100 ગામ 100 ખબર: ABVP-NSUI ઘર્ષણ મામલે DCPનું મોટું નિવેદન...
પાલડીમાં ABVP અને NSUIના ઘર્ષણ મામલે કે. કે. ડામોરે જણાવ્યું હતું કે, ABVPની ઓફીસમાં NSUI ઘેરાવો કરશે તેવા ઇનપુટ મળ્યા હતા, પોલીસે બંદોબસ્ત અને પેટ્રોલિંગ રાખ્યું હતું. 11.40 વાગે NID સર્કલ નજીક NSUI ના કાર્યકરો ગાડીઓમાં લાકડીઓ સાથે આવ્યા હતા. ABVPના કાર્યકર્તાઓ પણ સામે આવતા ઘર્ષણ થયું હતું. બન્ને પક્ષએ પોલીસને પણ ગાળો બોલી હતી. જેને લઇને પોલીસે રાયેટિંગનો ગુનો દાખલ કયો છે. નિવેદન લેવામાં આવશે, cctvના આધારે આરોપીની ઓળખ કરીને ધરપકડ કરીશુ. NSUIના કાર્યકર્તાઓએ મજૂરી લીધી નહતી. આવા બનાવો ના બને એટલા માટે પોલીસ ફરિયાદી બની છે. વધુ તપાસ ACP N ડિવિઝન દિવ્યા રાવ્યાં કરશે. અલગ અલગ 3 ટિમો બનાવાઇ છે.