Video : ચૂંટણીના દિવસો નજીક આવતા ચૂંટણી પંચની કામગીરી શરૂ

અર્પણ કાયદાવાલા/અમદાવાદ : લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. જેને લઇને ચૂંટણી પંચની કામગીરીમાં પણ ધમધમાટ જોવા મળી રહ્યો છે. ગુજરાતની 26 બેઠકો માટે આગામી 23 એપ્રિલે મતદાન યોજાવાનું છે. ત્યારે અમદાવાદ શહેર જિલ્લામાં આવતી લોકસભાની બેઠકો માટે સ્થાનીક ચૂંટણી પંચ દ્વારા ઇવીએમની વહેંચણીની કામગીરી હાથ ધરાઈ. શહેરના અસારવા વિસ્તારમાં પુરવઠા વિભાગના ગોડાઉનમાં બનાવાયેલા સ્ટ્રોંગરૂમમાંથી અમદાવાદ શહેર-જિલ્લાની 21 જેટલી વિધાનસભા બેઠકોના 5247 બુથ ઉપર 15000 થી વધુ ઇવીએમની વહેંચણી પ્રક્રીયા શરૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે અમદાવાદ જિલ્લા કલેક્ટર એટલે કે જિલ્લા ચૂંટણી અધિકારી ડો.વિક્રાંત પાંડે ઉપરાંત અન્ય ઉચ્ચ વહીવટી અધિકારીઓની ઉપસ્થિતિમાં ચૂંટણી સંબંધી વિવિધ વસ્તુઓની વહેંચણી કરવામાં આવી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાજર રહેલા સેંકડો કર્મચારીઓને ઉપરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ઇવીએમ અને ચૂંટણી પ્રક્રીયા સાથે સંકળાયેલી અન્ય વસ્તુઓની વહેંચણી કરાઇ.

Trending news