200 Megapixel કેમેરા વડે ફોટોગ્રાફી કરવા માંગો છો તો થઇ જાવ તૈયાર, આ કંપની ટૂંક સમયમાં આપશે ઓપ્શન

તાજેતરમાં જ ઉદ્યોગના એક વિખ્યાત જાણકારે ખુલાસો કર્યો હતો કે દક્ષિણ કોરિયાઇ ટેક્નોલોજી દિગ્ગજ કંપની સેમસ6ગ આ વર્ષે કંપનીના આઇએસઓએલ હેઠળ એક નવા ઇનોવેટિવ સેંસરને લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. 

200 Megapixel કેમેરા વડે ફોટોગ્રાફી કરવા માંગો છો તો થઇ જાવ તૈયાર, આ કંપની ટૂંક સમયમાં આપશે ઓપ્શન

નવી દિલ્હી: સ્માર્ટફોન બનાવનાર ચીની કંપની શાઓમી (Xiaomi) રીતે એક કેમેરા-કેંદ્રીત સ્માર્ટફોન લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. જેમા6 200 મેગાપિક્સલનું સેંસર (200 Megapixel Camera Sensor) હોઇ શકે છે. હાલમાં કોઇપણ સ્માર્ટફોનમાં 108 મેગાપિક્સલ સૌથી મોટું કેમેરા સેંસર છે. ગિઝમોચાઇનાએ એક રિપોર્ટના હવાલેથી જણાવ્યું હતું કે એવું માનવામાં આવે છે કે આ સેંસર સેમસંગ (Samsung) પાસેથી લેવામાં આવશે અને તેમાં 0.64 યૂએમ યૂનિટ પિક્સેલ હોવાની આશા છે. 

તાજેતરમાં જ ઉદ્યોગના એક વિખ્યાત જાણકારે ખુલાસો કર્યો હતો કે દક્ષિણ કોરિયાઇ ટેક્નોલોજી દિગ્ગજ કંપની સેમસ6ગ આ વર્ષે કંપનીના આઇએસઓએલ હેઠળ એક નવા ઇનોવેટિવ સેંસરને લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. 

સેમસંગએ એ પણ સંકેત આપ્યા છે કે તે ગેલેક્સી S21 Ultra (Samsung Galaxy S21 Ultra) માં આપવામાં આવેલા 108 મેગાપિક્સલ સેંસર કરતાં વધુ ક્ષમતાવાળા 200 મેગાપિક્સલના ઇમેજ સેંસર વિકસિત કરી રહી છે. જોકે અત્યાર સુધી તેની પુષ્ટિ થઇ નથી, જો કંપની દ્વારા આગામી ગેલેક્સી એસ 22 સીરીઝ (Samsung Galaxy S22) ના ફ્લેગશિપ સ્માર્ટફોનમાં નવા 200 મેગાપિક્સલ સેંસરનો ઉપયોગ કરવાની સંભાવના છે. આ કંપનીના નવા ફોલ્ડેબલ સ્માર્ટફોન (Smartphone) નો પણ એક ભાગ હોઇ શકે છે. 

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગત વર્ષે સેમસંગ (Samsung) એ જાહેરાત કરી હતી કે તે 600 મેગાપિક્સલના સ્માર્ટફોન (Smartphone) ઇમેજ સેંસર પર કામ કરી રહી છે, જોકે તેને બજારમાં ઉતારવામાં હજુ ઘણા વર્ષો લાગશે. રિપોર્ટ અનુસાર આ દરમિયાન આપણે એક 200 મેગાપિક્સલ કેમેરા સેંસરથી સજ્જ સ્માર્ટફોન લોન્ચિંગની રાહ જોઇ રહ્યા છે, જોકે જલદી જ સામે આવી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news