશનને આપમેળે મ્યૂટ કરી દેશે. તમને જણાવી દઇએ કે જે ગ્રુપમાં 512 મેંબર્સથી વધુ લોકો એડ છે તે ગ્રુપમાં એડ થતાં જ નોટિફિકેશન આપમેળે  જ બંધ કરી દેવામાં આવશે અને તેનાથી સતત મળનારા નોટિફિકેશનથી થનાર પરેશાનીમાંથી છુટકારો મળી જશે. આ ફીચર કોઇપણ પર થોપવામાં નહી આવે કારણ કે જો તમે ઇચ્છો તો આવનાર નોટિફિકેશનને અન મ્યૂટ પણ કરી શકો છો અને ભલે મૂટ પણ કરી શકો છો. જોકે મોટા ગ્રુપ્સમાં આ ફીચર આપમેળે એક્ટિવ થઇ જશે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news