તહેલકો મચાવવા માટે આવી રહ્યો છે Vivo નો શાનદાર Smartphones! જાણો ક્યારે થશે લોન્ચ
વીવો ભારતમાં એક લોકપ્રિય સ્માર્ટફોન બ્રાંડ છે જેના સ્માર્ટફોન્સને ખૂબ પસંદ કરવામાં આવે છે અને ખરીદવામાં પણ આવે છે. વીવો આગામી સમયમાં એક નવી સ્માર્ટફોન સીરીઝ Vivo X80 Series લોન્ચ થઇ રહી છે. Vivo X80 અને Vivo X80 Pro, બે સ્માર્ટફોન્સ સામેલ થઇ શકે છે.
Trending Photos
Vivo X80 Vivo X80 Pro India Launch Date Tipped: વીવો ભારતમાં એક લોકપ્રિય સ્માર્ટફોન બ્રાંડ છે જેના સ્માર્ટફોન્સને ખૂબ પસંદ કરવામાં આવે છે અને ખરીદવામાં પણ આવે છે. વીવો આગામી સમયમાં એક નવી સ્માર્ટફોન સીરીઝ Vivo X80 Series લોન્ચ થઇ રહી છે. Vivo X80 અને Vivo X80 Pro, બે સ્માર્ટફોન્સ સામેલ થઇ શકે છે. તાજેતરમાં જ આ સ્માર્ટફોન્સના લોન્ચ ડેટને લઇને એક સમાચાર સામે આવ્યા છે...
આ દિવસે લોન્ચ થશે ફોન
તમને જણાવી દઇએ કે વીવો આ સ્માર્ટફોનની સીરીઝની લોન્ચ ડેટને લઇને એક સમાચાર સામે આવ્યા છે. જોકે વીવો ઇન્ડીયાની વેબસાઇટ પર એક ટીઝર જાહેર કરવામાં આવ્યું હતું જેને હવે ડિલીટ કરી દેવામાં આવ્યું છે. તે ટીઝર મુજબ Vivo X80 અને Vivo X80 Pro ને 18 મેના રોજ ભારતમાં લોન્ચ કરવામાં આવશે. તમને જણાવી દઇએ કે હાલ વીવો તરફથી તેને લોન્ચ કરવાને લઇને કોઇ જાણકારી સામે આવી નથી.
Vivo X80 Pro ના ફીચર્સની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં તમને 6.78- એમોલેડ ડિસ્પ્લે, ક્યૂએચડી+ એલટીપીઓ રેસોલ્યૂશન અને 120Hz નો રિફ્રેશ રેટ મળી શકે છે. Vivo X80 Pro ને બે સ્ટોરેજ વેરિએન્ટસમાં લોન્ચ કરી શકાય છ્હે. જેમાંથી એક સ્નૈપડ્રેગન 8 ઝેન 1 SoC પર કામ કરશે અને બીજું મીડિયાટેક ડાયમેંસિટી 9000 SoC પર ચાલશે. Vivo X80 સ્માર્ટફોનને ચાર વેરિએન્ટમાં રજૂ કરવામાં આવશે. 8GB RAM અને 128GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત CNY 3,699 એટલે કે લગભગ 43,000 રૂપિયા છે. 8 જીબી અને 256 જીબી સ્ટોરેજવાળી ફોનની કિંમત લગભગ 46,500 રૂપિયા છે. 12 જીબી રેમ અને 256 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ વેરિએન્ટના ભાવ લગભગ 51,000 રૂપિયા છે. 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજવાળા ટોપ વેરિએન્ટની કિંમત લગભગ 57,000 રૂપિયા છે.
ડિજિટલ ચેટ સ્ટેશન મુજબ Vivo X80 માં તમને 6.78-ઇંચની E5 એમોલેડ ફૂલ એચડી+રેસોલ્યૂશન અને 120Hz નો રિફ્રેશ રેટ મળી શકે છે. આ સ્માર્ટફોન મીડિયાટેક ડયમેંસિટી 9000 SoC પર કામ કરે છે અને આ 4,500mAh ની બેટરી અને 80W ના વાયર્ડ ચાર્જિંગ સપોર્ટથી સજ્જ થઇ શકે છે. કેમેરાની વાત કરીએ તો Vivo X80 માં તમને એક ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળી શકે છે જેમાં 50MP નું સોની સેન્સર, 16MP નો અલ્ટ્રા વાઇડ કેમેરા અને 12MP નું પોર્ટ્રેટ ટેલીફોટો લેંસ સામેલ હોઇ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે