શાઓમી ભારતમાં લોન્ચ કરશે પોતાનો દમદાર ફોન Mi 11 Lite, જાણો તેની ખાસિયત

Mi 11 Lite સ્માર્ટફોનને ગ્લોબલ માર્કેટમાં લોન્ચ કરી દેવામાં આવ્યો છે. આ કંપનીનો સૌથી સ્લિમ અને લાઇટવેટ સ્માર્ટફોન છે. 

 શાઓમી ભારતમાં લોન્ચ કરશે પોતાનો દમદાર ફોન Mi 11 Lite, જાણો તેની ખાસિયત

નવી દિલ્હીઃ Xiaomi એ સત્તાવાર રીતે ખુલાસો કર્યો છે કે તે 22 જૂને ભારતમાં કંપની સૌથી સ્લિમ અને સૌથી લાઇટવેટ સ્માર્ટફોન Mi 11 Lite લોન્ચ કરશે. પરંતુ હજુ તે સ્પષ્ટ નથી કે સ્માર્ટફોન 4G વેરિએન્ટમાં લોન્ચ થશે કે 5G. કંપનીએ તેના ફીચર્સ વિશે કોઈ ખુલાસો કર્યો નથી પરંતુ આશા છે કે ભારતમાં લોન્ડ થનાર મોડલ ગ્લોબલ મોડલની સમાન હોઈ શકે છે. 

Mi 11 Lite: લોન્ચિંગ
કંપનીએ પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર ખુલાસો કર્યો છે કે 22 જૂન બપોરે 12 કલાકે લોન્ચ કરવામાં આવશે. ટ્વીટમાં જણાવવામાં આવ્યું કે, આ સ્માર્ટફોન ફુલી લોડેડ હશે એટલે કે તેમાં ઘણા ખાસ ફીચર્સ જોવા મળશે. આ કંપનીની વર્ચ્યુઅલ ઇવેન્ટ હશે અને તેની લોન્ચ ઇવેન્ટમાં તમે ઘરે બેસી ભાગ લઈ શકો છો. 

Mi 11 Lite ની ભારતમાં કિંમત
એમઆઈ 11 લાઇટ સ્માર્ટફોનની યૂરોપમાં કિંમત 299 યૂરો એટલે કે આશરે 25,000 રૂપિયા છે. આશા કરવામાં આવી રહી છે કે આ સ્માર્ટફોનની કિંમત ભારતીય બજારમાં 20,000 થી 25,000 રૂપિયા વચ્ચે રાખવામાં આવશે. સાથે તેને ઘણા કલર વિકલ્પની સાથે બજારમાં ઉતારી શકાય છે. 

Mi 11 Lite ના સ્પેસિફિકેશન
Mi 11 Lite સ્માર્ટફોન 4જી અને 5જી વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોનમાં 6.55 ઇંચની ફુલ એચડી પ્લસ એમોલેડ ડિસ્પ્લે છે, જેનો રિફ્રેશ રેટ 90Hz છે. આ ફોનમાં ક્વાલકોમનું Snapdragon 732G પ્રોસેસર, 8જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. આ સિવાય ડિવાઇઝ એન્ડ્રોઇય 11 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલશે. 

કેમેરો
એમઆઈ 11 લાઇટ સ્માર્ટફોનમાં સેલ્ફી માટે 16 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે. આ સિવાય યૂઝર્સને સ્માર્ટફોનમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ મળશે. તેમાં પ્રથમ 64MP નું પ્રાઇમરી સેન્સર, 8એમપીનો અલ્ટ્રા વાઇડ એન્ગલ લેન્સ અને ત્રીજો 5MP નો ટેલીફોટો-મેક્રો લેન્સ છે. 

બેટરી અને કનેક્ટિવિટી
Mi 11 Lite સ્માર્ટફોન 33 વોટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરનાર  4,250mAh  બેટરીથી લેસ છે. આ સ્માર્ટફોનમાં સાઇડ માઉટેન્ડ ફિંગરપ્રિન્સ સેન્સર અને ડુઅલ સ્પીકર્સ આપવામાં આવ્યા છે. આ સિવાય એમઆઈ 11 લાઇટ ડિવાઇસમાં ક્નેક્ટિવિટી માટે વાઈ-ફાઈ, જીપીએસ, એનએફસી અને યૂએસબી ટાઇપ-સી પોર્ટ ફીચર્સ મળશે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news