રાજ્ય-આંતર જિલ્લાની 200 પોલીસ ચેકપોસ્ટ થઇ બંધ

રાજ્યની આંતરરાજ્ય અને આંતર જિલ્લા પોલીસ ચેકપોસ્ટ બંધ (check post) કરવા રાજ્યના પોલીસ વડા (Gujarat police) તરફથી આદેશ છૂટ્યા છે. ચેકપોસ્ટના કર્મચારીઓને શહેર-જિલ્લાની કાયદો વ્યવસ્થા જાળવવા આદેશ અપાયા છે. તત્કાલિક અસરે કાયમી ધોરણે પોલીસ ચેકપોસ્ટ બંધ કરવાના આદેશ અપાયા છે. તમામ શહેરોના કમિશનર તેમજ જિલ્લા પોલીસ વડાને આ સૂચના આપી દેવાઈ છે. તાત્કાલિક અસરથી ચેકપોસ્ટ બંધ કરવાના આદેશ છે. ત્યારે બીજી તરફ શંકા સેવાઈ રહી છે કે, પોલીસ વડાના આ નિર્ણયથી ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા લોકોને મોકળુ મેદાન મળશે. તેમજ દારુબંધીવાળા (Liquor ban) ગુજરાતમાં કોઈ ચેકિંગ ન હોવાથી બૂટલેગરો આરામથી દારૂ રાજ્યમાં ઘૂસાડી શકશે. 31મી ડિસેમ્બર (31 December) નું સેલિબ્રેશનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, ત્યારે આ પ્રકારના નિર્ણયથી કેવી અસર પડશે તે જોવુ રહ્યું. રાજ્યમાં આંતરજિલ્લાઓ અને જિલ્લાની અંદર તાલુકા કક્ષાએ અંદાજે 200થી વધુ ચેકપોસ્ટ છે, જે આજથી બંધ કરાઈ છે.

Trending news