Xiaomi લોન્ચ કરશે ગજબનો ફોન, ડિઝાઇન જોઇ તમે કહેશો- નજર લાગશે લાગી જશે કાળું ટપકું કરી લો

Xiaomi એ Xiaomi CIVI સ્માર્ટફોન લોન્ચ કરવા માટે સપ્ટેમ્બર 27 માટે એક કાર્યક્રમ નિર્ધારિત કર્યો છે. કંપની ગત થોડા દિવસોથી આ ફોનના ફીચર્સને ઓફિશિયલી ટીઝ કરી રહી છે. નવા ટીઝરમાં ચિપસેટ અને બેટરી ક્ષમતાની ખબર પડશે.

Xiaomi લોન્ચ કરશે ગજબનો ફોન, ડિઝાઇન જોઇ તમે કહેશો- નજર લાગશે લાગી જશે કાળું ટપકું કરી લો

નવી દિલ્હી: Xiaomi એ Xiaomi CIVI સ્માર્ટફોન લોન્ચ કરવા માટે સપ્ટેમ્બર 27 માટે એક કાર્યક્રમ નિર્ધારિત કર્યો છે. કંપની ગત થોડા દિવસોથી આ ફોનના ફીચર્સને ઓફિશિયલી ટીઝ કરી રહી છે. નવા ટીઝરમાં ચિપસેટ અને બેટરી ક્ષમતાની ખબર પડશે. સત્તાવાર Xiaomi Weibo એકાઉન્ટના અનુસાર આગામી Xiaomi CIVI એક ક્વાલકોમ સ્નૈપડ્રેગન 778G દ્વારા સંચાલિત હશે.  

Xiaomi CIVI ની બેટરી
જોકે આપણે જાણીએ છીએ સ્નૈપડ્રેગન 778G, Mi 11 લાઇટ 5G ( Mi 11 યૂથ એડિશન) માં મળી આવેલા સ્નૈપડ્રેગન 780G થી ઓછું છે. Xiaomi નો દાવો છો કે Xiaomi CIVI 36 મહિના માટે એક સ્મૂથ અનુભવ પુરો પાડશે. ફોનની બેટરીનો પણ ખુલાસો થયો છે. ફર્મ 4,500mAh ની બેટરી હોવાની પુષ્ટિ પણ થઇ છે. હેન્ડસેટ ફક્ત 6.98 મિમી જાડાઇનો છે અને તેનું વજન 166 ગ્રામ છે. લગભગ સમાન માપવાળી Mi 11 શ્રેણીમાં થોડી નાની 4,250mAh ની બેટરી છે. 

Xiaomi CIVI ની ડિઝાઇન
ટીજર્સના અનુસાર આ સ્માર્ટફોન એક કર્વ્ડ ડિસ્પ્લે, સ્પીકર ગ્રિલ, પ્રાઇમરી માઇક્રોફોન હોલ અને નીચેની તરફ એક સિમ કાર્ડ સ્લોટ સાથે આવી શકે છે. આ ફોનની ઉપરના ભાગમાં બીજા માઇક્રોફોન હોલ, IR બ્લાસ્ટર અને વધુ એક સ્પીકર ગ્રિલર જોવા મળ્યું છે. 

ગત ટીઝરના અનુસાર Xiaomi CIVI ની ડિઝાઇન વિવો અને OPPO સ્માર્ટફોન સમાન હશે. તેમાં ટ્રાએંગુલર કેમેરા Array, એજી ગ્લાસ બેક, સેટર્ડ પંચ-હોલ સાથે કર્વ્ડ ડિસ્પ્લે અને મેટલ ફ્રેમ હશે. ડિવાઇસને કેમેરા એપમાં 'પિક્સલ-લેવલ' બ્યૂટી મોડની રજૂઆત કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. 

Civi સીરીઝના સ્માર્ટફોન લોન્ચ
શાઓમીએ જાહેરાત કરી દીધી છે કે Xiaomi Civi સોમવારે 27 સપ્ટેમ્બરના રોજ ચીનમાં લોન્ચ કરવામાં આવશે. લોન્ચ ઇવેન્ટ ચીનમાં બપોરે 2 વાગે આયોજિત થશે અને જો ભારતીય સમયની વાત કરીએ તો અહીંના લોકો આ ઇવેન્ટમાં સવારે 11:30 વાગે જોડાઇ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news