ભારતમાં બદલાઈ ગયા VPNના નિયમ, જાણો કંપનીઓને હવે શું કરવાનું રહેશે, યૂઝર્સ પર શું અસર પડશે?

તાજેતરમાં સાઈબર ક્રાઈમના કિસ્સાઓ વધતા ભારતમાં ઓનલાઈન એક્ટિવિટીઝને લઈને અનેક કદમ ઉઠાવવામાં આવ્યા છે અને તેણા જ કારણે વીપીએન નિયમોમાં ફેરફાર થયો છે. સરળ શબ્દોમાં સમજીએ તો VPNની મદદથી યૂઝર્સ પોતાની બ્રાઉજિંગ હિસ્ટ્રી, આઈપી એડ્રેસ અને જિયોગ્રાફિક લોકેશનને હાઈડ કરી શકે છે.

ભારતમાં બદલાઈ ગયા VPNના નિયમ, જાણો કંપનીઓને હવે શું કરવાનું રહેશે, યૂઝર્સ પર શું અસર પડશે?

નવી દિલ્હી: 21મી સદી ડિજિટલ યુગ ગણાય છે. ત્યારે ભારત સરકારે એક નવી આઈટી પોલિસી ઈંટ્રોડ્યૂશ કરી છે, જેમાં VPN સર્વિસ પ્રોવાઈડર્સને હવે યૂઝર્સનો ડેટા કલેક્ટ કરવાનો રહેશે. વીપીએન એટલે કે Virtual Private Network કંપનીઓને હવે પોતાના ગ્રાહકોનો ડેટા કલેક્ટ કરવાનો રહેશે અને તેણે 5 વર્ષ સુધી મેંટેન કરવાનો રહેશે. VPN સર્વિસ પ્રોવાઈડ્સને CERT-in (Computer Emergency Response Team) એ એક આદેશ જાહેર કર્યો છે. ભારત સરકારની નવી પોલિસી જૂન 2022ના અંત સુધી લાગૂ રહેશે. વર્ચુઅલ પ્રાઈવેટ નેટવર્કની સર્વિસ આપનારી કંપનીઓને યૂઝર્સનો ડેટા તેમના એકાઉન્ટમાંથી ડિલીટ થયા પછી પણ સુરક્ષિત રાખવાનો રહેશે.

શું થશે અસર
તાજેતરમાં સાઈબર ક્રાઈમના કિસ્સાઓ વધતા ભારતમાં ઓનલાઈન એક્ટિવિટીઝને લઈને અનેક કદમ ઉઠાવવામાં આવ્યા છે અને તેણા જ કારણે વીપીએન નિયમોમાં ફેરફાર થયો છે. સરળ શબ્દોમાં સમજીએ તો VPNની મદદથી યૂઝર્સ પોતાની બ્રાઉજિંગ હિસ્ટ્રી, આઈપી એડ્રેસ અને જિયોગ્રાફિક લોકેશનને હાઈડ કરી શકે છે, તેની સાથે તેની વેબ એક્ટિવિટીઝ અને ડિવાઈસની ડિટેલ્સ પણ હાઈટ રહે છે. એટલે સરળ શબ્દોમાં કહીએ તો હવે કંપનીઓને એવા યૂઝર્સના ડેટાને ઓછામાં ઓછા 5 વર્ષ સુધી સ્ટોર કરવાનો રહેશે. જો એવું નહીં કરવામાં આવે તો એક વર્ષ સુધીની જેલ થઈ શકે છે.

હવે શું કરશે કંપનીઓ?
નવા નિયમોમાં કંપનીઓને પોતાની માહિતી અને કોમ્યુનિકેશન ટેક્નોલોજી સિસ્ટમના લોગ્સ ભારતમાં મેંટેન કરવાના રહેશે. તેના સિવાય VPN પ્રોવાઈડર્સને યૂજેજ લોગ 180 દિવસ સુધી સ્ટોર કરવાનું રહેશે. તેમાં કોઈ યૂઝરની બ્રાઉજિંદ એક્ટિવિટીનો પણ સમાવેશ થાય છે. રિપોર્ટ્સનું માનીએ તો ત્રણ સર્વિસ પ્રોવાઈડ્સ Surfshark, Proton VPN અને Express VPNના નિયમોને માનવાથી ઈન્કાર કર્યો છે. 

શું સ્ટોર કરશે કંપનીઓ?
આવી કંપનીઓને યૂઝર્સનું નામ, IP એડ્રેસ, યૂજેજ પેટર્ન અને આઈડેંટિફાય કરવા લાયક બીજી જાણકારીઓને સ્ટોર કરવાની રહેશે. સામાન્ય રૂપથી VPN નો લોગિંગ પોલિસી પર કામ કરે છે. કંપનીઓ માત્ર RAM ડિસ્ક સર્વર અને બીજી લોગ લેસ ટેક્નોલોજીની સાથે ઓપરેટ કરે છે આ કારણે ડેટા અને ઉપયોગને મોનિટર કરવામાં આવી શકતું નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news