શું થાય જો પેટ્રોલ કારમાં ડીઝલ ભરાવી લો તો? આ ભૂલની મળી શકે છે મોટી સજા

Diesel In Petrol Car: કોઈ જાણી જોઈને પેટ્રોલ કારમાં ડીઝલ નથી ભરાવતા પરંતુ ભૂલ ગમે તેનાથી થઈ શકે છે. પરંતુ આ ભૂલ મોંઘી અને હાનિકારક સાબિત થઈ શકે છે. 
 

શું થાય જો પેટ્રોલ કારમાં ડીઝલ ભરાવી લો તો?  આ ભૂલની મળી શકે છે મોટી સજા

Wrong Fuel: કોઈ ઈરાદાપૂર્વક પેટ્રોલ કારમાં ડીઝલ નહીં ભરાવે પરંતુ ભૂલ ગમે તેનાથી થઈ શકે છે. પરંતુ આ ભૂલ મોંઘી અને હાનિકારક સાબિત થઈ શકે છે. તેથી તે જાણવું જરૂરી છે કે જો તમે ભૂલથી પેટ્રોલ કારમાં ડીઝલ ભરાવી લો તો તમારે શું કરવું જોઈએ. પરંતુ તે પણ સમજવું જોઈએ કે પેટ્રોલ કારમાં ડીઝલ ભરાવવાથી શું-શું નુકસાન થઈ શકે છે.

પેટ્રોલ કારમાં ડીઝલ ભરવાથી એન્જિનને નુકસાન પહોંચી શકે છે, તે સીઝ થઈ શકે છે. ડીઝલની ડેન્સિટી પેટ્રોલના મુકાબલે વધુ હોય છે. તે પેટ્રોલની તુલનામાં ઓછું જ્વલનશીલ હોય છે. ડીઝલ એન્જિનમાં હાઈ પ્રેશર અને તાપમાન પર સળગે છે, જ્યારે પેટ્રોલ એન્જિનમાં ઓછું પ્રેશર અને ઓછું તાપમાન પર સળગે છે. આ બધા કારણ એન્જિન ખરાબ કરી શકે છે.

પેટ્રોલ કારમાં ડીઝલ ભરાવી ચલાવવાથી એન્જિનના સિલેન્ડર, પિસ્ટન અને શોફ્ટને નુકસાન પહોંચી શકે છે. વધુ સમય સુધી ઉપયોગ કરવાથી એન્જિન સીઝ પણ થઈ શકે છે. આમ થવા પર આર્થિક નુકસાન થશે કારણ કે એન્જિન મોંઘુ હોય છે અને તેને રિપેર કરાવવું પડે છે.

પેટ્રોલ એન્જિનમાં ડીઝલ સારી રીતે સળગતું નથી. જેનાથી કાર પરફોર્મંસ પર અસર પડશે. તે ધીમે ચાલશે અને એન્જિનમાંથી અવાજ પણ આવી શકે છે. આ એન્જિનમાંથી ધૂમાડો પણ વધુ નિકળે છે. તેવામાં કાર તત્કાલ બંધ કરી દેવી જોઈએ. 

જેટલી વહેલી ખબર પડે તે સારૂ!
જો તમે ભૂલથી પેટ્રોલ કારમાં ડીઝલ ભરાવી લો તો તેની માહિતી જેટલી જલ્દી મળે એટલું સારૂ. તેના વિશે જાણકારી મળતા કાર સ્ટાર્ટ ન કરો કે કાર ચાલુ હોય તો બંધ કરી દો. ત્યારબાદ એક્સપર્ટની મદદ લઈને ખોટા ફ્યૂલને બહાર કઢાવી નાખો.

ત્યારબાદ કારને સર્વિસ સેન્ટરથી ચેક કરાવો કારણ કે એકવાર ડીઝલ એન્જિનમાં જતું રહો તો તેને બહાર કાઢવું મુશ્કેલ થાય છે. તેથી તમારે એક્સપર્ટની સલાહ લેવાની જરૂર પડે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news