US Russia Relations: બાઇડેન-પુતિન મુલાકાતની અસર, રશિયાના રાજદૂત અમેરિકા માટે રવાના

જો બાઇડેન અને વ્લાદિમીર પુતિન વચ્ચે યોજાયેલી બેઠક દરમિયાન બનેલી સહમતી બાદ રશિયાના રાજદૂત અમેરિકા પરત ફર્યા છે. મહત્વનું છે કે ત્રણ મહિના પહેલા અમેરિકા અને રશિયા વચ્ચે તણાવ વધતા રાજદૂતને પરત બોલાવી લીધા હતા. 

US Russia Relations: બાઇડેન-પુતિન મુલાકાતની અસર, રશિયાના રાજદૂત અમેરિકા માટે રવાના

મોસ્કોઃ જો બાઇડેન (joe biden) અને વ્લાદિમીર પુતિન (Vladimir Putin) વચ્ચે યોજાયેલી બેઠક દરમિયાન બનેલી સહમતીવ બાદ રશિયાના રાજદૂત અમેરિકા પરત ફરી રહ્યાં છે. ત્રણ મહિના પહેલા અમેરિકા અને રશિયાના વધતા તણાવ વચ્ચે તેમને પરત બોલાવી લેવામાં આવ્યા હતા. પુતિન અને બાઇડન પાછલા સપ્તાહે જિનેવામાં થયેલા શિખર સંમેલનમાં તે વાત પર સહમત થયા હતા કે રશિયન રાજદૂત અનાતોલી એંતોનોવ અમેરિકા પરત આવશે. આ રીતે અમેરિકી રાજદૂત જોન સુલિવાન પરત રશિયા જશે, જે એપ્રિલમાં મોસ્કો છોડી જતા રહ્યાં હતા. 

ન્યૂયોર્ક રવાના થયા એંતોનોવ
એંતોનોવ રવિવારે એયરોફ્લોટની ઉડાનથી ન્યૂયોર્ક રવાના થયા, જ્યાંથી તેઓ અમેરિકાની રાજધાની વોશિંગટન જશે. પરંતુ હજુ તે તારીખની જાહેરાત થઈ નથી કે જ્યારે સુલિવાન મોસ્કો જશે. બાઇડેને ટીવી ઈન્ટરવ્યૂમાં આરોપ લગાવ્યો હતો કે પુતિન એક હત્યારો છે. ત્યારબાદ એંતોનોવને પરત બોલાવી લેવામાં આવ્યા હતા અને સુલિવાનને દેશ છોડવા માટે કહ્યું હતું. 

સીરિયા પર પણ બંને નેતાઓ વચ્ચે થઈ વાત
જો બાઇડેને વ્લાદિમીર પુતિન સાથે સીરિયા મુદ્દે પણ ચર્ચા કરી હતી. બાઇડેને સીરિયામાં આંતરરાષ્ટ્રીય માનવીય સહાયતા પહોંચાડવાના અંતિમ બિન્દુને બંધ કરવાના પ્રયાસને છોડવાનું કહ્યું હતું. પરંતુ તેને ખુલ્લા રાખવા પર કોઈ સમજુતી થઈ નથી. રશિયા તે માર્ગને બંધ કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં વીટોનો ઉપયોગ કરવાની ધમકી આપી રહ્યું છે, જેનાથી સીરિયામાં ગૃહયુદ્ધથી આંતરિક રૂપથિ વિસ્થાપિત થયેલા લાખો સીરિયન નાગરિકોને સહાયતા પહોંચાડવામાં આવે છે. 

બાઇડેને બે મહાશક્તિઓની બેઠક કહી હતી
આ અવસરને બાઇડેને બે મહાન શક્તિઓની બેઠક ગણાવી હતી. બેઠકની શરૂઆતમાં બન્ને નેતાઓએ હાથ મિલાવ્યો હતો. બાઇડેને પહેલા હાથ આગળ વધાર્યો અને પુતિનની તરફ હસ્યા હતા. ત્યારબાદ બંને નેતાઓએ સ્વિત્ઝર્લેન્ડના રાષ્ટ્રપતિ ગાઈ પારમેલિનની સાથે તસવીર ખેંચાવી જેમણે બન્ને નેતાઓનું સ્વાગત કર્યુ હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news