ઝારખંડમાં ચૂંટણી પ્રચાર સમયે રામમંદિર અંગે અમિતશાહનું મોટું નિવેદન, જુઓ વીડિયો
ગૃહમંત્રી અમિત શાહે ઝારખંડ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી પાકુડમાં જનસભાને સંબોધતા રામ મંદિર અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, 4 મહિનાની અંદર અયોધ્યામાં રામ મંદિર બનવા જઈ રહ્યું છે. થોડા સમય પહેલા જ સુપ્રીમ કોર્ટે અયોધ્યા માટે મહત્વનો નિર્ણય આપ્યો હતો, છેલ્લા ઘણા વર્ષોથી દુનિયાભરના ભારતીયો વિવાદીત જમીન પર ભવ્ય રામ મંદિર બનાવવા માંગણી કરી રહ્યા હતા.