ગણેશજીની પ્રતિમા લઈને આવતા લાગ્યો કરંટ, 2ના મોત, 5ને ઈજા

શહેરના નેશનલ હાઇવે 48 પાસે આવેલા આદર્શ માર્કેટ ગણેશ મંડળના 7 યુવાનોને વીજ કરંટ લાગતા બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે પાંચ વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર અર્થે એક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 26 ફૂટ ઉંચી ગણેશજીની મૂર્તિ લાવી રહેલા ગણેશ ભક્તોને કરંટ લાગતા કૃણાલ ભાલીયા અને અમીત સોલંકી નામના બે યુવકોના ઘટના સ્થળે મોત થયા હતા.

Trending news